આ બ્લૉગ શોધો
mpbhuasss
“ HIM I CALL MAHATMA , WHOSE HEART BLEEDS FOR THE POOR.”
thanganat
લેબલ્સ
- 6th guj med (8)
- 7th geog (3)
- 7th maths (7)
- ગાગરમાં સાગર (225)
- છબીઓ (27)
- ધો 10 (2)
- ધો.8 (4)
- ધો.8 science (4)
- ધો.8maths (1)
- નક્ષત્ર (14)
- નોટીસ બોર્ડ (5)
- વાંચન (36)
- શિક્ષક સારથી (8)
- સુપ્રભાત (1)
- હિંદી સંયુક્ત ધો.૧૦ (1)
- Algebra 10 (5)
- Algebra 9th (8)
- Geography 10 (17)
- Geometry 10 (3)
- gujarati 10 (10)
- History 10 (20)
- I C T 9th (2)
- ix rsp (2)
- marathi 10th (1)
- music (4)
- notice (1)
- paper (1)
- result (2)
- samaj seva 10 (2)
- sanskrit 10 (9)
- scholarship (1)
- science & tech 10 (34)
- textbook (2)
મંગળવાર, 24 માર્ચ, 2026
જીવજંતુઓ તથા પ્રાણીઓના ડંખમાં સારવાર
મધમાખીનો ડંખ
મધમાખી પાછળ પડી હોય ત્યારે તેનાથી બચવાના ઉપાય:
* પવનથી વિરુદ્ધ દિશામાં દોડવું. કેમ કે, મધમાખીની સામાન્ય સ્પીડ કલાકે 24થી 32 કિ. મી. હોય છે, પરંતુ જયારે તેને પવનથી વિરુદ્ધ દિશામાં ઊડવાનું થાય ત્યારે તેની સ્પીડ તેનાથી અડધી થઇ જાય છે.
* વાંકા-ચૂકા નહીં, પરંતુ સીધા દોડવું. કેમ કે, વાંકા-ચૂકા દોડવાથી આપણી સ્પીડ ઘટી જાય છે, પરંતુ મધમાખીની સ્પીડ ઘટતી નથી.
* મકાનની અંદર જવાનું શકય હોય તો તળાવ કે નદી જેવા કોઇ જળાશયોમાં ન પડવું.
* ધારે રંગીન કપડાં, ઘરેણાં અને અત્તરની સુગંધ મધમાખીને આપણા તરફ વધારે આકર્ષે છે. માટે તેવા સમયે સાવધાની રાખવી.
* શક્ય હોય ત્યાં સુધી મોઢાને ઢાંકીને રાખવું.
મધમાખી કરડી હોય તેના એલર્જી-રિએકશનનાં લક્ષણ :
* શ્વાસ લેવામાં તકલીફ પડવી.
* ડંખની જગ્યાની ચામડી લાલ થઇ જવી અને સોજો ચડવો.
* મોઢા અને ગળા ઉપર સોજો આવવો.
* આખું શરીર સોજી જવું અને ખંજવાળ આવી શકે.
* બ્લડપ્રેશર ઘટી જવું.
સાવધાની
* જો મધમાખીના ડંખથી અહીં દર્શાવેલાં રિએકશનનાં લક્ષણ જણાતા હોય તો તરત જ ચિકિત્સક પાસે જઇ યોગ્ય સારવાર લેવી.
* મધમાખીને કોઇ પણ હેતુથી જાણી જોઇને છંછેડવી નહીં.
* જ્યાં મધમાખી કરડી હોય ત્યાં હાથથી ચોળવું, ખંજવાળવું કે ઘસવું નહીં.
મધમાખી કરડી હોય તો...
1) મધમાખીનો કાંટો શક્ય હોય તેટલો જલદી કાઢી નાખવો. જેટલો જલદી કાંટો કાઢવામાં આવે તેટલું તેનું ઝેર શરીરમાં ઓછું પ્રસરશે.
2) મધમાખી કરડી હોય તે જગ્યાએ તરત જ તુલસીના પાનને મસળીને તેનો રસ લગાડવો અને 10-15 તુલસીના પાન ચાવી જવા.
3) ખાવાના સોડા જરાક પાણીમાં ઓગાળીને ડંખ પર વારંવાર લગાવવા.
4) મધમાખી કરડી હોય ત્યારે ડંખ પર આ લગાડી શકાય... મીઠું, મીઠા લીમડાનો રસ, કપડાની અંદર બરફના ટુકડાઓ, કુંવારપાઠું, ટૂથપેસ્ટ, મધ, બટેકાના ટુકડા, પપૈયાની ચીર વગેરે 15-20 મિનિટ હળવા હાથે ઘસવા-લગાવવા.
5) ચીકણી માટી થોડાં પાણી સાથે ભેગી કરી ડંખ પર લગાવવી.
કૂતરું કરડે તો તેની પ્રાથમિક સારવાર
1)સહુ પ્રથમ જયાં કૂતરું કરડયું હોય ત્યાં સાબુ અને પાણીથી વ્યવસ્થિત સાફ કરી, પાટાથી વીંટાળી દેવું,
2 ) જો વધારે લોહી નીકળતું હોય તો તે ભાગને પાટાથી દબાવી રાખવો.
3) હોસ્પિટલમાં ચિકિત્સક પાસે જઇ યોગ્ય સારવાર લેવી.
સાવધાની...
* કૂતરાઓ જયારે ખાતા, ઝઘડતા, સૂતા કે મૈથુન કરતા હોય ત્યારે કાંઇ પદાર્થ મારીને વિક્ષેપ ન કરવો, તેમ કરવાથી તેઓ ગુસ્સે થઇ આપણા પર હુમલો કરીને કરડી શકે છે.
* કૂતરાની નજીક દોડવું નહીં, કૂતરાની આંખોમાં સીધું જોવું નહીં, જો કૂતરું તમારી નજીક આવે તો ત્યાં જ સ્થિર થઇ જાવું. મોટા ભાગના કૂતરાઓ તમને સૂંઘીને જતા રહેશે.
સર્પનો ડંખ વખતે...
સર્પ કરડયો હોય તેની પ્રાથમિક સારવાર:
1) દર્દીઓ અથવા સાથેની વ્યક્તિએ સર્પના ડંખના ઘાનું અવશ્ય નિરીક્ષણ કરી લેવું, જેથી સર્પડંખની ગંભીરતાનો ખ્યાલ આવી શકે. ઝેરી સાપનો દંશ -નિર્વિષ સાપનો દંશ
2) જખમી વ્યકિતને જમીન પર સીધો સુવડાવી દેવો. તેને હલન-ચલન કરવાનું બંધ કરાવી દેવું.
3) શરીર પર પહેરેલા ફીટ કપડાં તથા ઇજાના ભાગવાળા અંગના ઘરેણાં વગેરે કાઢી નાખવા.
4) સર્પ કરડયો હોય ત્યારે જખમીને અહીં દર્શાવેલ રીત મુજબ તરત જ પાટો બાંધવો.
સાપ કરડયો હોય ત્યારે પાટો બાંધવાની રીત
1 )જે અંગમાં સાપ કરડયો હોય તે અંગમાં નીચેથી પાટો બાંધવાનું શરૂ કરવું.
2) પાટો ખૂબ જ દબાણથી બાંધવો.
3) પાટો શકય હોય તેટલો ઊંચે સુધી બાંધવો.
4) ઇજાગ્રસ્ત પગમાં ખપાટ મૂકવી.
5) પાટો બાંધ્યા બાદ તુરંત જ ચિકિત્સક પાસે જઇ યોગ્ય સારવાર લેવી.
સર્પ કરડયો હોય ત્યારે શું ન કરવું ?
* જયારે સર્પ કરડયો હોય ત્યારે જખમીએ કોઇ પ્રકારના ભયમાં કે ટેન્શનમાં આવી જવું નહીં. કારણકે, ઘણાં લોકોને ઝેરી સાપ કરડયો ન હોય છતાં પણ ઝેરના ડરથી જ મૃત્યુ પામી જતા હોય છે.
* જયાં સર્પ કરડયો હોય તે ભાગને કાપવો નહીં કે બરફથી ઘસવો નહીં.
* મોઢેથી સર્પનું ઝેર ચૂસીને કાઢવાનો પ્રયત્ન કરવો નહીં.
* જખમીને તે સમયે કાંઇ ખાવા-પીવાનું આપવું નહીં.
* કોઇ પણ પ્રકારની ટયૂબ કે લોશન લગાવવું નહીં.
**
કોઇ પણ પ્રકારના ઝેરી જાનવર કે જીવજંતુ કરડે ત્યારે તેના ડંખ પર પોતાનો પેશાબ કરવાથી બહુ જ ફાયદો થાય છે.
જો પુરુષને સર્પ કરડયો હોય તો બીજા પુરુષનું અને સ્ત્રીને સર્પ કરડયો હોય તો બીજી સ્ત્રીનું મૂત્ર પીવડાવવું.
250 ગ્રામ શુદ્ધ ઘીને ગરમ પ્રવાહીરૂપ કરી દર્દીને વારંવાર પીવડાવવું. જેથી ઝાડા-ઊલટી થઇ ઝેર નીકળી જશે.
દર્દીને વારંવાર ઊલટી કરાવવી. જો કડવા લીમડાના પાન દર્દીને મીઠા લાગે તો તેને ઝેરની અસર છે તેમ સમજવું. પાન કડવા ન લાગે ત્યાં સુધી વારંવાર ચવરાવ્યા કરવા.
કરડેલા ભાગમાં તુલસીના પાનનો રસ વારંવાર લગાડવો.
કરડેલા ભાગમાં ત્યાં સુધી આંકડાનું દૂધ ભરતા રહો, જયાં સુધી તે ભાગ દૂધ ચૂસવાનું બંધ ન કરે.
કુતરિયા નામના ઘાસને મૂળ સહિત વાટીને તેનો રસ કાઢી ડંખ ઉપર તથા આસપાસ લગાડવો. આંખ તેમ જ નાકમાં પણ તે રસના ટીપાં નાખવાં અને તેના રસમાં સાકર નાખી ચમચી-ચમચી રસ દર બે કલાકે પીવડાવવો.કેળના થડનો રસ એક કપ જેટલો વારંવાર પીવડાવવો.વટાણાના મૂળ વાટીને પાવા અને ડંખ ઉપર તેનો લેપ કરવો.
નોંધ :
શકય હોય ત્યાં સુધી દર્દીને તુરંત જ હૉસ્પિટલ લઇ જવો. અહીંયા દર્શાવેલ ઉપચારો કોઇ વિકલ્પ ન હોય ત્યારે કરવા.
વિષપાનના ઉપચારો :
10 ગ્રામ વાટેલી રાઇ અને 10 ગ્રામ મીઠું ગરમ પાણીમાં પાવાથી ઊલટી થઇ ઝેર બહાર નીકળી જાય છે.
20થી 40 ગ્રામ જેટલું મીઠું પાણીમાં મેળવીને પાવાથી તાત્કાલિક ઊલટી થઇ ઝેર બહાર નીકળી જાય છે.
કોઇ પણ પ્રકારનું ઝેર પેટમાં ગયું હોય તો તુલસીનો રસ જેટલો પી શકાય તેટલો પીવાથી ઝેરનો દોષ નીકળી જશે.
ઝેર પીધેલ વ્યક્તિને બને તેટલું ચોખ્ખું ઘી પાવું.
જયાં સુધી ઊલટી થઇને વાદળી પિત્ત કે જેમાં ઝેર હોય છે, તે બહાર ન નીકળે ત્યાં સુધી વારંવાર લીમડાનો રસ પાઇને ઊલટી કરાવતાં રહેવું.
નોંધ :
શરીરમાંથી વિષ નીકળ્યા બાદ રોજ સાત દિવસ સુધી ગાજરનો રસ 100-200 મિ. લિ. પીવાથી શરીરમાં રહેલો પચ્યા વગરનો કચરો, ઝેરી તત્ત્વો અને નુકસાનકર્તા પદાર્થો શરીરમાંથી બહાર નીકળી જાય છે.
જીવજંતુઓ તથા પ્રાણીઓના ડંખમાં સારવાર
મધમાખીનો ડંખ મધમાખી પાછળ પડી હોય ત્યારે તેનાથી બચવાના ઉપાય: * પવનથી વિરુદ્ધ દિશામાં દોડવું. કેમ કે, મધમાખીની સામાન્ય સ્પીડ કલાકે 24થી 32 કિ....