સરકારી કર્મચારીઓને આવતા મહિનાથી પાંચ દિવસનું સપ્તાહ | |
મુંબઈ: મહારાષ્ટ્રના સરકારી કર્મચારીની પાંચ દિવસના સપ્તાહની માગણી ટૂંક સમયમાં જ પૂરી થવાના ચિન્હો જોવા મળી રહ્યા છે. આ અંગે થયેલી એક બેઠકમાં મુખ્ય સચિવ સહિતના મંત્રાલયના બધા જ વિભાગના સચિવોએ સહમતી દર્શાવી હોવાથી હવે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ચોમાસુ સત્ર દરમિયાન આ અંગેની બેઠક બોલાવીને પાંચ દિવસના અઠવાડિયાની જાહેરાત કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. જોકે, પાંચ દિવસનું અઠવાડિયું કરવા માટે સરકારી કર્મચારીઓએ રોજના ૪૫ મિનિટ વધુ કામ કરવાનું રહેશે અને આ વધુ સમય ફાળવવા માટે કર્મચારીઓના સંગઠને સહમતી દર્શાવી છે.
કેન્દ્રીય કર્મચારીઓને પાંચ દિવસનું અઠવાડિયું છે અને તેને ધોરણે જ રાજ્યના કર્મચારીઓએ પણ પાંચ દિવસના સપ્તાહની માગણી કરી હતી. બીજા અને ચોથા શનિવારે સરકારી કચેરીઓમાં રજા હોય છે. પાંચ દિવસના અઠવાડિયાની માગણી માટે સરકારી કર્મચારી સંગઠન વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરી રહી હતી. આ પહેલાંની આઘાડી સરકારના સમયગાળામાં આ નિર્ણય લેવાનું લગભગ નક્કી થઈ ગયું હતું. ત્યારના મુખ્ય સચિવ જયંતકુમાર બાંઠીયા અને મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણને પણ પાંચ દિવસનું સપ્તાહ માન્ય હતું, પરંતુ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે તેમાં અવરોધ ઊભો કર્યો હતો. |
આ બ્લૉગ શોધો
mpbhuasss

“ HIM I CALL MAHATMA , WHOSE HEART BLEEDS FOR THE POOR.”
thanganat

લેબલ્સ
- 6th guj med (8)
- 7th geog (3)
- 7th maths (7)
- ગાગરમાં સાગર (225)
- છબીઓ (27)
- ધો 10 (2)
- ધો.8 (4)
- ધો.8 science (4)
- ધો.8maths (1)
- નક્ષત્ર (14)
- નોટીસ બોર્ડ (5)
- વાંચન (36)
- શિક્ષક સારથી (8)
- સુપ્રભાત (1)
- હિંદી સંયુક્ત ધો.૧૦ (1)
- Algebra 10 (5)
- Algebra 9th (8)
- Geography 10 (17)
- Geometry 10 (3)
- gujarati 10 (10)
- History 10 (20)
- I C T 9th (2)
- ix rsp (2)
- marathi 10th (1)
- music (4)
- notice (1)
- paper (1)
- result (2)
- samaj seva 10 (2)
- sanskrit 10 (9)
- scholarship (1)
- science & tech 10 (34)
- textbook (2)
સોમવાર, 18 જુલાઈ, 2016
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
શાસન નિર્ણય
શાસન નિર્ણય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો