નોટબંધીના 50 દિવસ: PM મોદીએ 'ભીમ' એપ લોન્ચ કરી
| ||
હવે ફિંગર પ્રિન્ટથી પેમેન્ટ શરૂ થશે
| ||
ભાસ્કર ન્યૂઝ | નવી દિલ્હી
| ||
એપ લોન્ચિંગના સમયે મોદીએ કહ્યું હતું કે ભીમ એપનો ઉપયોગ કરવો ખુબજ સરળ છે. તેને ચલાવવા માટે અંગુઠો પૂરતો છે. મોદીએ કહ્યું હતું કે સરકાર એક નવી સિક્યોરિટી ફિચર લોન્ચ કરવા પર કામ કરી રહી છે. જેનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ વિના લેવડ-દેવડ કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે,'ચાહે સ્માર્ટફોન હોય કે 1,000-1200નો ફીચર પોન, ભીમનો ઉપયોગ કરીને કામ કરી શકાશે. ઇન્ટરનેટ કનેક્શનની પણ કોઇ જરૂર નથી. કોઇએ માત્ર એક અંગૂઠો વાપરવાનો રહેશે. હવે સમય બદલાઇ ગયો છે. તમારો અંગૂઠો તમારી બેન્ક છે. તેમણે નવી એપને ડૉ. આંબેડકરને સમર્પિત ...અનુસંધાનપાના નં. 6 કરતાકહ્યું હતું કે,'ડૉ. આંબેડકરનો મંત્ર ગરીબોને ઉપર ઉઠાવવા માટે કામ કરવાનો છે અને ટેક્નોલોજીની સૌથી મોટી તાકાત છે કે તે ગરીબોને સશક્ત કરી શકે છે.' તેમણે કહ્યું હતું કે, વિરોધીઓ કહેતા હતા કે નોટબંધીના હાલ ખોદ્યો ડુંગર અને નિકળ્યો ઉંદર જેવા છે. મોદીએ કહ્યું કે હું ઉંદર કાઢવા માગતો હતો. કારણ કે અંદર રહીને ઉંદર બધું કોતરી જાય છે. દેશમાં હજૂ પણ સોનાની ચકલી બનવાની ક્ષમતા: મોદીએ તે દિવસોને યાદ કર્યા હતા જ્યારે ભારતને સોનાની ચકલી કહેવાતો હતો. પણ દેશમાં આજે પણ સોનાની ચકલી બનવાની ક્ષમતા છે. તેમણે કહ્યું હતું કે તે દિવસ દૂર નથી જ્યારે રોકડ આધારિત લેવડ-દેવડ સંપૂર્ણ પણે ડિજિટલ થઇ જશે. પહેલા પૈસા જતા હતા તે સમાચાર બનતા, હવે કેટલા આવ્યા તે બને છે: કોંગ્રેસપર વ્યંગ કરતા તેમણે કહ્યું કે યૂપીએના કાર્યકાળમાં કૌભાંડોમાં પૈસા જવાના સમાચાર આવતા હતા હવે આર્થિક સિસ્ટમમાં પૈસા આવવાની ચર્ચા થઇ રહી છે. ત્રણ વર્ષ પહેલાના સમાચાર કે વીડિયો ક્લિપ જુઓ તો લૂટના પૈસાના સમાચાર મળશે. આજના સમયમાં શું પરત આવ્યુ અને શું લાભ થયો તે સમાચાર મળે છે. |
આ બ્લૉગ શોધો
mpbhuasss

“ HIM I CALL MAHATMA , WHOSE HEART BLEEDS FOR THE POOR.”
thanganat

લેબલ્સ
- 6th guj med (8)
- 7th geog (3)
- 7th maths (7)
- ગાગરમાં સાગર (225)
- છબીઓ (27)
- ધો 10 (2)
- ધો.8 (4)
- ધો.8 science (4)
- ધો.8maths (1)
- નક્ષત્ર (14)
- નોટીસ બોર્ડ (5)
- વાંચન (36)
- શિક્ષક સારથી (8)
- સુપ્રભાત (1)
- હિંદી સંયુક્ત ધો.૧૦ (1)
- Algebra 10 (5)
- Algebra 9th (8)
- Geography 10 (17)
- Geometry 10 (3)
- gujarati 10 (10)
- History 10 (20)
- I C T 9th (2)
- ix rsp (2)
- marathi 10th (1)
- music (4)
- notice (1)
- paper (1)
- result (2)
- samaj seva 10 (2)
- sanskrit 10 (9)
- scholarship (1)
- science & tech 10 (34)
- textbook (2)
શનિવાર, 31 ડિસેમ્બર, 2016
.ગાગરમાં સાગર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
શાસન નિર્ણય
શાસન નિર્ણય
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો