શુક્રવાર, 11 નવેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip

loading...
clip

loading...



loading...



ફાઇનાન્સિયલ સર્જિકલ સ્ટ્રાઇકથી ફોરેન ભણવા જવા ઇચ્છતા સ્ટુડન્ટ્સનો અભિગમ બદલાયો 
સિટી રિપોર્ટર | વડોદરા
રૂ.500અને રૂ.1000ની ચલણી નોટો બંધ કરવાના મોદી સરકારના નિર્ણયને પગલે ફોરેન જઇ વધુ ભણી ડોલર કમાવવાના ક્રેઝી સ્ટુડન્ટ્સે પોતાના વિચાર બદલ્યા છે. ફાઇનાન્શિયલ સર્જિકલ સ્ટ્રાઇકને કારણે જો 50 ટકા કાળું નાણું પણ બહાર આવી જશે અથવા નાબૂદ થઇ જશે તો આગામી સમયમાં ડોલર 40 રૂપિયા થઇ જશે. પછી ફોરેન જઇ ભણી રૂપિયા કમાવવાની જગ્યાએ ભારતમાં ભણી નોકરી શું કામ કરુંω તેમ અમેરિકા જઇ એમ.એસ કરવાનાં સપનાં સેવતાં વડોદરાના વિદ્યાર્થી નિલય પંચાલે સર્જિકલ સ્ટ્રાઇક બાદ પોતાનો વિચાર રજૂ કરતાં જણાવ્યું હતું.
શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા એન્જિનિયરિંગના વિદ્યાર્થી નિલય પંચાલના જણાવ્યા અનુસાર બેચલર્સ કર્યા બાદ તેઓ અમેરિકા જઇ એમ.એસ એન્જિનિયરિંગ કરવાની ખેવના રાખે છે. પરંતુ ફાઇનાન્શિયલ સર્જિકલ સ્ટ્રાઇક અંતર્ગત નરેન્દ્ર મોદીના માસ્ટર સ્ટ્રોકને પગલે તેમનો વિચાર બદલાયો છે.
ભારતમાં અમેરિકા જેટલું ભણતર પૂરું કરી અમેરિકા જેટલા રૂપિયા કમાઇ શકાય તો કોઇ બહાર કેમ જાયω સર્જિકલ સ્ટ્રાઇકને કારણે દેશનું કાળું નાણું મોટા પ્રમાણમાં બહાર આવશે તે નક્કી છે. દેશમાં પ્રવર્તમાન કાળા નાણાંનો 50 ટકા ભાગ પણ જો બહાર આવી જાય અથવા નાબૂદ થઇ જાય તો વિદ્યાર્થીઓને બહાર જઇ વધુ ભણતર બાદ ફોરેનમાં કમાવવાની જરૂર રહેશે નહીં. ભારતની ઇકોનોમી અને એમ્પ્લોયમેન્ટ સબળ થશે જેને કારણે વિદ્યાર્થીઓ અહીં ભણશે અને અહીં કમાશે તેમ મારું સ્પષ્ટ માનવું છે. હું ફોરેન ભણવા જવા મક્કમ હતો. પરંતુ સ્ટ્રાઇકે મને ગહન રીતે વિચારતો કરી દીધો છે. પહેલાં મારા વિચારોમાં ફોરેન ક્યાં જવું, ક્યાં ભણવું તે વિચારો હતા પરંતુ જાહેરાત બાદ આખી રાત મેં જવું કે નહીં તેના વિચારો કર્યા છે.
માતા-પિતાએ મારા વિચારને સમર્થન આપ્યું
500-1000રૂપિયાની નોટ બંધ થવાને પગલે કાળું નાણું બહાર આવશે જેથી ફોરેન ભણવા જવાની જરૂર વિદ્યાર્થીઓને નહીં રહે. ભારતમાં સારું એજ્યુકેશન અને જોબ મળી શકશે તે બાબતે મારાં માતા-પિતાએ મને સમર્થન આપ્યું છે. મારા જેવાં કેટલાંય વિદ્યાર્થીઓ છે જે દિશામાં વિચાર કરી રહ્યાં છે.
અડધું કાળુ નાણું બહાર આવે તો ડોલર 40 રૂપિયા થઇ જશે




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય