આ બ્લૉગ શોધો
mpbhuasss

“ HIM I CALL MAHATMA , WHOSE HEART BLEEDS FOR THE POOR.”
thanganat

લેબલ્સ
- 6th guj med (8)
- 7th geog (3)
- 7th maths (7)
- ગાગરમાં સાગર (225)
- છબીઓ (27)
- ધો 10 (2)
- ધો.8 (4)
- ધો.8 science (4)
- ધો.8maths (1)
- નક્ષત્ર (14)
- નોટીસ બોર્ડ (5)
- વાંચન (36)
- શિક્ષક સારથી (8)
- સુપ્રભાત (1)
- હિંદી સંયુક્ત ધો.૧૦ (1)
- Algebra 10 (5)
- Algebra 9th (8)
- Geography 10 (17)
- Geometry 10 (3)
- gujarati 10 (10)
- History 10 (20)
- I C T 9th (2)
- ix rsp (2)
- marathi 10th (1)
- music (4)
- notice (1)
- paper (1)
- result (2)
- samaj seva 10 (2)
- sanskrit 10 (9)
- scholarship (1)
- science & tech 10 (34)
- textbook (2)
શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2016
ગુરુવાર, 29 સપ્ટેમ્બર, 2016
બુધવાર, 28 સપ્ટેમ્બર, 2016
.ગાગરમાં સાગર
ભાસ્કર િવશેષ
| ||
ચાલુ મુસાફરીએ અન્ય પેસેન્જરની સારવારની ઝંઝટ થાય તે માટે રિઝર્વેશન ફોર્મમાં ડિકલેરેશન કરતા નથી
| ||
ઓમકારસિંહ ઠાકુર | અમદાવાદ
| ||
અમદાવાદ ડિવિઝનના અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ સ્ટેશન પરથી છેલ્લા 6 મહિનામાં એક પણ પેસેન્જરે પોતે ડોક્ટરે જાહેરાત કરી ટિકિટ ભાડામાં 10 ટકા છૂટ મેળવી નથી. વધુમાં આખા વર્ષ દરમિયાન માંડ એક કે બે ડોક્ટરો ટિકિટ ખરીદતી વખતે પોતે ડોક્ટર હોવાની સત્તાવાર જાહેરાત કરે છે અને ભાડામાં છૂટ મેળવે છે. કોઈ પણ ડોક્ટરે ટ્રેનમાં મુસાફરી વખતે ભાડામાં છૂટ મેળવવાની પ્રક્રિયા ખૂબજ સરળ છે. સ્લીપર સહિત તમામ શ્રેણીના કોચમાં મુસાફરી કરવા માટે ડોક્ટરોએ રિઝર્વેશન ફોર્મમાં ઉપરના ભાગે દર્શાવેલ 'શું તમે ડોક્ટર છો' કોલમમાં હા લખવાનું હોય છે. જો તેઓ હાલ લખે તો તેમને ભાડામાં છૂટ મળી શકે છે. જો કે તેના બદલામાં ડોક્ટરોને મુસાફરી દરમિયાન પોતાની મેડિકલ બેગ સાથે રાખવાની હોય છે અને જરૂરિયાતના સમયે કોઈ પણ પેસેન્જરની સારવાર કરવાની હોય છે. પરંતુ ઝંઝટથી બચવા માટે ડોક્ટરો ટ્રેનમાં મુસાફરી દરમિયાન પોતાની ઓળખ છૂપાવી સામાન્ય પેસેન્જરોની જેમ રિઝર્વેશન ટિકિટ લઈ મુસાફરી કરે છે. વિશે ચર્ચા કરતા ડો. એસ. વી. ત્રિપાઠીએ જણાવ્યું કે, કોઈ પણ ડોક્ટર દર્દીની સારવાર કરવાથી ડરતો નથી અને અમારી ડ્યૂટી છે. પરંતુ મુસાફરી દરમિયાન તેમની પાસે જરૂરી તબીબી સાધનો કે જીવનરક્ષક દવાઓ હોતી નથી. આવા સંજોગોમાં કોઈ વ્યક્તિની સારવાર કઈ રીતે કરી શકાય છે. વધુમાં જો રેલવે દ્વારા ટ્રેનમાં જરૂરી દવાઓ અને સાધનોની વ્યવસ્થા કરવામાં આવે તો પેસેન્જરની સારવાર કરી શકાય છે. અન્ય એક ડો. આદિત્ય ઉપાધ્યાયે જણાવ્યું કે, તેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે પરંતુ ભાડામાં છૂટ લેતા નથી. અમારો સેવાનો વ્યવસાય છે પરંતુ મુસાફરી દરમિયાન પૂરતા સાધનો હોવાથી દર્દીની સારવાર કરી શકાતી નથી. જો કે કેટલીક પ્રાથમિક દવાઓ હું સાથે રાખું છું પરંતુ હજુ સુધી તેની જરૂર પડી નથી. ડોક્ટરો રિઝર્વેશન ફોર્મમાં પોતે ડોક્ટર છે કે નહીં તે લખતાં નથી. ટ્રેનમાં ડોક્ટરો કદી મુસાફરી કરતા નથી! |
મંગળવાર, 27 સપ્ટેમ્બર, 2016
.ગાગરમાં સાગર
ભાસ્કર િવશેષ
ભાસ્કર િવશેષ
| ||
8 વર્ષના પરીશ્રમથી તૈયાર કરાયેલો ઉપગ્રહ સવારે 9 વાગે અવકાશમાં પ્રક્ષેપણ કરાયું
| ||
ભાસ્કર ન્યૂઝ | મુંબઈ
| ||
IIT મુંબઈના એરોસ્પેસ એન્જિનિયરીંગ વિભાગમાં શિક્ષણ લેતા સપ્તશ્રી બંડોપાધ્યાય અને શશાંક તમાસકર નામના વિદ્યાર્થીઓને જુલાઈ 2007માં પ્રથમની ...અનુસંધાનપાનાં નં.6 સંકલ્પનાસૂઝી હતી. અનુસાર આઈઆઈટી એરોસ્પેસ એન્જિનિયરીંગ વિભાગે એની તૈયારીઓ શરૂ કરી હતી. ત્સુનામી જેવી ઘટનાની પૂર્વકલ્પના આપવાની ક્ષમતા પ્રથમમાં છે એવો દાવો મુંબઈ આઈઆઈટીએ કર્યો છે. વિશેષ એટલે ફક્ત 10 કિલો વજનના ઉપગ્રહના વખાણ ઈસરોએ પણ કર્યા છે. ઈંડિયન સ્પેસ રિસર્ચે 2009માં લઘુઉપગ્રહ બાબતે કરાર કર્યા હતા. પણ કેટલાક કારણોસર ઉપગ્રહ છોડવાને ગ્રીન સિગ્નલ મળતું નહોેતું. દરમિયાનના સમયમાં પ્રથમમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. સોમવારે અવકાશમાં ઉડાણ કર્યા પછી લઘુઉપગ્રહ 4 મહિના સુધી પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરશે. એમાંના 2 મહિના વિદ્યાર્થીઓ પ્રથમની અવકાશમાંની બાહ્ય તપાસ કરશે. એમાંની ત્રુટિઓ નોંધીને નવી યોજનાઓમાં ફેરફાર કરવામાં આવશે. લઘુઉપગ્રહ અવકાશમાં ભારતના વાતાવરણનો અભ્યાસ કરશે અને વાતાવરણમાં ફેરફાર નોંધશે. પ્રથમનો ઉદેશ વાતાવરણમાંફેરફારનો અભ્યાસ કરવો, ઈલેકટ્રોનનો અભ્યાસ કરવો, વધુમાં વધુ વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ નિર્માણ કરવો આમથાય છે પસંદગી આઈઆઈટીમુંબઈના એરોસ્પેસ એન્જિનિયરીંગમાં સપ્ટેમ્બરમાં પ્રથમની નવી ટીમની પસંદગી કરવામાં આવે છે. એના માટે પ્રશ્નોત્તર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થીઓએ રજૂઆત કરવી પડે છે. એમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. દર વર્ષે લગભગ 30 વિદ્યાર્થીઓની ટીમ પ્રથમ માટે કામ કરે છે. યોજનાનો ઉદેશ આઈઆઈટીસાથે એરોસ્પેસ એન્જિનિયરીંગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પ્રથમ હકનો મંચ છે. ભવિષ્યમાં દેશની કોલેજો, યુનિવર્સિટીઓ એકસાથે આવે અને પ્રથમનું કામ અખંડપણે ચાલુ રહે એની પાછળનો ુદેશ છે. મુંબઈ આઈઆઈટીના વિદ્યાર્થીઓએ બનાવેલા લઘુ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ |
સોમવાર, 26 સપ્ટેમ્બર, 2016
શનિવાર, 24 સપ્ટેમ્બર, 2016
શુક્રવાર, 23 સપ્ટેમ્બર, 2016
ગુરુવાર, 22 સપ્ટેમ્બર, 2016
મંગળવાર, 20 સપ્ટેમ્બર, 2016
.ગાગરમાં સાગર
ચૂંટણીને લીધે દસમા બારમા ધોરણનું ટાઈમટેબલ લટકી પડ્યું
સોશિયલ મીડિયા પર આવતા સંદેશાઓનો વિશ્ર્વાસ ન કરવા વિદ્યાર્થીઓને અપીલ |
અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા વિરોધ છતાં ચૂંટણી દરમિયાન શિક્ષકોને ડ્યૂટી સોપવામાં આવે છે અને સરકારી કર્મચારી અને સંસાધનોનો ઉપયોગ થાય છે. આ ઉપરાતં મતદાન કેન્દ્ર તરીકે સ્કૂલ પરિસરનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.
પરીક્ષા અને ચૂંટણી બન્ને સાથે હાથ ધરવી શક્ય નથી. આથી જો બન્નેની તારીખ નજીક-નજીક હોય તો પણ સમસ્યા સર્જાઈ શકે છે. આથી પરીક્ષા બૉર્ડે ચૂંટણી
પંચની તારીખોની રાહ જોવાનું ફરજિયાત બન્યું છે.
મનસેનો નવો ફતવો: નવરાત્રીના આયોજકો પાસેથી નફાના પચાસ ટકા લો! |
મુંબઈ: અત્યાર સુધી મરાઠીવાદને મુદ્દે ચૂંટણી જીતવા પ્રયત્ન કરી રહેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) આગામી સુધરાઈની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતી વિરુદ્ધ ઝેર ઓકવાનું ચાલુ કર્યું છે અને આને માટે નવરાત્રોત્સવને નિશાન બનાવ્યો છે. નવરાત્રિમાં દાંડિયારાસ માટે સુધરાઈના મેદાન ભાડે લેનારા આયોજક પાસેથી તેમના નફાના ૫૦ ટકા લેવાની માગણી મનસેએ સુધરાઈ સમક્ષ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં મોટા ભાગના આયોજકો ગુજરાતી છે.
સુધરાઈએ તહેવારોની ઉજવણી દરમિયાન તાત્પૂરતા બાંધવામાં આવતા મંડપો માટે વધુ ફી વસૂલ કરવાનો સર્ક્યુલર બહાર પાડયો હતો અને તે મુજબ કોઈ પણ ધર્મના ધાર્મિક તહેવારોની ઊજવણી કરતા સમયે કોઈ ઈવેન્ટ આયોજિત કરવામાં આવી હોય એ મુજબની ફી આયોજકો પાસેથી વસૂલ કરવામાં આવતી હતી ત્યારે આ સર્ક્યુલરમાંથી ધાર્મિક તહેવારની બાદબાકી કરી નાખવાની માગણી કરવામાં આવી હતી જેને સુધરાઈ કમિશનર અજોય મહેતાએ માન્ય રાખીને સર્ક્યુલરમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે અને એ મુજબ હવે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમના આયોજકો પાસેથી અગાઉ મુજબ ફી વસૂલ કરવી એવો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો. જેનો ફાયદો ગણેશોત્સવ દરમિયાન બાંધવામાં આવતા મંડપોને થયો હતો અને તે મુજબ જ હવે નવરાત્રિમાં ઠેર ઠેર માતાજીનું મૂર્તિની સ્થાપના કરનારા અને નવરાત્રિમાં ગરબાનું આયોજન કરનારા મંડળોને આ ફાયદો મળવાનો હતો, પણ મનસેના ગ્રુપ લીડર સંદીપ દેશપાંડેએ તેની સામે વાંધો ઉઠાવતો એક પત્ર સુધરાઈ કમિશનરને સોમવારે એક પત્ર લખ્યો હતો. સંદીપ દેશપાંડેના કહેવા મુજબ દાંડિયારાસના આયોજક અનેક ઠેકાણે હજારો રૂપિયાની ટિકિટ રાખતા હોય છે. એટલું જ નહીં પણ દાંડિયા આયોજકોને લાખો રૂપિયા પ્રાયોજકો પાસેથી મળતા હોય છે અને લાખો રૂપિયા કમાતા હોય છે એની સામે તેઓ સુધરાઈને નામ માત્ર ભાડું આપતા હોય છે. તેથી નવરાત્રિમાં સુધરાઈના ઓપન સ્પેસ ભાડા પર લેનારા તમામ આયોજકો પાસેથી વ્યવસાયિક દરે અથવા ૫૦ ટકા ભાગીદારીના એટલે કે તેમના નફાનો ૫૦ ટકા હિસ્સો લેવો જોઈએ. સંદીપ દેશપાંડેની આ માગણીને કારણે નવરાત્રિનું આયોજન કરનારા અનેક આયોજકોમાં નારાજગી વ્યાપી ગઈ છે. ---------------------------- સુધરાઈના સર્કયુલરનો ફાયદો થશે? થોડા દિવસ પહેલા સુધરાઈએ એક સર્ક્યુલર બહાર પાડયો હતો, જેમાં ૫૦૦ ચોરસ ફૂટ મંડપ માટે એક દિવસ માટે ૧૧ હજાર તો સાત દિવસ માટે ૨૩ હજાર રૂપિયા, ૧૦૦૦ ચોરસફૂટ સુધીના મંડપ માટે એક દિવસનું ૧૫,૫૦૦, તો સાત દિવસ માટે ૩૯,૫૦૦ અને ૧૦૦૦ ચોરસફૂટના મંડપને એક દિવસ માટે ૨૭,૦૦૦ તો સાત દિવસ માટે ૫૧ હજાર રૂપિયા વસૂલ કરવામાં આવે છે. આ નવા જાહેર કરેલા દરમાંથી ધામિર્ક તહેવારની ઊજવણી કરનારા મંડળોને રાહત આપવામાં આવી હતી અને તેનો ફાયદો નવરાત્રિના આયોજકોને પણ મળવાનો હતો. |
સોમવાર, 19 સપ્ટેમ્બર, 2016
રવિવાર, 18 સપ્ટેમ્બર, 2016
શનિવાર, 17 સપ્ટેમ્બર, 2016
શુક્રવાર, 16 સપ્ટેમ્બર, 2016
ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2016
.ગાગરમાં સાગર
14 ફૂટથી ઊંચાં ઝૂપડાંઓ પર ઓકટોબરથી કાર્યવાહી શરૂ થશે
|
ભાસ્કર ન્યૂઝ | મુંબઈ
|
મુંબઈમાં14 ફૂટ કરતાં ઊંચાં ઝૂપડાંઓ આગામી મહિનાથી કાર્યવાહી કરવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકા પ્રશાસને લીધો છે. મહાપાલિકા ચૂંટણીને ટાંકણે થનાર પ્રસ્તાવિત કાર્યવાહીને લીધે શિવસેના, કોંગ્રેસ સહિત અનેક પક્ષોની વોટ બેંક પર અસર થવાનાં ચિહનો છે. ભાજપને ઈશારે કાર્યવાહી થવાની ચર્ચા હોઈ એને લીધે ભાજપ- શિવસેનામાં ફરી તૂતૂમૈંમૈં થવાની શક્યતા છે. મહાપાલિકાએ 14 ફૂટ સુધીનાં ઝૂંપડાંઓને સંરક્ષણ આપ્યું છે. જોકે મુંબઈમાં ઝૂંપડાંઓ ઊંચાઈ વધી જાય છે. કેટલાંક ઝૂંપડાંઓ તો ચાર- પાંચ માળા સુધી ઊંચા થઈ ગયા છે. 14 ફૂટથી વધારે ઊંચાં ગેરકાયદે ઝૂંપડાંઓનું સર્વેક્ષણ કરવાનો આદેશ મહાપાલિકા આયુક્ત અજોય મહેતાએ મહાપાલિકાના 24 વોર્ડના અધિકારીઓને આપ્યા છે. અનુસાર સર્વેક્ષણ કરવા માટે ટીમ નિયુક્ત કરવામાં આવી છે. મુંબઈનાં ઝૂંપડાંઓમાં લગભગ 70 લાખ લોકો રહે છે. એમાં દલિત, મુસ્લિમ, ઉત્તર અને દક્ષિણ ભારતીય લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. મરાઠી મતદારોની સંખ્યા પણ નોંધનીય છે. ઝૂંપડાંઓમાં વિવિધ પક્ષોની વોટ બેંક રહે છે. તેથી મહાપાલિકાની પ્રસ્તાવિત કાર્યવાહીને લીધે પક્ષોના મત પર અસર થઈ શકે છે. ભાજપને પણ થોડો ઘણો ફટકો પડી શકે છે. મહાપાલિકાની આગામી ચૂંટણી માટે 3 ઓકટોબરના વોર્ડ અનામતની લોટરી નીકળવાની હોઈ પછી વોર્ડસની ફેરરચના પણ જાહેર થશે. ફેરરચનાને લીધે પૂર્વ- પશ્ચિમ ઉપનગરોના મતદાર સંઘો તૂટશે. તેથી રાજકીય પક્ષોમાં અસ્વસ્થતા છે ત્યાં મુંબઈ મહાપાલિકાના પ્રશાસને નિર્ણય લીધો છે. એસઆરએને લીધે ઊંચાઈમાં વધારો 1જાન્યુઆરી, 1995 પહેલાંનાં ઝૂંપડાંઓને સંરક્ષણ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. તેથી 2000માં ઝૂંપડાંઓનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. પછી ઝૂંપડાંઓમાં રહેનાર લોકોને ઘરની પાવતીઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. ઝૂંપડાંઓને સંરક્ષણ મળશે એની ખાતરી થયા પછી રહેવાસીઓએ ઝૂંપડાંઓની ઊંચાઈ વધારવાની શરૂઆત કરી હતી. પછી આવેલી ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના (એસઆરએ) પણ ઝૂંપડાંઓની ઊંચાઈ વધવા માટે કારણભૂત બની હતી. ઝૂંપડાંઓનાટાવરના વિસ્તાર બહેરામપાડા(બાંદરા), ધારાવી, એન્ટોપ હિલ, માલવણી, મલાડ, કાંદિવલી, કુરાર વિલેજ, કુર્લા (પૂર્વ), મરોલ પાઈપલાઈન, સાંતાક્રુઝ એરપોર્ટ પરિસર, વાકોલા, જરીમરી, બેલબજાર કુર્લા, ઘાટકોપર પશ્ચિમ, અસલ્ફા વિલેજ, ચિરાગનગર, વડાલા, શિવરી, રે રોડ, સાકીનાકા, ગોવંડી, શિવાજીનગર, ગણપત પાટીલનગર (દહિસર), માનખુર્દ, બહેરામબાગ (જોગેશ્વરી). |
બુધવાર, 14 સપ્ટેમ્બર, 2016
મંગળવાર, 13 સપ્ટેમ્બર, 2016
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
શાસન નિર્ણય
શાસન નિર્ણય