14 ફૂટથી ઊંચાં ઝૂપડાંઓ પર ઓકટોબરથી કાર્યવાહી શરૂ થશે
|
ભાસ્કર ન્યૂઝ | મુંબઈ
|
મુંબઈમાં14 ફૂટ કરતાં ઊંચાં ઝૂપડાંઓ આગામી મહિનાથી કાર્યવાહી કરવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકા પ્રશાસને લીધો છે. મહાપાલિકા ચૂંટણીને ટાંકણે થનાર પ્રસ્તાવિત કાર્યવાહીને લીધે શિવસેના, કોંગ્રેસ સહિત અનેક પક્ષોની વોટ બેંક પર અસર થવાનાં ચિહનો છે. ભાજપને ઈશારે કાર્યવાહી થવાની ચર્ચા હોઈ એને લીધે ભાજપ- શિવસેનામાં ફરી તૂતૂમૈંમૈં થવાની શક્યતા છે. મહાપાલિકાએ 14 ફૂટ સુધીનાં ઝૂંપડાંઓને સંરક્ષણ આપ્યું છે. જોકે મુંબઈમાં ઝૂંપડાંઓ ઊંચાઈ વધી જાય છે. કેટલાંક ઝૂંપડાંઓ તો ચાર- પાંચ માળા સુધી ઊંચા થઈ ગયા છે. 14 ફૂટથી વધારે ઊંચાં ગેરકાયદે ઝૂંપડાંઓનું સર્વેક્ષણ કરવાનો આદેશ મહાપાલિકા આયુક્ત અજોય મહેતાએ મહાપાલિકાના 24 વોર્ડના અધિકારીઓને આપ્યા છે. અનુસાર સર્વેક્ષણ કરવા માટે ટીમ નિયુક્ત કરવામાં આવી છે. મુંબઈનાં ઝૂંપડાંઓમાં લગભગ 70 લાખ લોકો રહે છે. એમાં દલિત, મુસ્લિમ, ઉત્તર અને દક્ષિણ ભારતીય લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. મરાઠી મતદારોની સંખ્યા પણ નોંધનીય છે. ઝૂંપડાંઓમાં વિવિધ પક્ષોની વોટ બેંક રહે છે. તેથી મહાપાલિકાની પ્રસ્તાવિત કાર્યવાહીને લીધે પક્ષોના મત પર અસર થઈ શકે છે. ભાજપને પણ થોડો ઘણો ફટકો પડી શકે છે. મહાપાલિકાની આગામી ચૂંટણી માટે 3 ઓકટોબરના વોર્ડ અનામતની લોટરી નીકળવાની હોઈ પછી વોર્ડસની ફેરરચના પણ જાહેર થશે. ફેરરચનાને લીધે પૂર્વ- પશ્ચિમ ઉપનગરોના મતદાર સંઘો તૂટશે. તેથી રાજકીય પક્ષોમાં અસ્વસ્થતા છે ત્યાં મુંબઈ મહાપાલિકાના પ્રશાસને નિર્ણય લીધો છે. એસઆરએને લીધે ઊંચાઈમાં વધારો 1જાન્યુઆરી, 1995 પહેલાંનાં ઝૂંપડાંઓને સંરક્ષણ આપવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો હતો. તેથી 2000માં ઝૂંપડાંઓનું સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. પછી ઝૂંપડાંઓમાં રહેનાર લોકોને ઘરની પાવતીઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. ઝૂંપડાંઓને સંરક્ષણ મળશે એની ખાતરી થયા પછી રહેવાસીઓએ ઝૂંપડાંઓની ઊંચાઈ વધારવાની શરૂઆત કરી હતી. પછી આવેલી ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના (એસઆરએ) પણ ઝૂંપડાંઓની ઊંચાઈ વધવા માટે કારણભૂત બની હતી. ઝૂંપડાંઓનાટાવરના વિસ્તાર બહેરામપાડા(બાંદરા), ધારાવી, એન્ટોપ હિલ, માલવણી, મલાડ, કાંદિવલી, કુરાર વિલેજ, કુર્લા (પૂર્વ), મરોલ પાઈપલાઈન, સાંતાક્રુઝ એરપોર્ટ પરિસર, વાકોલા, જરીમરી, બેલબજાર કુર્લા, ઘાટકોપર પશ્ચિમ, અસલ્ફા વિલેજ, ચિરાગનગર, વડાલા, શિવરી, રે રોડ, સાકીનાકા, ગોવંડી, શિવાજીનગર, ગણપત પાટીલનગર (દહિસર), માનખુર્દ, બહેરામબાગ (જોગેશ્વરી). |
આ બ્લૉગ શોધો
mpbhuasss

“ HIM I CALL MAHATMA , WHOSE HEART BLEEDS FOR THE POOR.”
thanganat

લેબલ્સ
- 6th guj med (8)
- 7th geog (3)
- 7th maths (7)
- ગાગરમાં સાગર (225)
- છબીઓ (27)
- ધો 10 (2)
- ધો.8 (4)
- ધો.8 science (4)
- ધો.8maths (1)
- નક્ષત્ર (14)
- નોટીસ બોર્ડ (5)
- વાંચન (36)
- શિક્ષક સારથી (8)
- સુપ્રભાત (1)
- હિંદી સંયુક્ત ધો.૧૦ (1)
- Algebra 10 (5)
- Algebra 9th (8)
- Geography 10 (17)
- Geometry 10 (3)
- gujarati 10 (10)
- History 10 (20)
- I C T 9th (2)
- ix rsp (2)
- marathi 10th (1)
- music (4)
- notice (1)
- paper (1)
- result (2)
- samaj seva 10 (2)
- sanskrit 10 (9)
- scholarship (1)
- science & tech 10 (34)
- textbook (2)
ગુરુવાર, 15 સપ્ટેમ્બર, 2016
.ગાગરમાં સાગર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
શાસન નિર્ણય
શાસન નિર્ણય
Most Popular
-
test no 44.pdf dho.10
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો