ભાસ્કર િવશેષ
| ||
ચાલુ મુસાફરીએ અન્ય પેસેન્જરની સારવારની ઝંઝટ થાય તે માટે રિઝર્વેશન ફોર્મમાં ડિકલેરેશન કરતા નથી
| ||
ઓમકારસિંહ ઠાકુર | અમદાવાદ
| ||
અમદાવાદ ડિવિઝનના અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ સ્ટેશન પરથી છેલ્લા 6 મહિનામાં એક પણ પેસેન્જરે પોતે ડોક્ટરે જાહેરાત કરી ટિકિટ ભાડામાં 10 ટકા છૂટ મેળવી નથી. વધુમાં આખા વર્ષ દરમિયાન માંડ એક કે બે ડોક્ટરો ટિકિટ ખરીદતી વખતે પોતે ડોક્ટર હોવાની સત્તાવાર જાહેરાત કરે છે અને ભાડામાં છૂટ મેળવે છે. કોઈ પણ ડોક્ટરે ટ્રેનમાં મુસાફરી વખતે ભાડામાં છૂટ મેળવવાની પ્રક્રિયા ખૂબજ સરળ છે. સ્લીપર સહિત તમામ શ્રેણીના કોચમાં મુસાફરી કરવા માટે ડોક્ટરોએ રિઝર્વેશન ફોર્મમાં ઉપરના ભાગે દર્શાવેલ 'શું તમે ડોક્ટર છો' કોલમમાં હા લખવાનું હોય છે. જો તેઓ હાલ લખે તો તેમને ભાડામાં છૂટ મળી શકે છે. જો કે તેના બદલામાં ડોક્ટરોને મુસાફરી દરમિયાન પોતાની મેડિકલ બેગ સાથે રાખવાની હોય છે અને જરૂરિયાતના સમયે કોઈ પણ પેસેન્જરની સારવાર કરવાની હોય છે. પરંતુ ઝંઝટથી બચવા માટે ડોક્ટરો ટ્રેનમાં મુસાફરી દરમિયાન પોતાની ઓળખ છૂપાવી સામાન્ય પેસેન્જરોની જેમ રિઝર્વેશન ટિકિટ લઈ મુસાફરી કરે છે. વિશે ચર્ચા કરતા ડો. એસ. વી. ત્રિપાઠીએ જણાવ્યું કે, કોઈ પણ ડોક્ટર દર્દીની સારવાર કરવાથી ડરતો નથી અને અમારી ડ્યૂટી છે. પરંતુ મુસાફરી દરમિયાન તેમની પાસે જરૂરી તબીબી સાધનો કે જીવનરક્ષક દવાઓ હોતી નથી. આવા સંજોગોમાં કોઈ વ્યક્તિની સારવાર કઈ રીતે કરી શકાય છે. વધુમાં જો રેલવે દ્વારા ટ્રેનમાં જરૂરી દવાઓ અને સાધનોની વ્યવસ્થા કરવામાં આવે તો પેસેન્જરની સારવાર કરી શકાય છે. અન્ય એક ડો. આદિત્ય ઉપાધ્યાયે જણાવ્યું કે, તેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે પરંતુ ભાડામાં છૂટ લેતા નથી. અમારો સેવાનો વ્યવસાય છે પરંતુ મુસાફરી દરમિયાન પૂરતા સાધનો હોવાથી દર્દીની સારવાર કરી શકાતી નથી. જો કે કેટલીક પ્રાથમિક દવાઓ હું સાથે રાખું છું પરંતુ હજુ સુધી તેની જરૂર પડી નથી. ડોક્ટરો રિઝર્વેશન ફોર્મમાં પોતે ડોક્ટર છે કે નહીં તે લખતાં નથી. ટ્રેનમાં ડોક્ટરો કદી મુસાફરી કરતા નથી! |
આ બ્લૉગ શોધો
mpbhuasss

“ HIM I CALL MAHATMA , WHOSE HEART BLEEDS FOR THE POOR.”
thanganat

લેબલ્સ
- 6th guj med (8)
- 7th geog (3)
- 7th maths (7)
- ગાગરમાં સાગર (225)
- છબીઓ (27)
- ધો 10 (2)
- ધો.8 (4)
- ધો.8 science (4)
- ધો.8maths (1)
- નક્ષત્ર (14)
- નોટીસ બોર્ડ (5)
- વાંચન (36)
- શિક્ષક સારથી (8)
- સુપ્રભાત (1)
- હિંદી સંયુક્ત ધો.૧૦ (1)
- Algebra 10 (5)
- Algebra 9th (8)
- Geography 10 (17)
- Geometry 10 (3)
- gujarati 10 (10)
- History 10 (20)
- I C T 9th (2)
- ix rsp (2)
- marathi 10th (1)
- music (4)
- notice (1)
- paper (1)
- result (2)
- samaj seva 10 (2)
- sanskrit 10 (9)
- scholarship (1)
- science & tech 10 (34)
- textbook (2)
બુધવાર, 28 સપ્ટેમ્બર, 2016
.ગાગરમાં સાગર
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
શાસન નિર્ણય
શાસન નિર્ણય
Most Popular
-
test no 44.pdf dho.10
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો