મંગળવાર, 31 મે, 2016

news



વૉટ્સએપ અમુક સારાં કાર્યો કરે છે. તેના પર અમુક નાના-નાના પણ ઉત્તમ સંદેશાઓ આવે છે. આવા એક સંદેશા પૈકીનો એક છે - તુલસીદાસજીએ હજારો વર્ષ પહેલાં ‘હનુમાન ચાલીસા’માં સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર વર્ણવી દીધું હતું. ‘હનુમાન ચાલીસા’માં હનુમાનજીનું મહત્ત્વ વર્ણવાયેલું છે. હનુમાનજી સૂર્યને ફળ સમજીને તેને ખાવા ધસી ગયા હતા. તે વાત વર્ણવતા તુલસીદાસજીએ લખ્યું હતું:

જુગ સહસ્ર જોજન પર ભાનુ

લિલ્યો તાહિ મધુર ફલ જાનુ

ઉત્તર પ્રદેશ બાજુ ‘ય’ને ‘જ’ બોલાય છે. ‘વ’ને ‘બ’ બોલાય છે. ‘યજ્ઞ’ને ‘જજ્ઞ’ બોલાય છે. ‘યજમાન’ને ‘જજમાન’ કહેવાય છે. આ રીતે ‘યુગ’ને જુગ બોલાય છે. ‘યોજન’નું ‘જોજન’ થયું. એક યુગ બરાબર ૧૨,૦૦૦. સહસ્ર બરાબર ૧,૦૦૦. અને એક યોજન બરાબર ૮ માઇલ. આમ જુગ સહસ્ર બરાબર ૧૨,૦૦૦ ગુણ્યા ૧,૦૦૦ ગુણ્યા ૮ એટલે કે ૯૬ ની પાછળ છ શૂન્ય. ૯,૬૦,૦૦,૦૦૦ માઇલ. ૯ કરોડ ૬૦ લાખ માઇલ. માઇલને કિલોમીટરમાં ફેરવીએ તો એક માઇલ બરાબર ૧.૬ કિલોમીટર. ૯.૬ કરોડ માઇલ ગુણ્યા ૧.૬ બરાબર ૧૫,૩૬,૦૦,૦૦૦ એટલે કે ૧૫ કરોડ ૩૬ લાખ કિલોમીટર. નાસાની વેબસાઇટ પર જોશો તો સૂર્યથી પૃથ્વીનું અંતર ૯૩ મિલિયન એટલે કે ૯ કરોડ ૩૦ લાખ માઇલ અથવા ૧૫૦ મિલિયન કિલોમીટર અર્થાત ૧૫ કરોડ કિલોમીટર આપેલા છે.

હવે તુલસીદાસજી ક્યારે પૃથ્વી પર હતા? તુલસીદાસજીનો સમય ઈ.સ. ૧૫૩૨થી ૧૬૨૩નો કહેવાય છે. અને સૌ પ્રથમ વાર સૂર્ય અને પૃથ્વીનું અંતર ક્યારે મપાયું? કાસિની નામના વૈજ્ઞાનિકે ઈ. સ. ૧૬૭૨માં સૂર્ય અને પૃથ્વીનું અંતર સૌ પ્રથમ અને ચોક્કસ વૈજ્ઞાનિક રીતે આપ્યું. અર્થાત તુલસીદાસજીના દેહાંત પછી ૪૯ વર્ષ એટલે કે લગભગ અડધી સદી પછી.

પણ તુલસીદાસજીય સૌ પ્રથમ આ અંતર જણાવનાર નહોતા! એ તો એમના કરતાંય ઘણાં વર્ષો પહેલાં પુરાણોમાં અને તે કરતાંય પહેલાં રચાયેલા વેદોમાં અપાઈ ગયું હતું! પરંતુ આપણા ધર્મગ્રંથોમાં અપાયેલી વાતોને આપણે ‘મિથ’ (કથા) માની લઈએ છીએ. કેમ કે એમાં સજીવારોપણ કરીને વાત કરાયેલી છે. બૃહસ્પતિને ગ્રહ તરીકે નહીં પણ દેવોના ગુરુ તરીકે દર્શાવાયેલા છે. આ વાત સમજવા માટે તમારે ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’નો એક એપિસોડ જે તાજેતરમાં રાત્રે ૧૧.૩૦ વાગે રિપીટ બતાવાયેલો જોવો પડે!













રવિવાર, 29 મે, 2016

news

અવકાશ વિજ્ઞાનમાં હરણફાળ











                                            
               




અવકાશ વિજ્ઞાનમાં હરણફાળ


સાંપ્રત - મિતા ઉપાધ્યાય


શ્રીહરિકોટાના અવકાશ મથકેથી વિજ્ઞાનીઓએ વિકસાવેલું ફરી ઉપયોગમાં લઈ શકાય એવું રિયુઝેબલ લૉન્ચ વેહિકલ (આરએલવી)નું સફળ પરીક્ષણ તાજેતરમાં કરવામાં આવ્યું છે. અવકાશ વિજ્ઞાનીઓએ મેળવેલી વેહિકલ લૉન્ચ ટૅકનોલોજીમાં તેમની નિપુણતાનો આ વધુ એક જીવતોજાગતો પુરાવો છે. ટૂંકમાં કહેવું હોય તો ઈન્ડિયન સ્પેસ ઓર્ગેનાઈઝેશન (ઇસરોે) નજીકના ભવિષ્યમાં લૉન્ચ સર્વિસ અત્યારના દર કરતાં ઓછા દરે ઑફર કરી શકશે અને શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશે.

પોલાર સૅટેલાઈટ લૉન્ચ વેહિકલ (પીએસએલવી) સાથે અવકાશ એજન્સીનો રેકોર્ડ અત્યંત ઊચ્ચ કોટિનો છે. આના ઉપયોગથી એકસાથે ૩૦ ઉપગ્રહોને સીધા અવકાશની ભ્રમણકક્ષામાં છોડીને સલામતપણે ગોઠવવામાં આવ્યા હતા. એમકે૩ વર્ઝન સાથેના જીએસએલવીને કારણે હવે ઈસરો ભારે વજનવાળા સૅટેલાઈટ્સ (ઉપગ્રહો)ને પણ અવકાશમાં મોકલવાનો પ્રયાસ કરી શકશે.

આ સમગ્ર પ્રક્રિયા પડકારજનક છે. એનું મુખ્ય કારણ એ છે કે લૉન્ચ વેહિકલ સફળતાપૂર્વક કામ પાર પાડી શકે એવા, ૉતેમ જભારે વજનનું વહન કરવાની ક્ષમતાવાળા હોય અને તેનો ઉત્પાદન ખર્ચ પણ ઓછો હોય એવા હોવા જોઈએ. એનો અર્થ એવો થયો કે જીએસએલવી ૩.૫ ટન(૨ ટનથીવધુ) વજનનું વહન કરવામાં કાર્યક્ષમ હોવું જોઈએ. એમાં જો સફળતા મળે તો જે સૅટેલાઈટ લૉન્ચ કરે તેની ખર્ચ કિલોદીઠ ઓછો થાય.

ભારતની સરસાઈ અને શ્રેષ્ઠતા

ભારતના અવકાશ કાર્યક્રમની મુખ્ય લાક્ષણિકતા એ છે કે ઓછા ખર્ચે વધુ કાર્યક્ષમતા મેળવી શકાય છે. આમ પણ કોઈ પણ અવકાશ કાર્યક્રમ ખર્ચાળ અને જોખમી હોય છે. રિયુઝેબલ રૉકેટ ટૅકનોલોજી ખર્ચ ઘટાડવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ બાબતે ભારતે આગેવાની લીધી છે અને પોતાની ક્ષમતાનું નિદર્શન કર્યું છે. દા.ત. માર્સ ઑર્બિટર મિશન(એમઓએમ) માટેનો ખર્ચ અંદાજે રૂ. ૪૫૦ કરોડ જેટલો થાય એને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સરખામણીમાં ‘ઘણો ઓછો’ લેખવામાં આવે છે. દેશમાં વિકસાવવામાં આવેલું ૧.૭૫ ટન વજનનું ટ્વિન પાંખ ધરાવતું આરએલવી દેશના અવકાશયાનનું પોતીકું વર્ઝન છે. ઉચ્ચ ટૅકનોલોજીની સિદ્ધિ છે. તેનું સાધ્ય ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મોકલીને તેમને ભૂમિ પરના મથકે સહીસલામત પાછા લાવવાનું છે જેથી તેનો બીજા મિશન માટે ઉપયોગ કરી શકાય. ઈસરોને લોન્ચ માટે થતો ખર્ચ ઘટાડી શકાશે. ઈસરોની અત્યાર સુધીની પ્રમાણભૂત કામગીરીમાં ઑટો નેવિગેશન, ગાઈડન્સ એન્ડ ક્ધટ્રોલ, રિ-યુઝેબલ થર્મલ પ્રોટેકશન સિસ્ટમ અને રી-એન્ટ્રી મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. રસપ્રદ બાબત એ છે કે સંરક્ષણ વિજ્ઞાનીઓએ ગાઈડેડ મિસાઈલ ટૅકનોલોજી માટે રી-એન્ટ્રી ટૅકનોલોજીમાં નિપુણતા હાંસલ કરી છે. એનું જીવતુંજાગતું ઉદાહરણ આ પરીક્ષણ છે.

બે તબક્કા

આરએલવી માટેની ટૅકનોલોજી ટુ-સ્ટેજ ઑર્બિટ ક્ધસેપ્ટ છે. પ્રથમ તબક્કામાં ઍર બ્રિધિંગ પ્રોપલઝન સિસ્ટમ બૉર્ડ પરના ફ્યુઅલને સળગાવે છે. તેના ધક્કાથી હવામાં ફ્લાઈટ પાથ બને છે. બીજા તબક્કામાં ઉપગ્રહ અવકાશમાં નિશ્ર્ચિત ઊંચાઈએ પહોંચ્યા પછી તેને છૂટો પાડવામાં આવે છે. લૉન્ચર છૂટું પડ્યા પછી ભૂમિ પર પાછું ફરે છે.

તાજેતરના પરીક્ષણમાં આરએલવી લૉન્ચ પૅડ પરથી ઊંચકાઈને વાતાવરણમાં સ્પેશિયલ રૉકેટ બૂસ્ટરની મદદથી આકાશમાં ૬૫ કિ.મી. થી વધુ ઊંચાઈએ ગયા પછી રિલીઝ થઈને પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યા પછી બંગાળના અખાતમાં ઉતરાણ કર્યું હતું. રિયુઝેબલ રૉકેટ ટૅકનોલોજી વિકસાવવાનું ઈસરોએ પહેલું ડગલું ભર્યું છે.

રિયુઝેબલ રૉકેટ ટૅકનોલોજી અત્યારસુધી અમેરિકાની નાસાની વિશેષ કાબેલિયત લેખાય છે. નાસાએ ૧૯૮૦ના દાયકાના આરંભથી અત્યારસુધીમાં એન્ટરપ્રાઈઝ, ચૅલેન્જર અને કોલંબિયા અવકાશયાન અવકાશમાં મોકલ્યા છે. પરંતુ કૉલમ્બિયા અવકાશયાનની કરુણાંતિકામાં ભારતીય મૂળની મહિલા અવકાશ વિજ્ઞાની કલ્પના ચાવલા ગુમાવી એ નાસા માટે એ મોટો કુઠારાઘાત ગણી શકાય.

દુનિયાના ઘણા દેશોમાં પણ ઘણાં કોન્સેપ્ટ અને ટૅકનોલોજી વિકસાવવામાં આવી રહ્યા છે. ચીન પૅરાગ્લાઈડર ટાઈપની વિન્ગ વિકસાવવા પ્રયોગ કરી રહ્યું છે. સ્વીસ સ્પેસ સિસ્ટમ હજુ પાંખો ફફડાવી રહી છે. ફ્રાન્સ અને જર્મની સંયુક્ત કાર્યક્રમ હાથ ધરી રહ્યા છે. યુક્રેઈન પોતીકું વર્ઝન વિકસાવી રહ્યું છે.

છેલ્લા બે દાયકામાં અવકાશ યાત્રાની બાબતમાં ખાનગી કંપનીઓ અને મલ્ટિબિલિયોનર્સને પ્રવાસન ક્ષેત્ર તરીકે અવકાશયાત્રાનું આયોજન કરવા આકર્ષાઈ રહ્યા છે. આ કામગીરીમાં હવે સ્પેસ એકસનું આકર્ષણ વધી રહ્યું છે. તેના ફાલ્કન ૯ રૉકેટ દ્વારા ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો. તે ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના કાર્ગો સુધી પહોંચી ગઈ છે. તેના બ્લુ ઓરિજિન રૉકેટે આકાશમાં સીધું ઉડાણ ભર્યું હતું. તેનું લેન્ડિંગ રૉકેટ આકાશમાં પહોંચ્યા પછી ભૂમિ પર પાછું આવ્યું હતું. હવે આ સ્પર્ધામાં ઈસરોએ ઝુકાવ્યું હોવાથી સ્ટારવૉર ચાલ્યા કરશે. સફળતા કે નિષ્ફળતાનો ફેંસલો ભવિષ્યમાં થશે.


Indic Character Map

                       
                          

શુક્રવાર, 27 મે, 2016

news

'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore

સ્ટ્રેલિયાની સરકારે 16 જૂન, 2015ના રોજ ઇન્ટરનેશનલ એજ્યુકેશન સેક્ટરને સપોર્ટ કરવા 1 જુલાઈ, 2016થી SSVFની નવી સ્ટુડન્ટ વિઝા પોલિસી લાગુ કરવાનું નક્કી કહ્યું હતું જેમાં સુધારા કરવામાં આવ્યા છે. અત્યારે 8 જેટલા સ્ટુડન્ટ વિઝા સબક્લાસીસ છે. તેને ઘટાડીને માત્ર બે કરી દેવામાં આવશે છે અને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ માટે સિંગલ ઇમિગ્રેશન રિસ્ક ફ્રેમવર્ક દાખલ કરવામાં આવશે.
DIBP (ડિપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશન એન્ડ બોર્ડર પ્રોટેક્શન), ઓસ્ટ્રેલિયાએ ઈન્ટરનેશનલ સ્ટુન્ડ વિઝા માટેનું નવું માળખું બહાર પાડેલું છે. SSVF એટલે કે, સિમ્પ્લિફાઇડ સ્ટુડન્ટ વિઝા ફ્રેમવર્ક મુજબ તેમાં મુખ્ય ફેક્ટર્સ વિદ્યાર્થી જેન્યુઇન છે અને અંગ્રેજી તેમજ આર્થિક બેકગ્રાઉન્ડ સારું છે તેના પુરાવા પર ધ્યાન રાખવામાં આવ્યું છે.
જે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ SSVF પોલિસી જે 1 જુલાઈ, 2016થી લાગુ પડે છે તે પહેલાં જો વિઝાની અરજી કરવા માગે છે તો નવી પોલિસી આવે અને બધા નિયમોથી માહિતગાર થવાય ત્યાં સુધી જે અનિશ્ચિતતાનો સમયગાળો આવશે તેનાથી બચવા માગે છે તેઓ ખાસ કરીને 1 જુલાઈ, 2016 પહેલાં વિઝા માટે અરજી કરી દેવી જોઈએ.
SSVFનામાળખા મુજબ DIBPના સુધારા
}સ્ટુડન્ટવિઝા માટે માત્ર બે સબક્લાસ : સબક્લાસ 500 (સ્ટુડન્ટ) અને સબક્લાસ 590 (Student Guardian)
}SSVFનીપોલિસી વિદ્યાર્થીઓ માટે સરળ રહેશે અને જે પહેલાં SVP (Streamline Visa Process)માં માત્ર ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ અને થોડીક કોલેજો ભાગ લઈ શકતી હતી. હવે તેના બદલે બધી CRICOS માન્ય યુનિવર્સિટીઓ અને કોલેજો SSVF પોલિસીમાં ભાગ લઈ શકશે અને તે માટે દરેક ઇન્સ્ટિટ્યૂટે અરજી કરવાની જરૂર નથી.
}SSVFપોલિસી દ્વારા 1 જુલાઈ, 2016થી બધા વિદ્યાર્થીઓ તેમની વિઝા એપ્લિકેશન ઓનલાઈન સબમિટ કરી શકશે. તે માટે વિઝા ફી ક્રેડિટ કાર્ડ કે ઇન્ટરનેશનલ ડેબિટ કાર્ડથી ભરી શકશે. આમ, SSVF પોલિસી દ્વારા જે જેન્યુઇન વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં ભણવા માગે છે તેમને માટે એડમિશન માટેના વિકલ્પો અને વિઝા એપ્લિકેશન ઓનલાઈન કરવાનું સરળ બનશે.
}SSVFપોલિસીમાં ઓનલાઇન એપ્લિકેશન્સમાં હાઈ રિસ્ક એપ્લિકેશન્સની મોટાભાગે ન્યૂ દિલ્હી, વિઝા ઓફિસમાં અને લો રિસ્ક એપ્લિકેશન્સની મોટાભાગે ઓસ્ટ્રેલિયામાં પ્રોસેસ થશે.
}વિદ્યાર્થીઓએપહેલાં એક વર્ષ માટે લિવિંગ કોસ્ટ AUD 18610 બતાવવામાં આવતા હતા, જે હવે નવા સુધારા મુજબ AUD 19830 એક વર્ષ માટે બતાવવા પડશે.
}જેપરિવારનો સભ્ય ઓસ્ટ્રેલિયા જતો હોય તેના માટે ફંડ ગણવામાં આવશે, તેથી જો સ્પાઉસ વિદ્યાર્થી સાથે ના જતા હોય તો સ્પાઉસનો લિવિંગ કોસ્ટ ગણવાની તેમજ વિઝા અરજીમાં બતાવવાની જરૂર રહેશે નહીં.
}જૂન2016ના અંત સુધીમાં SVP (સ્ટ્રીમલાઇન વિઝા પ્રોસેસિંગ)ની પોલિસી ગાઇડલાઇન્સ એક્સપાયર થઈ જશે.
}SVPનીજેમ SSVFમાં ઇન્સ્ટિટ્યૂટ્સે પોતાના એજ્યુકેશનના બિઝનેસ પાર્ટનર જાહેર કરવા જરૂરી નથી. { prasanna@educationworld.co.in
સ્પાઉસ વિદ્યાર્થી સાથે ના જતા હોય તો સ્પાઉસનો લિવિંગ કોસ્ટ ગણવાની તેમજ વિઝા અરજીમાં બતાવવાની જરૂર રહેશે નહીં
SSVF : ઓસ્ટ્રેલિયાની નવી સ્ટુડન્ટ વિઝા પોલિસી
સ્ટડી અબ્રોડ
પ્રસન્ન આચાર્ય

news

નેશનલ જિઓગ્રાફિક બી કોન્ટેસ્ટમાં ભારતીય રિષી નાયર પ્રથમ આવ્યો

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194043





















ગુરુવાર, 26 મે, 2016

અરાકુ વેલી અને ટ્રેનની સફર...

અરાકુ વેલી અને ટ્રેનની સફર...: ગરમીના દિવસોમાં નજીકના હિલ સ્ટેશન માથેરાન કે ખંડાલા સ્થાનિકો જ નહીં, પણ પ્રવાસીઓના હરવા ફરવાનું ફેવર

ઈશ્ર્વરે ઘડી હતી તો પછી મારું નસીબ કેમ આવું લખ્યું?

ઈશ્ર્વરે ઘડી હતી તો પછી મારું નસીબ કેમ આવું લખ્યું?: નામ : જસમા  સ્થળ :  પાટણ  સમય : ૧૧૨૦  ઉંમર : યુવાન   b

રાખુંજ છું

જિંદગીની અનિશ્ર્ચિતતા જ એને ચાહવા આપણને પ્રેરે છે

જિંદગીની અનિશ્ર્ચિતતા જ એને ચાહવા આપણને પ્રેરે છે: ગઝલ  જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,  ફક્ત એના મોઘમ ઈશારે ઈશારે.  ગમે

ચમકતાં, ઝમકતાં શક્કરખોરા પક્ષીઓ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=193837

અરાકુ વેલી અને ટ્રેનની સફર...

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=193841

ઈશ્ર્વરે ઘડી હતી તો પછી મારું નસીબ કેમ આવું લખ્યું?

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=193906












clip





બુધવાર, 25 મે, 2016

news





news

લંડનમાં બોડી શોપના ન્યૂ બાયો-બ્રિજ પ્રોગ્રામના પ્રારંભમાં વેસ્ટમિન્સ્ટર બ્રિજ ખાતે રખાયેલા છ ફૂટના વાંદરાના મોડેલને જોતો રાહદારી. આ પ્રોજેક્ટનો હેતુ ૭.૫ ચોરસ મીટર વિસ્તારમાં વનીકરણ કરવાનો અને વન્યજીવોને શિકારીઓથી બચાવવાનો છે.




  સ્ત્રી ઈચ્છે તો દેવનેપણ બાળક બનાવી શકે
  સ્ત્રી ઈચ્છે તો દેવનેપણ બાળક બનાવી શકે
કથા કોલાજ - કાજલ ઓઝા - વૈદ્ય


નામ : અનસૂયા

સ્થળ : ચિત્રકૂટ આશ્રમ

સમય : સતયુગ



મારા આંગણામાં પાંચ બાળકો રમી રહ્યાં છે. બે મારા પુત્રો છે, સોમ અને દુર્વાસા...સોમ વહાલસોયો અને શાંત દીકરો છે જ્યારે દુર્વાસા ઉગ્ર સ્વભાવનો છે. એને નાનકડી પણ ભૂલ ન ચાલે. મંત્રોચ્ચાર કરતો હોય અને કોઈની ભૂલ થાય તો દુર્વાસાની આંખો લાલ થઈ જાય. હજી તો નાનો છે પણ ક્યારેક મને એની ચિંતા થાય છે. જેમ મોટો થતો જશે એમ એનો ક્રોધ શાંત થશે? કે વધશે? હું તો અનસૂયા છું. ઈર્ષા અને તિરસ્કારથી દૂર...અન-અસૂયા નામ છે મારું.

સાથે બીજાં ત્રણ બાળકો છે. હું એમને જોઈને હસી પડુ છું. જેમને વિશ્ર્વના ૠષિઓ નમન કરે છે. આ સંસારને જન્મ આપવા માટે એનું પાલન અને સંહાર કરવા માટે જે દેવોને સહુ નમન કરે છે એ ત્રણ દેવો આજે બાળક બનીને મારા આંગણામાં રમી રહ્યા છે. એમને જોઈને વહાલ આવે છે મને. આજે જે બાળકો અહીં ખુશખુશાલ છે એ બાળકો ત્રણે ભુવનના સ્વામી છે...મારા સંતાનની જેમ એ મારા આશ્રમમાં ઉછરી રહ્યા છે. એમને જોઈને મને સમજાય છે કે એક સ્ત્રી ઈચ્છે તો શું ન કરી શકે!

પૂજ્ય મનુ મારા નાના. એમની પુત્રી દેવહૂતિ અને બ્રહ્મર્ષિ કર્દમનું સંતાન છું હું. મહર્ષિ કપિલ મારા મામા થાય. હું જે પરિવારમાંથી આવુ છું ત્યાં સ્ત્રીઓને શિક્ષણ આપવાનું બહુ જ મહાત્મ્ય છે. મારા પિતા કર્દમ ૠષિએ મને શાસ્ત્રો અને શસ્ત્રનું જ્ઞાન આપ્યું. પછી જ્યારે મારે માટે યોગ્ય વર શોધવાનું આરંભ થયું ત્યારે મારા પિતાને અત્રિ ૠષિનો વિચાર આવ્યો. અત્રિ ૠષિ જ્ઞાતા અને શીલ-સદાચાર ક્ષમા જેવા ગુણો ધરાવતા એક તપસ્વી હતા. સ્વયં બ્રહ્મા પુત્ર અત્રિ વિશ્ર્વ વંદનિય ૠષિ તરીકે સન્માન પામ્યા હતા. એમની સાથે મારું લગ્ન થયું. અમારી વચ્ચે ઉત્તમ દામ્પત્ય પાંગર્યું. ચંદ્રના ગુણો ધરાવતો સોમ અને સૂર્યના ગુણો ધરાવતો દુર્વાસા અમારા સંતાન તરીકે જન્મ્યાં...

મારા બાળકો જ્યારે ઊછરી રહ્યા હતા ત્યારે વિશ્ર્વભરમાં સતી તરીકે મને સન્માન મળવા લાગ્યું. સાચું પૂછો તો મેં કોઈ દિવસ આ માગ્યું નહોતું. હું તો પૂર્ણ હૃદય અને નિષ્ઠાથી મારા પતિની સેવા કરતી. એમનાં સર્વકાર્યોમાં સહકાર આપતી અને તમામ ૠષિ બાળકોને આશ્રમમાં સ્નેહથી સંસ્કાર આપતી. રામ અને સીતા જ્યારે ચિત્રકૂટ પધાર્યા ત્યારે સીતાએ પોતાના દાંપત્ય જીવન અંગે મારી પાસે નમ્રતાપૂર્વક શીખ માગી. મેં ત્યારે સીતાજીને એક જ વાત કહેલી, "સ્ત્રી જ્યારે પૂર્ણ સ્નેહ અને આદરથી પોતાનાં લગ્નજીવનને સમર્પિત થાય છે ત્યારે આખું વિશ્ર્વ, આખું બ્રહ્માંડ એનું સન્માન કરવા બાધ્ય બને છે. ને વાત સાચી જ છે.

જો કે, મનુસ્મૃતિના કેટલાક શ્ર્લોક સાથે મારા પિતા પણ સહમત નહોતા. એમણે એમના શ્ર્વસુરશ્રીને કહેલું, "પતિ દુરાચારી હોય, પત્નીનું સન્માન ન કરતો હોય તો પણ પત્નીએ પતિનું સન્માન કરવું, એની આજ્ઞા પાળવી એવી સૂચના યોગ્ય નથી. ત્યારે શ્રી મનુએ એમના જામાતાને કહેલું, "દરેક વાત દરેક વ્યક્તિ માટે સત્ય ન પણ હોય... આપણે જ્યારે શ્ર્લોક કે સુભાષિતની રચના કરીએ છીએ ત્યારે જનસામાન્યને દૃષ્ટિ સમક્ષ રાખીએ છીએ. જેમ મેં સ્ત્રીને પોતાનું સન્માન કરવાનું કહ્યું છે એવી જ રીતે પુરુષને પણ એક પત્નીવ્રત પાળવાનું કહ્યું છે. "મનુુસ્મૃતિની રચનાઓ એક યોગ્ય અને આદર્શ જીવન જીવવાની કલા શીખવે છે...આમાં વ્યક્તિગત બાબતોને આવરી લેવાનો પ્રયાસ નથી કર્યો મેં.

મારા પિતાને માટે મારો જન્મ ખૂબ જ આનંદનો પ્રસંગ હતો. એમણે પુત્રી જન્મ વિશે ૠગવેદમાં કેટલીક ૠચાઓ ઉમેરી મારું સ્વાગત કર્યું હતું. મારા શિક્ષણમાં એમણે સંપૂર્ણ સમય અને શ્રધ્ધાથી પોતાનું જ્ઞાન રેડ્યું. લગ્ન પછી કેટલીકવાર હું મારા પતિ સાથે શાસ્ત્રાર્થ કરતી ત્યારે અત્રિ ૠષિ સસ્મિત કહેતા, "તમે સાચે જ સંપૂર્ણ જીવન સંગીની-અર્ધાંગિની છો, ભોજ્યેષુ માતા, કાર્યેષુ મંત્રી અને દાસી સહિત...હું શરમાઈ જતી, કારણ કે શયનેષુ રંભાની વાત મને લજ્જા આપતી. આ અદ્ભુત દાંપત્યની ખ્યાતિ વિશ્ર્વભરમાં પહોંચી. આ જગતની સાથે સાથે પરલોકમાં પણ અમારા દાંપત્યની ખ્યાતિ વિસ્તરી. ત્રિદેવની પત્નીઓ સાવિત્રી, લક્ષ્મી અને પાર્વતીને પોતાના પતિવ્રતપણાનો અહંકાર હતો. તેઓ સતત પોતાના ત્યાગ, બલિદાન, સમર્પણ અને સ્નેહની કથાઓ પતિને કહ્યા કરતી એટલે એકવાર ત્રણે દેવોએ ભેગા થઈને એમનો અહંકાર ઉતારી નાખવાનો નિર્ણય કર્યો.

એમણે નારદજીને આ કામ સોંપ્યું. નારદજી અમારે ત્યાં અવારનવાર આવતા...એમને અત્રિ ૠષિ માટે પ્રેમ અને સન્માન...એક દિવસ નારદજીએ સ્વર્ગલોકમાં પહોંચીને અમારા દાંપત્યની અને મારા સતીત્વની પ્રશંસા કરવા માંડી. એમણે કહ્યું, "હું ચૌદ લોક ફરી આવ્યો છું પરંતુ આવું દાંપત્ય મેં ક્યાંય જોયું નથી. પતિની આવી સેવા કરતી સ્ત્રી પૃથ્વી પર તો શું ચૌદ લોકમાં દુર્લભ છે. એનું સતીત્વ અખંડ છે. શાશ્ર્વત છે. દેવીઓને ઈર્ષા થઈ એટલે એમણે પોતાના પતિને કહ્યું, કે તમારે આ મહાસતીની પરીક્ષા કરવાની છે...ત્રણે દેવતાઓએ સાધુનો વેશ ધર્યો. તે સહુ મંદાકિનીને કાંઠે આવ્યા. મંદાકિનીને કાંઠે અત્રિ ૠષિનો આશ્રમ છે. અહીં આવીને એમણે અમારા આશ્રમમાં ભોજનની માગણી કરી. આંગણે આવેલા અતિથીને ભોજન કરાવવું એ કોઈપણ પતિવ્રતાનો પહેલો ધર્મ છે એટલે મેં આનંદ અને આદરથી ભોજનનું નિમંત્રણ આપ્યું. દેવોેએ કહ્યું, "અમે ભોજન તો કરીએ પણ અમારી એક શરત છે

"આપની તમામ શરત મને સ્વીકાર્ય છે મેં કહ્યું.

હવે એમણે પોતાની વાત કહી. એમણે કહ્યું, "અમે નિર્વસ્ત્ર થઈને ભોજન કરીએ છીએ. આ જગતનાં તમામ બંધનોથી મુક્ત થઈને કોઈ બાળક જેમ પોતાની માતાના સ્તનમાંથી જીવનરસ ગ્રહે એ જ રીતે અમે આ ધરતીમાતાના આશીર્વાદને-ધરતી પર ઉગેલા અન્નને જીવનરસ માનીને એનું ગ્રહણ કરીએ છીએ. એ માટે અમે બાલવેશમાં ભોજન કરીએ છીએ. મેં ક્ષણભર વિચાર કર્યો. જો હવે આ સાધુઓને ના પાડું તો મારો અતિથિ ધર્મ લજવાય અને જો પર પુરુષને નિર્વસ્ત્ર નિહાળું તો મારો સતીધર્મ ઝંંખવાય. મેં એમને કહ્યું, આપ સ્નાન કરીને પધારો, હું આપને અવશ્ય ભોજન કરાવીશ. દેવો આનંદિત થતા ગયા. થોડીવારમાં જ્યારે એ લોકો પાછા ફર્યા ત્યારે મેં મારા પતિનું સ્મરણ કરીને જાણી લીધું હતું કે, આ કોઈ સાધુઓ નથી દેવો છે, મારી પરીક્ષા કરવા આવ્યા છે.

મેં મારા તમામ પુણ્યબળે આંખ મીચી મારા પતિનું સ્મરણ કર્યું. એમના ચરણમાં મારી નિષ્ઠા સમર્પીને હાથમાં પાણીની અંજલિ લીધી. જેવા એમણે નિર્વસ્ત્ર થવાની શરૂઆત કરી એવી મેં પાણીની અંજલિ એમના પર છાંટી...ત્રણે દેવો સાવ નાનકડાં બાળક બની ગયાં. આજે એ દેવો મારા આંગણામાં રમી રહ્યાં છે. એમની સાથે મારા બીજા બે પુત્રો પણ આનંદથી રમે છે. હું જાણું છું કે સ્વર્ગની ત્રણે મહાદેવીઓ ચિંતિત છે. એમણે વારંવાર નારદજી સાથે સંદેશ કહાવ્યા છે, પરંતુ મે નિર્ણય કર્યો છે કે મારા સતીત્વની પરીક્ષા કરનાર-આવનારને હવે મારા આશ્રમમાં આવીને પોતાના પતિની માગણી કરવી પડશે. ત્રણ દેવોની આવી સેવા કરવાનો સુઅવસર હું શા માટે છોડું, હું તો પૂણ્ય કમાવી રહી છું. બાળસ્વરૂપે દેવોને લાડ લડાવું છું...જે દિવસે મહાદેવીઓ અહીં પ્રગટ થશે અને એમના પતિની માગણી કરશે એ દિવસે આ ત્રણે બાળકોને પાછા સોંપવાના બદલામાં હું એમની પાસે એક અદ્ભુત બાળકનું વરદાન માગીશ. એવું બાળક જેમાં આ ત્રણે દેવોનો અંશ હોય...

ત્યાં સુધી આ ત્રણે દેવો મારા સંતાન બનીને મારા સ્નેહને પાત્ર થઈને મને સેવાનું પૂણ્ય આપશે.





શુક્રવાર, 6 મે, 2016

video

રાખુંજ છું તમને મારી દરેક ગઝલમાં, સૌથી વ્હાલા તમે જિંદગીની મજલમાં.

https://www.facebook.com/max.repetti1/videos/10207138065004004/

ગોઠણના દુખાવામાં હોમિયોપેથી દવા કઈ રીતે કામ કરે છે?

રાખુંજ છું તમને મારી દરેક ગઝલમાં, સૌથી વ્હાલા તમે જિંદગીની મજલમાં.

ગોઠણના દુખાવામાં હોમિયોપેથી દવા કઈ રીતે કામ કરે છે?

http://www.divyabhaskar.co.in/news-fbo/HNL-HEA-benefits-of-homeopathy-treatment-in-knee-joint-pain-5316654-PHO.html?seq=3&version=1

sandesh

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular