રવિવાર, 29 મે, 2016

news

અવકાશ વિજ્ઞાનમાં હરણફાળ











                                            
               




અવકાશ વિજ્ઞાનમાં હરણફાળ


સાંપ્રત - મિતા ઉપાધ્યાય


શ્રીહરિકોટાના અવકાશ મથકેથી વિજ્ઞાનીઓએ વિકસાવેલું ફરી ઉપયોગમાં લઈ શકાય એવું રિયુઝેબલ લૉન્ચ વેહિકલ (આરએલવી)નું સફળ પરીક્ષણ તાજેતરમાં કરવામાં આવ્યું છે. અવકાશ વિજ્ઞાનીઓએ મેળવેલી વેહિકલ લૉન્ચ ટૅકનોલોજીમાં તેમની નિપુણતાનો આ વધુ એક જીવતોજાગતો પુરાવો છે. ટૂંકમાં કહેવું હોય તો ઈન્ડિયન સ્પેસ ઓર્ગેનાઈઝેશન (ઇસરોે) નજીકના ભવિષ્યમાં લૉન્ચ સર્વિસ અત્યારના દર કરતાં ઓછા દરે ઑફર કરી શકશે અને શ્રેષ્ઠ પરિણામ મેળવી શકશે.

પોલાર સૅટેલાઈટ લૉન્ચ વેહિકલ (પીએસએલવી) સાથે અવકાશ એજન્સીનો રેકોર્ડ અત્યંત ઊચ્ચ કોટિનો છે. આના ઉપયોગથી એકસાથે ૩૦ ઉપગ્રહોને સીધા અવકાશની ભ્રમણકક્ષામાં છોડીને સલામતપણે ગોઠવવામાં આવ્યા હતા. એમકે૩ વર્ઝન સાથેના જીએસએલવીને કારણે હવે ઈસરો ભારે વજનવાળા સૅટેલાઈટ્સ (ઉપગ્રહો)ને પણ અવકાશમાં મોકલવાનો પ્રયાસ કરી શકશે.

આ સમગ્ર પ્રક્રિયા પડકારજનક છે. એનું મુખ્ય કારણ એ છે કે લૉન્ચ વેહિકલ સફળતાપૂર્વક કામ પાર પાડી શકે એવા, ૉતેમ જભારે વજનનું વહન કરવાની ક્ષમતાવાળા હોય અને તેનો ઉત્પાદન ખર્ચ પણ ઓછો હોય એવા હોવા જોઈએ. એનો અર્થ એવો થયો કે જીએસએલવી ૩.૫ ટન(૨ ટનથીવધુ) વજનનું વહન કરવામાં કાર્યક્ષમ હોવું જોઈએ. એમાં જો સફળતા મળે તો જે સૅટેલાઈટ લૉન્ચ કરે તેની ખર્ચ કિલોદીઠ ઓછો થાય.

ભારતની સરસાઈ અને શ્રેષ્ઠતા

ભારતના અવકાશ કાર્યક્રમની મુખ્ય લાક્ષણિકતા એ છે કે ઓછા ખર્ચે વધુ કાર્યક્ષમતા મેળવી શકાય છે. આમ પણ કોઈ પણ અવકાશ કાર્યક્રમ ખર્ચાળ અને જોખમી હોય છે. રિયુઝેબલ રૉકેટ ટૅકનોલોજી ખર્ચ ઘટાડવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. આ બાબતે ભારતે આગેવાની લીધી છે અને પોતાની ક્ષમતાનું નિદર્શન કર્યું છે. દા.ત. માર્સ ઑર્બિટર મિશન(એમઓએમ) માટેનો ખર્ચ અંદાજે રૂ. ૪૫૦ કરોડ જેટલો થાય એને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સરખામણીમાં ‘ઘણો ઓછો’ લેખવામાં આવે છે. દેશમાં વિકસાવવામાં આવેલું ૧.૭૫ ટન વજનનું ટ્વિન પાંખ ધરાવતું આરએલવી દેશના અવકાશયાનનું પોતીકું વર્ઝન છે. ઉચ્ચ ટૅકનોલોજીની સિદ્ધિ છે. તેનું સાધ્ય ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં મોકલીને તેમને ભૂમિ પરના મથકે સહીસલામત પાછા લાવવાનું છે જેથી તેનો બીજા મિશન માટે ઉપયોગ કરી શકાય. ઈસરોને લોન્ચ માટે થતો ખર્ચ ઘટાડી શકાશે. ઈસરોની અત્યાર સુધીની પ્રમાણભૂત કામગીરીમાં ઑટો નેવિગેશન, ગાઈડન્સ એન્ડ ક્ધટ્રોલ, રિ-યુઝેબલ થર્મલ પ્રોટેકશન સિસ્ટમ અને રી-એન્ટ્રી મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે. રસપ્રદ બાબત એ છે કે સંરક્ષણ વિજ્ઞાનીઓએ ગાઈડેડ મિસાઈલ ટૅકનોલોજી માટે રી-એન્ટ્રી ટૅકનોલોજીમાં નિપુણતા હાંસલ કરી છે. એનું જીવતુંજાગતું ઉદાહરણ આ પરીક્ષણ છે.

બે તબક્કા

આરએલવી માટેની ટૅકનોલોજી ટુ-સ્ટેજ ઑર્બિટ ક્ધસેપ્ટ છે. પ્રથમ તબક્કામાં ઍર બ્રિધિંગ પ્રોપલઝન સિસ્ટમ બૉર્ડ પરના ફ્યુઅલને સળગાવે છે. તેના ધક્કાથી હવામાં ફ્લાઈટ પાથ બને છે. બીજા તબક્કામાં ઉપગ્રહ અવકાશમાં નિશ્ર્ચિત ઊંચાઈએ પહોંચ્યા પછી તેને છૂટો પાડવામાં આવે છે. લૉન્ચર છૂટું પડ્યા પછી ભૂમિ પર પાછું ફરે છે.

તાજેતરના પરીક્ષણમાં આરએલવી લૉન્ચ પૅડ પરથી ઊંચકાઈને વાતાવરણમાં સ્પેશિયલ રૉકેટ બૂસ્ટરની મદદથી આકાશમાં ૬૫ કિ.મી. થી વધુ ઊંચાઈએ ગયા પછી રિલીઝ થઈને પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ્યા પછી બંગાળના અખાતમાં ઉતરાણ કર્યું હતું. રિયુઝેબલ રૉકેટ ટૅકનોલોજી વિકસાવવાનું ઈસરોએ પહેલું ડગલું ભર્યું છે.

રિયુઝેબલ રૉકેટ ટૅકનોલોજી અત્યારસુધી અમેરિકાની નાસાની વિશેષ કાબેલિયત લેખાય છે. નાસાએ ૧૯૮૦ના દાયકાના આરંભથી અત્યારસુધીમાં એન્ટરપ્રાઈઝ, ચૅલેન્જર અને કોલંબિયા અવકાશયાન અવકાશમાં મોકલ્યા છે. પરંતુ કૉલમ્બિયા અવકાશયાનની કરુણાંતિકામાં ભારતીય મૂળની મહિલા અવકાશ વિજ્ઞાની કલ્પના ચાવલા ગુમાવી એ નાસા માટે એ મોટો કુઠારાઘાત ગણી શકાય.

દુનિયાના ઘણા દેશોમાં પણ ઘણાં કોન્સેપ્ટ અને ટૅકનોલોજી વિકસાવવામાં આવી રહ્યા છે. ચીન પૅરાગ્લાઈડર ટાઈપની વિન્ગ વિકસાવવા પ્રયોગ કરી રહ્યું છે. સ્વીસ સ્પેસ સિસ્ટમ હજુ પાંખો ફફડાવી રહી છે. ફ્રાન્સ અને જર્મની સંયુક્ત કાર્યક્રમ હાથ ધરી રહ્યા છે. યુક્રેઈન પોતીકું વર્ઝન વિકસાવી રહ્યું છે.

છેલ્લા બે દાયકામાં અવકાશ યાત્રાની બાબતમાં ખાનગી કંપનીઓ અને મલ્ટિબિલિયોનર્સને પ્રવાસન ક્ષેત્ર તરીકે અવકાશયાત્રાનું આયોજન કરવા આકર્ષાઈ રહ્યા છે. આ કામગીરીમાં હવે સ્પેસ એકસનું આકર્ષણ વધી રહ્યું છે. તેના ફાલ્કન ૯ રૉકેટ દ્વારા ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવામાં આવ્યો હતો. તે ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના કાર્ગો સુધી પહોંચી ગઈ છે. તેના બ્લુ ઓરિજિન રૉકેટે આકાશમાં સીધું ઉડાણ ભર્યું હતું. તેનું લેન્ડિંગ રૉકેટ આકાશમાં પહોંચ્યા પછી ભૂમિ પર પાછું આવ્યું હતું. હવે આ સ્પર્ધામાં ઈસરોએ ઝુકાવ્યું હોવાથી સ્ટારવૉર ચાલ્યા કરશે. સફળતા કે નિષ્ફળતાનો ફેંસલો ભવિષ્યમાં થશે.


Indic Character Map

                       
                          

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular