ગુરુવાર, 25 ઑગસ્ટ, 2016

.ગાગરમાં સાગર

loading...

loading...


loading...

loading...

loading...

મહારાષ્ટ્રમાં ‘પોલીસરાજ
(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના પ્રસ્તાવિત મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઈન્ટરનલ સિક્યોરિટી ઍક્ટના મુસદ્દામાં રાખવામાં આવેલી આકરી જોગવાઈ સામે મુંબઈ સમાચારમાં ઉઠાવવામાં આવેલા સવાલ બાદ હવે મહારાષ્ટ્રના ગૃહ ખાતાના પ્રધાન સચિવ કે. પી. બક્ષીએ એવી સ્પષ્ટતા કરી છે કે ફક્ત સાર્વજનિક સ્થાનો પર આયોજિત કાર્યક્રમ જેમાં ૧૦૦ કે તેનાથી વધુ લોકો સામેલ થવાના હોય ત્યાં જ પોલીસની પરવાનગી લેવાની જોગવાઈ રાખવામાં આવી છે. ઘરમાં કે ખાનગી સ્થળે આયોજિત કાર્યક્રમ જેમ કે લગ્ન વગેરે માટે પરવાનગી લેવાનું આવશ્યક નથી.

આ કાયદાની અન્ય એક જોગવાઈ પોલીસને ધરપકડ કરવા માટે આપવામાં આવેલી સત્તા અંગે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે થોડા ધૂંધવાઈ ગયેલા બક્ષીએ જણાવ્યું હતું કે પોલીસને સત્તા અફાટ કે અમાપ સત્તા આપવામાં આવી છે એવું લાગતું હોય તો એવું થતું નથી. રાજકારણીઓ અને મીડિયાની નજર સતત હોય છે. તમારો ડર ગેરવ્યાજબી છે. આમ છતાં હજી સુધી આ ફક્ત મુસદ્દો છે. આના પર નાગરિકો વાંધા વિરોધ નોંધાવી શકે છે ત્યાર બાદ બધા જ વાંધા-વિરોધ-સૂચનો પર ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે.

મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઈન્ટરનલ સિક્યોરિટી (માપિસા) ૨૦૧૬ નામના આ પ્રસ્તાવિત કાયદાના ડ્રાફ્ટમાં ૧૦૦ કરતાં વધુ વ્યક્તિ ભેગા થવાના હોય તેવા કોઈપણ સમારંભ, કાર્યક્રમ, આંદોલન, મોરચા વગેરે માટે પોલીસની પરવાનગી, આવી પરવાનગી લીધા વગર જો આંદોલન કરવામાં આવશે તો સીધા જેલમાં મોકલવાની જોગવાઈ છે. આ ઉપરાંત આ કાયદા હેઠળ ત્રણ વર્ષથી લઈને જનમટીપ સુધીની સજાની જોગવાઈ છે. પોલીસને કાયદાનો ભંગ કરવામાં આવ્યાની શંકા પણ થાય તો ધરપકડ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સરકારી કામમાં હસ્તક્ષેપ કરવા બદલ પાંચ વર્ષના કારાવાસની જોગવાઈ, બધા જ ખટલાની ઝડપથી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની જોગવાઈ રાખવામાં આવી છે તેમ જ સરકારી-અર્ધસરકારી કચેરીઓની સામે આંદોલન કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ ડ્રાફ્ટ અત્યારે સરકારની સાઈટ પર નાગરિકોના વાંધા-વિરોધ-સૂચનો માટે મૂકવામાં આવ્યો છે.
લોકલમાં દહીંહાંડીની ઉજાણી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular