મંગળવાર, 2 ઑગસ્ટ, 2016

.ગાગરમાં સાગર

પાલિકાની શાળામાં રજાને દિવસે ગટારી પાર્ટી: કમિશનરનો તપાસનો આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)

ભાયંદર: કાશીમીરાના પાલિકાની શાળામાં સોશિયલ માધ્યમનો ઉપયોગ કરીને રાજકીય પાર્ટીઓને આમંત્રણ મોકલી ગટારી મનાવી હોવાનું બહાર આવતા મીરા-ભાયંદરમાં ઉહાપોહ મચ્યો છે. કાશીમીરાના ભાજપના નેતાનો આ પાર્ટી સાથે કોઈ સંબંધ ન હોવાનું જાણવા મળ્યું છે.

શ્રાવણમાસ શરૂ થતા અનેક લોકો શાકાહારી બને છે કે ઉપવાસ કરે છે. જેને લઈને શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા અમાસને દિવસે ગટારી અમાસ તરીકે માણે છે.

મળેલી માહિતી અનુસાર ૩૧મી જુલાઈ ૨૦૧૬ના રોજ રવિવારે સાંજના ચાર વાગે પક્ષના દરેક કાર્યકર્તા અને પદાધિકારીઓને ગટારીની મજા લેવા એક પાર્ટીનું આયોજન પાલિકાની માશાચા પાડાની શાળામાં કરવામાં આવ્યું હતું, જેનો મેસેજ સોશિયલ માધ્યમથી દરેકને મોકલાવવામાં આવ્યો હતો.

શનિવારે ભાજપની નગરસેવિકાએ વૃદ્ધો માટે મેડિકલ કૅમ્પ યોજ્યો હતો અને રવિવારે અચાનક ભાજપના નગરસેવક અને પ્રભાગ સમિતિના સભાપતીના ઘરની નજીક માશાચા પાડાની શાળામાં સાદી પાર્ટીને નામે ગટારીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમ જ આ પાર્ટીમાં અંદાજે લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ અંગે જાણ થતા કમિશનર અચ્યુક્ત હાંગેએ તપાસનો આદેશ આપ્યો હતો. સ્થાનિક ભાજપના નગરસેવક અનિલ ભોસલે દ્વારા પક્ષના કાર્યકર્તાનું સ્નેહ સમંલેન હોવાનું અને આ પાર્ટી પાલિકાની શાળાના બાજુના ખાનગી પ્લોટમાં થઈ હોવાનું ભોસલેએ જણાવ્યું હતું. તેમ જ પાલિકાના એજ્યુકેશન અધિકારી સુરેશ દેશમુખે માહિતી આપતા જણાવ્યું હતું કે તેઓ દ્વારા શાળાના સ્ટાફનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું છે. તેમ જ પાર્ટી માટે ચાવી આપનાર કર્મચારીની તપાસ કરી તેનો અહેવાલ ટૂંક સમયમાં પાલિકા કમિશનરને રજૂ કરાશે.


સોમનાથમાં શ્રાવણની તૈયારીઓ પૂર્ણ આખો મહિનો વિશેષ શણગાર કરાશેhttp://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=199267

loading...


loading...


loading...

loading...


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular