બુધવાર, 3 ઑગસ્ટ, 2016

.ગાગરમાં સાગર

કાળી-પીળી ટેક્સીમાં મળશે ૨૦ ટકા ડિસકાઉન્ટ
ઓલા, ઉબેર સાથે સ્પર્ધા કરવા લેવાયો નિર્ણય
મુંબઇ: ઓલા, ઉબેર અને ફ્લીટ કૅબ જેવી ખાનગી ટેક્સી સાથે સ્પર્ધાનો સામનો કરી રહેલી મુંબઇની ૨૫૦ કાળી-પીળી ટેક્સીએ રૂ. ૨૦૦થી વધુનું ભાડું થાય તો ગ્રાહકોને ૨૦ ટકા ડિસ્કાઉન્ટ આપવાનો નિર્ણય લીધો છે.

ઉપરોક્ત યોજના હેઠળ ૯૨૧૧ કૅબ કોલ સેન્ટર મારફત ટેક્સી મગાવવાની રહેશે. પ્રાથમિક તબક્કામાં બાંદ્રા પૂર્વ-પશ્ર્ચિમ અને બીકેસીથી ટેક્સી બોલાવનારા ગ્રાહકોને સવારે આઠથી રાતે આઠ દરમિયાન આ યોજનાનો લાભ આપવામાં આવશે. ટેક્સી બોલાવવા ૦૨૨-૪૦૯૨૧૧ નંબર પર ફોન કરવાનો રહેશે. ટેક્સીચાલકોના યુનિયન દ્વારા નજીકના ભવિષ્યમાં મોબાઇલ એપ શરૂ કરવાની યોજના છે.

કાળી-પીળી ટેક્સીનો આ નવતર પ્રયોગ સફળ થશે તો સમસ્ત મુંબઇમાં આ યોજના શરૂ કરવામાં આવશે અને ટેક્સી યુનિયનની સહાયથી મોબાઇલ એપ શરૂ કરવામાં આવશે, એમ ૯૨૧૧ કૅબના મલય કોઠારીએ જણાવ્યું હતું. કાળી-પીળી ટેક્સીની સેવાનો લાભ લેવા બે કલાક પહેલાં બુકિંગ કરવું પડશે. ટેક્સી તમારા ઘર સુધી લેવા આવશે અને ગંતવ્ય સ્થાન પર ઊતર્યા બાદ ભાડાની કુલ રકમના ૮૦ ટકા પૈસા ચૂકવવા પડશે, એમ કોઠારીએ કહ્યું હતું.

થોડા વખત પહેલા ખાનગી ટેક્સી ઓપરેટરોએ ૨૦થી ૩૦ ટકા જેટલા ડિસ્કાઉન્ટની ઓફર આપી હતી. મુસાફરો ખાનગી ટેક્સીમાં જવા લાગતાં કાળી-પીળી ટેક્સીચાલકોની આવકને અસર થઇ છે. વધુને વધુ ગ્રાહકો કાળી-પીળી ટેક્સીમાં પ્રવાસ કરવા પ્રેરાય એ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

ઊબેર દ્વારા તાજેતરમાં ‘ મી પણ માલિક’ નામની યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ કાળી-પીળી ટેક્સીચાલકોને રૂ. ૨૫,૦૦૦ ભરી ટેક્સીના માલિક બનવાની ઓફર આપવામાં આવી છે. આ યોજનામાં ઊબેર સાથે કાર બનાવનારી કંપનીની ભાગીદારી છે. હાલમાં કાળી-પીળી ટેક્સીચાલકોને ૧૨ કલાકની શિફ્ટ માટે રૂ. ૬૦૦ આપવામાં આવે છે. જો ઊબેરની ઉપરોક્ત યોજના સફળ થશે તો નજીકના ભવિષ્યમાં કાળી-પીળી ટેક્સી ઊબેર બ્રાન્ડ તરીકે ઓળખાય એવી શક્યતા છે.



clip

clip

loading...






ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular