રવિવાર, 9 ઑક્ટોબર, 2016

.ગાગરમાં સાગર

clip

clip



રણમાં પ્રવાસીઓ ઉડતી રેતીનું સંગીત સાંભળવા આવે છે
526 વર્ગકિમીમાં પથરાયેલો ચીનનો તાકલામાકન રણ છે. ડનહુઆંગ શહેરની નજીક છે અને તેનો વિસ્તાર સતત વધી રહ્યો છે. રણ રેતીના મોટા મોટા ટીંબા ઉપરથી વાતા પવનોથી પેદા થતા સંગીત માટે વખણાય છે. પર્યટકો સંગીત સાંભળવા માટે આવે છે. ટીંબાની નજીક રણનો સંગીત વધુ ઝડપી અવાજે સંભળાય છે. ફોટો નેશનલ જિયોગ્રાફી માટે ક્રિસ્ટોફર હેરવિંગે લીધો છે.

દાદરની સ્કૂલમાં ફી મામલે બાળકોની સતામણીનો આક્ષેપ
વાલીઓએ બાળ હક કમિશનમાં નાખી ધા
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=204812
(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: દાદર ખાતે આવેલી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની ફી મામલે સતામણી થતી હોવાની ફરિયાદ વાલીઓએ બાળ હક કમિશનમાં કરી છે. સ્કૂલ મેનેજમેન્ટ અને માતા-પિતા વચ્ચે ચાલી રહેલા ફી અંગેના વિવાદમાં બાળકને હેરાન કરવામાં આવી રહેલા હોવાનો તેમ જ તેમને સેમિસ્ટર એક્ઝામમાં બેસવા નહીં દેવાની ધમકી અપાતી હોવાની ફરિયાદ માતા-પિતાએ કરી છે. દાદરની સ્કૂલ દર વર્ષે ફી વધારતા હોવાથી લગભગ ૫૦ ટકા માતા-પિતાએ તેનો વિરોધ કર્યો હતો અને આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે બન્ને પક્ષની સુનાવણી કરવાની તાકીદ ફી રેગ્યુલેટરી કમિટીને કરી હતી, પરંતુ હજુ સુધી તેમણે કોઈ સુનાવણી કરી ન હોવાનું સ્કૂલની પેરેન્ટ્સ ટીચર્સ એસોસિયેશન (પીટીએ)ના સભ્ય દિપક મોતીવાલે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું. આ મામલો પેન્ડિંગ હોવાથી ફીનો વિવાદ એમ જ ચાલી રહ્યો છે ત્યારે ક્લાસમાં શિક્ષકો વિદ્યાર્થીઓને સફેદ કલરના કાર્ડ આપી ફી ન આપી હોવાથી માતા-પિતાને કહેવા અને સહી કરી લાવવા જણાવે છે, તેમ આખા ક્લાસની વચ્ચે બાળકોને અપમાનિત કરે છે, તેમ મોતીવાલે જણાવ્યું હતું. આને લીધે બાળકો માનસિક તાણ અનુભવી રહ્યાં છે, તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રેગ્યુલેટરી એક્ટ અનુસાર જે ફી આપવી જોઈએ તે ફી ઘણા માતા-પિતાએ રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલી હતી, પરંતુ સ્કૂલે તે લેવાનો ઈનકાર કરી પરત મોકલી હતી.

તેમણે જણાવ્યું હતું કે ફી બે વર્ષમાં એક વાર જ વધારી શકાતી હોવા છતાં સ્કૂલે ૨૦૧૫-૨૦૧૬ અને ૨૦૧૬-૨૦૧૭ એમ સતત બે વર્ષ ફીમાં મોટો વધારો કર્યો હતો, જેનો અમે વિરોધ કર્યો હતો. તેમણે સ્કૂલને પણ નોટિસ પાઠવી છે અને જો સ્કૂલ બાળકોને પરેશાન કરવાનું બંધ નહીં કરે તો સિવિલ તેમ જ ક્રિમિનલ કેસ કરવાની ચેતવણી પણ આપી છે. આ સાથે વાલીઓએ ક્ધઝયુમર પ્રોટેક્શન એક્ટ હેઠળ લડત આપવાની વાત પણ કરી હતી.

તેમણે આ ફરિયાદ સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી, ફી રેગ્યુલેટરી કમિશન અને સ્કૂલના આસિસ્ટન્સ હેડ મિસ્ટે્રસને પણ

કરી છે.

હાફિઝ સઇદ સામે પગલાં લો: નવાઝ શરીફના પક્ષના જ ધારાસભ્યની માગણી
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=204791

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular