મંગળવાર, 10 જાન્યુઆરી, 2017

.ગાગરમાં સાગર,

loading...


અફવાયજેસીના એડ્મિશનની પ્રક્રિયા સરળ બનશે 
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=212013

દસ કૉલેજ પસંદ કરવાની અને દર રાઉન્ડે પસંદગી બદલવાની સવલત
મુંબઈ: દર વર્ષે અગિયારમીના એડ્મિશનમાં જોવા મળતી અવ્યવસ્થા અને વિદ્યાર્થીઓની પરેશાનીને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે આવતા શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓને સરળ પડે તેવી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ વર્ષથી વિદ્યાર્થીઆએે દસ કૉલેજ જ પસંદ કરવાની રહેશે અને દરેક રાઉન્ડ બાદ તેઓ પોતાની પસંદગી બદલી શકશે. આરક્ષિત સીટ્સ માટેના એડ્મિશન કૉલેજ સ્તરે થતાં હતા તે હવે ઑનલાઈન થઈ શકશે. 

છેલ્લા કેટલાંક વર્ષમાં વિભાગને થયેલા અનુભવોને ધ્યાનમાં લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગયા વર્ષે બહુ અવ્યવસ્થા સર્જાઈ હતી અને શિક્ષણ વિભાગે વધારાના રાઉન્ડ હાથ ધરી એડ્મિશન આપવાની ફરજ પડી હતી. લગભગ તમામ ફેરફરા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યા છે. એક બાબતે વિદ્યાર્થીઓ નારાજ થઈ શકે. તેમને એક સમયે માત્ર એક જ સ્ટ્રીમમાં અરજી કરવા મળશે. જોકે તેઓ એડ્મિશનની પ્રક્રિયા દરમિયાન સ્ટ્રીમ બદલી શકશે. કૉલેજોની પસંદગી વિદ્યાર્થીઓ પોતાની રીતે કરી શકશે, વૉર્ડ અથવા ઝોનનો કોઈ પ્રતિબંધ લાદવામાં નહીં આવે. શિક્ષણ વિભાગ એડ્મિશનના ચાર રાઉન્ડ યોજશે અને જો સીટ્સ ખાલી રહેશે તો વધારાના ત્રણ રાઉન્ડ યોજવામાં આવશે. વિદ્યાર્થીઓએ દરેક રાઉન્ડ પછી એડ્મિશન સુરક્ષિત રાખવા માટે પ્રોવિઝનલ ફી નહીં ભરવી પડે, જેમને પોતાની પસંદગીની કૉલેજ મળશે તેમણે પૂરી ફી ભરી એડ્મિશન લેવું પડશે. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular