ગુરુવાર, 12 જાન્યુઆરી, 2017

.ગાગરમાં સાગર

clip

વિજ્ઞાનનીમદદથી સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ શોધ‌‌વા શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન જરૂરી છે 
{ વેંકટરામન રામકૃષ્ણન
શિક્ષણનાપ્રશ્ન ઉકેલવા ક્રાંતિકારી પગલાની જરૂર
વર્ષેભારતમાં 2.5 કરોડ બાળકો શિક્ષણ માટે લાયક થાય છે. અને તેમાંથી જો દસ ટકા બાળકો પણ યુનિવર્સિટી શિક્ષણમાં જોડાવાની ઇચ્છા વ્યક્ત કરે તો તેના માટે અત્યંત મોટા પ્રમાણમાં શાળા, શિક્ષકો અને યુનિવર્સિટીઓની વ્યવસ્થા અને તેને માટે નાણાની જરૂર પડશે. એક મોટો પડકાર છે. ભારતની જે શ્રેષ્ઠ શિક્ષણ સંસ્થાઓ છે તેમાં પણ સંશોધન માટેના નાણા ખૂબ ઓછા પ્રમાણમાં અપાય છે. તેની સામે હજારો એવી કોલેજો છે, જેમાં સંશોધન માટેની ગ્રાન્ટ પૂરતી નથી હોતી. આપણે આપણી રિસર્ચ પ્રક્રિયાને યુનિવર્સિટીઝ સાથે જોડવી પડશે. અમેરિકાની ચાર વર્ષની યુનિવર્સિટી સિસ્ટમ ખૂબ સરસ છે. ઉપરાંત તેમાં વિદ્યાર્થીઓને સંશોધન માટે પણ જુદી જુદી સંસ્થાઓમાં જવાનો મોકો મળે છે. આથી અમેરિકામાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થીઓને સંશોધન માટે ભારત કરતાં ત્યાં વધુ તકો દેખાય છે. આપણે પ્રકારની વ્યવસ્થાનું આયોજન કરવું જરૂરી છે.





મુંબઈ |જીબી એજ્યુકેશને સ્ટડી ઈન યુએસએ પર મફત માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યું છે, જેમાં ચર્ચગેટ (13મીએ સવારે 11), થાણે (14મીએ સવારે 10), અંધેરી (14મીએ સાંજે 6), વાશી (14મીએ સાંજે 6) અને બોરીવલી (15મીએ સવારે 10)નો સમાવેશ રહેશે. અનેક ટોચની યુએસ યુનિવર્સિટીઓ ફુલ કે આંશિક સ્કોલરશિપ પાત્ર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આપે છે. જીબી એજ્યુકેશન પ્રા. લિ.ના ડાયરેક્ટર વિનાયક કામતે કહ્યું હતું કે યુએસએ છેલ્લા અનેક દાયકાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે અગ્રતાનું સ્થળ રહ્યું છે. આવર્ષે અનેક બારતીય વિદ્યાર્થીઓ યુએસએમાં ગયા છે. 
યુએસની અર્થવ્યવસ્થામાં રિકવરી જોવા મળતાં સંખ્યા વધી છે. 
યુએસએમાં ભણવા માગતા વિદ્યાર્થીઓ માટે મફત સેમિનાર 

રાજ્યમાં 3 વર્ષમાં શાળા શિક્ષણ પર ખર્ચ નિરાશાજનક: ક્રાય 
ભાસ્કર ન્યૂઝ | મુંબઈ
રાષ્ટ્રીયસ્તરે શાળા શિક્ષણ પર છેલ્લાં 4 વર્ષ (2012-13થી 2015-16)માં જીડીપીના 2.7 ટકાએ નિરાશાજનક રહ્યો છે, જ્યારે મહારાષ્ટ્ર શિક્ષણ પર ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડ્યુસ (જીએસડીપી)ના સરેરાશ 2.3 ટકાની બજેટમાં જોગવાઈ કરે છે. 1થી 12 ધોરણના શાળા શિક્ષણ પર બજેટના ખર્ચ (કેન્દ્ર અને રાજ્યના ભંડોળ સહિત)ના એકંદર સંજોગો પર ક્રાય- ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ યુ અને સેન્ટર ફોર બજેટ્સ, ગવર્નન્સ એન્ડ અકાઉન્ટેબિલિટી (સીબીજીએ) દ્વારા હાલમાં અધ્યયન કરાયું હતું. તેમાં તારણ નીકળ્યું છે.
અધ્યયયન મહારાષ્ટ્ર સાથે બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, ઓડિશા, રાજસ્થાન, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશના શાળાના બજેટ પર કરાયું હતું. જોકે સર્વ રાજ્યમાં મહારાષ્ટ્ર શાળા શિક્ષણ પર કુલ બજેટના સૌથી વધુ 18 ટકા ખર્ચ કરે છે. જોકે તે છતાં મહારાષ્ટ્રમાં ફાળવણી છેલ્લાં ત્રણ વર્ષથી નિરાશાજનક રહી છે. મહારાષ્ટ્ર વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. 28,630 ખર્ચ કરે છે, જ્યારે દેશમાં કેન્દ્રીય વિદ્યાલયો રૂ. 32,263 ખર્ચ કરે છે. શિક્ષણ અને ભણતરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુણવત્તા પર આરટીઈ ધોરણોને પહોંચી વળવા માટે ઈચ્છિત પરિણામો લાવવા અને મોજૂદ અંતર દૂર કરવા માટે વધુ રોકાણની આવશ્યકતા છે, એમ ક્રાયના વેસ્ટના રિજનલ ડાયરેક્ટર ક્રિયેન રબાડીએ જણાવ્યું હતું.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular