સોમવાર, 2 જાન્યુઆરી, 2017

.ગાગરમાં સાગર

નવમા ધોરણમાં નાપાસ થતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા સરકારે સૂચવ્યા પગલા
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=211420

કસરલ પૉર્ટલ પર નવમામાં નાપાસ થયેલાની માહિતી અપલૉડ કરવાનો પણ આદેશ
(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: નવમા ધોરણમાં નાપાસ થતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારે તમામ સ્કૂલોને ખાસ સૂચનો આપ્યાં છે. આ માટે સરકારે બહાર પાડેલા જીઆરમાં સરલ પૉર્ટલ પર દરેક સ્કૂલને નવમા ધોરણમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની માહિતી આપવા પણ આદેશ બહાર પાડ્યો હતો. નવમામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપે છે અથવા ફોર્મ ૧૭ ભરીને પ્રાઈવેટ એક્ઝામ આપે છે. આ ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દે છે. આવા વિદ્યાર્થીઓને ટ્રેક કરવા માટે સ્કૂલે લિવિંગ સર્ટિફિકેટ લઈ જતા વિદ્યાર્થીની, ફોર્મ ૧૭ ભરતા વિદ્યાર્થીની માહિતી રાજ્ય મંડળે આપવી પડશે. 

જીઆરમાં જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ મુખ્યત્વે ગણિત, અંગ્રેજી, વિજ્ઞાન વિષયોમાં નાપાસ થાય છે. આ માટે આ વિષયોના શિક્ષકોને એક્લેરેટેડ લર્નિગ મેથેડ દ્વારા રાષ્ટ્રીય સ્તરે નીમવામાં આવેલા નિષ્ણાતો પાસેથી માર્ગદશન અને તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે. ૨૦૧૬માં કુલ ૧,૫૪,૩૮૧ વિદ્યાર્થી નવમામાં નાપાસ થયા હતા. આ ઉપરાંત ડિજિટલ એજ્યુકેશન પર ભાર મૂકવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ સાથે નવમા અને દસમા ધોરણમાં જે સ્કૂલો સો ટકા પરિણામ લાવે છે તેમનું ખાસ સન્માન કરવાનો ઉલ્લેખ પણ જીઆરમાં કર્યો છે. દસમાનું સો ટકા પરિણામ આવે તે માટે ઘણી સ્કૂલો નવમા ધોરણમાં નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરે છે અને તેમનું વર્ષ બગડે છે અથવા તો તેઓ ભણવાનું જ છોડી દે છે. આ મામલે શિક્ષણજગતમાં ફરિયાદો ઊઠ્યા બાદ નવમા ધોરણનું પરિણામ સુધારવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular