રવિવાર, 3 જુલાઈ, 2016

ગાગરમાં સાગર


પવઈ છલકાયું:


મુંબઈનું પવઈ તળાવ શનિવારે છલકાતા લોકોમાં આનંદ વ્યાપ્યો હતો. પવઈ તળાવનું પાણી પીવામાં ઉપયોગમાં લેવામાં આવતું નથી, ઔદ્યોગિક જરૂરિયાત માટે આ પાણીનો ઉપયોગ થાય છે. પર્યટકોમાં આ તળાવ પ્રિય છે અને તે છલકાતા જ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. (નિકોલસ યાર્ડે)

પ્રાથમિક શિક્ષકની નોકરી માટે એન્ટ્રેન્સ ટેસ્ટ ફરજિયાત



મુંબઈ: બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ માટે આવેલો કાયદો રાઈટ ટુ એજ્યુકેશન રાજ્યમાં ૨૦૧૦થી અમલમાં છે. રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ દ્વારા પહેલાથી આઠમા ધોરણ માટે શિક્ષકોની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે અને તેમની માટે ટીચર્સ એન્ટ્રેન્સ ટેસ્ટ(ટીઈટી) ફરજિયાત બનાવવામાં આવી છે. રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા અને પ્રાઈવેટ મેનેજમેન્ટની સ્કૂલોમાં સરકારના નિર્ણય પ્રમાણે જ ભરતી કરવામાં આવ તેમ જ ૧૩ ડિસેમ્બર, ૨૦૧૩થી આજ સુધી રાજ્યની તમામ સ્કૂલોમાં નિયુક્ત થયેલા શિક્ષકોમાંથી જેમની નિયુક્તિ એન્ટ્રેન્સ ટેસ્ટ અનુસાર ન થઈ હોય તેમને ત્રણ ટેસ્ટ આપવાની પરવાનગી આપવામાં આવે, તેમ પણ સરકારી નિર્ણયમાં જણાવવામાં આવ્યું છે.

ગૃહ પ્રધાન રાજનાથસિંહ બાબા અમરનાથની પ્રથમ પૂજામાં સહભાગી: સુરક્ષાની સમીક્ષા
જય હો બાબા બરફાની! અમરનાથની પવિત્ર ગુફામાં શનિવારે શિવલિંગના દર્શન. કષ્ટભરી યાત્રા કરીને અહીં પહોંચેલા યાત્રીઓ ધન્ય થઇ ગયા હતા. (પીટીઆઇ ફોટો)


શ્રીનગર: કેન્દ્ર સરકારના ગૃહ પ્રધાન તેમ જ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ એન. એન. વોહરા હિમાલયના દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં અમરનાથ હિમલિંગના દર્શન કરી પ્રણિપાત કર્યા હતા.

બરફના સ્વયંભૂ શિવલિંગના દર્શનની ૪૮ દિવસની યાત્રાના શુક્રવારથી શ્રી ગણેશ થયા છે. વાર્ષિક અમરનાથ યાત્રાની વ્યવસ્થા શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (એસએએસબી)ના અધ્યક્ષ વોહરા છે. તેમણે પ્રથમ પૂજામાં પણ ભાગ લીધો હતો. સમુદ્રની સપાટીથી ૩,૮૮૦ મીટર ઊંચે આવેલી ગુફામાં નૈસર્ગિકપણે રચાતા અમરનાથના હિમલિંગને પ્રણિપાત કર્યા હતા.

સિંહે આ અગાઉ પણ અમરનાથ યાત્રાના પહેલા દિવસે દર્શન કર્યા હતા. કાશ્મીર ખીણ વિસ્તારમાં તાજેતરમાં આતંકવાદી હુમલાઓમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને યોજાયેલી ઉચ્ચ સ્તરીય મીટિંગમાં સુરક્ષાની પરિસ્થિતિની પુન:સમીક્ષા કરાઈ હતી. અમરનાથ યાત્રા માટે વિવિધ સ્તરીય સુરક્ષા ચક્ર ગોઠવવામાં આવ્યું છે. તેમાં પોલીસ, કેન્દ્રીય અનામત પોલીસ દળ (સીઆરપીએફ), સીમા સુરક્ષા દળ (બીએસએફ) તથા સૈન્યનો સમાવેશ થાય છે.

આશરે ૧૨,૫૭૬ યાત્રાળુ નૂન્વાન ખાતેના બેઝ કેમ્પથી રવાના થયા હતા. ધાર્મિક સૂત્રોચ્ચાર કરતા ભક્તો પરોઢિયે નીકળ્યા તથા બપોર સુધીમાં ૨૪૩૦ દર્શનાર્થીઓ દર્શન કરીને ધન્ય થયા હતા, એમ આ અધિકારીઓએ જણાવ્યું હતું. ૧,૧૩૦ મહિલા, ૭૧ બાળક તથા ૧૮ સાધુઓ સહિત ૭૪૮૬ યાત્રાળુઓ મળસ્કા પૂર્વે બાલતાલથી નીકળ્યા હતા. ૫૦૯૦ લોકોને લઈને ડઝનબંધ સાધુઓને લઈને સૌપ્રથમ

બેચ યાત્રા કરવા રવાના થયો હતો. યાત્રા શાંતિમય રીતે પાર પડે તથા કોઈ ભાંગફોડિયા પ્રવૃત્તિ ન થાય તે માટે સત્તાવાળાઓએ અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરી છે, એમ અધિકારીઓએ ઉમેર્યું હતું.

કોઈ પણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચોક્કસ સ્થળોએ ખાસ રાહત અને બચાવ ટીમો તહેનાત કરવામાં આવી છે.

દરમિયાન શનિવારે સવારે બાલતાલના દુમૈલ ખાતે એક કેમ્પની અંદરથી દિલ્હીના ૫૩ વર્ષના યાત્રાળુનો મૃતદેહ મળ્યો હતો. વિનોદ કુમાર બાલતાલ બેઝ કેમ્પ પહોંચ્યો હતો પણ હૃદય રોગનો હુમલો આવતાં મૃત્યુ પામ્યો હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. (એજન્સી)
મામેરું
અમદાવાદના નાથ ભગવાન શ્રી જગન્નાથજીની નગરચર્યાને આડે હવે માંડ ત્રણ દિવસ રહ્યાં છે ત્યારે મંદિરમાં યોજાતા યાત્રા પૂર્વેના પૂજન અને અર્ચન સહિતના કાર્યક્રમોમાં ભક્તોની ભીડ શરૂ થઇ ચૂકી છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા મંદિરમાં મોસાળ સરસપુરથી વાજતેગાજતે મામેરું આવી પહોંચ્યું હતું. (તસવીર: જનક પટેલ)

clip















ઈન્દ્રધનુષ
શુક્રવારે સાંજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા વિસ્તારમાં પૂર્વ દિશામાંથી વીજળીના કડાકા સાથે વાદળાં ઊમટી પડ્યાં હતાં. થોડી વારમાં ઝરમર વરસાદ શરૂ થયો હતો ત્યારે પશ્ચિમમાંથી આવતા સૂરજના તડકાના કારણે ઇન્દ્રધનુષ સર્જાયું હતું. જેને વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર દિલીપ જીરૂકાએ કેમેરામાં કેદ કર્યુ હતું. તસવીર- ભાસ્કર
જૂનાગઢની ધરતી, આજે આકાશને મળી રહી છે, કહી રહી છે
તારો મારો રંગ એક, ઢંગ એક, અંતર માત્ર એટલું જ,
તું ઈન્દ્રની જેમ ઉપર છે, હું ધનુષની જેમ નીચે...




'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular