રવિવાર, 10 જુલાઈ, 2016

ગાગરમાં સાગર

નાગરિકોની સુરક્ષા માટે પોલીસે શરૂ કરી ચાર મોબાઈલ ઍપ
મુંબઈ: તાકીદની પરિસ્થિતિમાં સમયસર મદદ મળી તે માટે મુંબઈ પોલીસે ચાર મોબાઈલ ઍપ શરૂ કરી છે, જેના થકી નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત કરી શકાશે.

પ્રતિસાદ, પોલીસ મિત્ર, વાહનચોરી તકરાર અને રેલવે હેલ્પ લાઈન ઍપ નામની આ ચાર ઍપ્લિકેશન્સની શુભારંભ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને હસ્તે નાગપુરમાં કરાયો હતો.

આ ચારેય ઍપ ચાલુ કરવાથી પોલીસ ઈમરન્સી નંબર ૧૦૦ પરનો આધાર ઘટી જશે અને નાગરિકો ગમે ત્યારે તાકીદની સ્થિતિમાં પોલીસનો સંપર્ક સાધી શકશે.

તેમ જ પોતાની ફરિયાદ અઠવાડિયાના સાતે દિવસ અને ચોવીસ કલાક નોંધાવી શકશે, એવું મહારાષ્ટ્રના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ પ્રવીણ દીક્ષિતે જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ઍપને કારણે પોલીસ દળમાં વધુ સારું સંકલન થઈ શકશે અને પોતાનું વહીવટી તંત્ર સુધારવાની તક મળશે. અત્યારે આ ઍપ એન્ડ્રોઈડ પ્લૅટફૉર્મ પર છે, પરંતુ ટૂંક સમયમાં આઈઓએસ પ્લૅટફૉર્મ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગૂગલ પ્લે સ્ટોર પરથી આ ઍપને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાશે. વાહનચોરી તકરાર ઍપ દ્વારા જે વ્યક્તિનું વાહન ચોરાયું હોય તે ઘેરબેઠા ફરિયાદ નોંધાવી શકશે, જ્યારે રેલવે હેલ્પ લાઈન ઍપ રેલવે પ્રવાસીઓની સુરક્ષા માટે મહત્ત્વની હોવાનું પોલીસનું કહેવું છે.


એચ-વનબી વિઝા પર ભારતીય વ્યવસાયીઓને નોકરીમાં રાખવા સામે અમેરિકામાં ખરડો રજૂ

વૉશિંગ્ટન: અમેરિકી સાંસદોના એક ‘બાઇપાર્ટિસન ગ્રુપ’ (બે અલગ રાજકીય પક્ષનો ટેકો ધરાવતા જૂથ)એ માહિતી તંત્રજ્ઞાન (ઇન્ફોર્મેશન ટેક્નૉલૉજી - આઇટી) ક્ષેત્રની ભારતીય કંપનીઓને નુકસાનકારક ખરડો પ્રતિનિધિગૃહમાં રજૂ કર્યો હતો.

અમેરિકા કૉંગ્રેસમાં જો આ ખરડો પસાર થયા બાદ કાયદો બનશે તો ઘણી ભારતીય કંપનીઓ એચ-વનબી અને એલ-વન વિઝા પર ભારતીય માહિતી તંત્રજ્ઞાન (આઇટી) વ્યાવસાયિકોને વધુ કામ પર રાખી નહિ શકે.

કૉંગ્રેસના સભ્ય અને ન્યૂ જર્સીના ડેમોક્રેટિક નેતા બિલ પાસરેલ અને રિપબ્લિકન પક્ષના નેતા કેલિફાર્નિયાના ડેના રોહરાબેચરે રજૂ કરેલા ‘એચ-વનબી અને એલ-વન વિઝા સુધારા ધારો, ૨૦૧૬’માંની જોગવાઇ મુજબ જો કોઇ કંપનીના પચાસથી વધુ કર્મચારી હોય અને તેમાંના પચાસ ટકાથી વધુ કર્મચારી એચ-વનબી તેમ જ એલ-વન વિઝા-ધારક હશે તો આવી કંપનીઓ એચ-વનબી વિઝા ધરાવતા વધુ કર્મચારીઓને રાખી નહિ શકે.

ભારતની મોટા ભાગની મોટી આઇટી કંપનીઓ એચ-વનબી અને એલ-વન વિઝા-ધારકો પર આધાર રાખતી હોવાથી આ નવો સૂચિત ખરડો કાયદો બનશે તો તેઓને માઠી અસર કરશે.

અહીં એ વાત નોંધવા જેવી છે કે, આ ખરડો રજૂ કરનારા સાંસદો જે રાજ્યોમાંથી આવે છે ત્યાં ભારતીય મૂળના અમેરિકી નાગરિકોની બહુમતી છે.

આમ છતાં, પ્રમુખ બરાક ઓબામા આ ખરડા પર સહી કરે તે પહેલાં આ ખરડો સેનેટમાંથી પણ પસાર કરવો પડશે.

ન્યૂ જર્સીના ડેમોક્રેટિક સભ્ય બિલ પાસરેલે જણાવ્યું હતું કે અમેરિકા ઘણાં કુશળ અને ટેક્નૉલૉજીમાં નિષ્ણાત અનુસ્નાતક તૈયાર કરી રહ્યું હોવા છતાં તેઓને નોકરી શોધવામાં મુશ્કેલી પડે છે.

તેમણે જણાવ્યું હતું કે અમુક કંપની ‘ઇન-સોર્સિંગ’ કરીને અને વિદેશી કર્મચારીઓનું શોષણ કરીને વિઝા કાર્યક્રમનો દુરુપયોગ કરી રહી છે. તેઓ આપણા લોકો (અમેરિકી નાગરિકો)ની સંખ્યા ઘટાડીને લાભ મેળવી રહ્યા છે.

બિલ પાસરેલે જણાવ્યું હતું કે કેટલીક કંપની અમેરિકી કર્મચારીઓની સંખ્યા ઘટાડીને અને વિઝા-ધારક વિદેશી કર્મચારીઓની સાથે ગેરવર્તન કરે છે. આ બન્ને બાબત અસ્વીકાર્ય છે.

તેમની કચેરીએ બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે વિદેશી આઉટસોર્સિંગ કંપનીઓ એચ-વનબી અને એલ-વન વિઝા પ્રોગ્રામનો સૌથી વધુ ઉપયોગ કરે છે.

અગાઉ, બિલ પાસરેલ અને રિપબ્લિકન પક્ષના સભ્ય કેલિફાર્નિયાના ડેના રોહરાબેચરે આવો ખરડો ૨૦૧૦માં રજૂ કર્યો હતો, પરંતુ તેને કૉંગ્રેસમાં પૂરતો ટેકો નહોતો મળ્યો.

અમેરિકન ફેડરેશન ઑફ લેબર, કૉંગ્રેસ ઑફ ઇન્ડસ્ટ્રિયલ ઓર્ગેનાઇઝેશન્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સે આ ખરડાને આવકાર્યો હતો. (એજન્સી)


ઑસ્ટ્રેલિયામાં ખચ્ચરોના અધિકારો અને હિંદુસ્તાનમાં માણસોના અધિકાર વિશે
...

ત્રણ હજારની વસતી, નવ હજાર કેરીનાં વૃક્ષ

















http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=197283
સમઝા હૈ હક કો અપને હી જાનિબ હર એક શખ્સ,

પર ચાંદ ઉસ કે સાથ ચલા, જો જિધર ગયા.

clip

clip

loading...








'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular