મંગળવાર, 26 જુલાઈ, 2016

.ગાગરમાં સાગર

અગિયારમીના પ્રવેશ મામલે હજુ વિદ્યાર્થીઓ અવઢવમાં
નવમીએ એડ્મિશનનો રાઉન્ડ ને ૧૮મીએ પરીક્ષા
મુંબઈ: અગિયારમીના એડ્મિશન માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ હજુય એટલા જ પરેશાન છે. છેલ્લા કેટલાય દિવસથી ચર્ની રોડ ખાતેની શિક્ષણ વિભાગની ઑફિસ બહાર વિદ્યાથીઓ પોતાની સમસ્યાઓ લઈ લાઈન લગાવીને ઊભા છે. બીજી બાજુ શિક્ષણ વિભાગે હજુ એક ઑનલાઈન એડ્મિશનના રાઉન્ડ માટે નવમી ઑગસ્ટનો સમય આપ્યો છે. બીજી બાજુ મોટા ભાગની જૂનિયર કૉલેજમાં ૧૬થી ૧૮ ઑગસ્ટ વચ્ચે પરીક્ષાની શરૂઆત થાય છે ત્યારે વિદ્યાર્થી-વાલીઓ મૂંઝાયા છે અને ચિંતા અનુભવી રહ્યા છે.

આ મામલે ‘મુંબઈ સમચાર’ સાથે વાત કરતા ઘણા વાલીઓએ જણાવ્યું હતું કે અમે પંદર દિવસથી અહીં ચક્કર લગાવીએ છીએ. મોટા ભાગના વાલીઓને પસંદગીની કૉલેજો ન મળી હોવાની ફરિયાદ છે તો ઘણાને એક મેરિટ લિસ્ટમાં નામ આવ્યા બાદ બીજામાં ન આવ્યું હોવાની ફરિયાદ છે. વિદ્યાર્થીઓએ હાલ પૂરતું જ્યાં મળ્યું ત્યાં એડ્મિશન સિક્યોર કર્યું છે, પરંતુ હવે નવા લિસ્ટમાં પોતાને ગમતી કૉલેજ નહીં મળે તો શું કરશું તે સવાલ છે. એક વાલીએ જણાવ્યું હતું કે દસમા ધોરણ સુધી મારી પુત્રી અમારા રહેઠાણ એલ્ફિસ્ટનથી સ્કૂલ સુધી જ પ્રવાસ કરતી હતી. અમે તેને એકલી બહાર જવા દીધી નથી. હવે તેને અંધેરીમાં એડ્મિશન મળ્યું છે. છોકરીઓની સુરક્ષાને લઈને માતા-પિતા તરીકે અમે ચિંતિત હોઈએ તે સ્વાભિવક છે. આ સાથે કૉલેજ બાદ મોટા ભાગના બાળકો ક્લાસિસમાં જતા હોય છે જે તેમના ઘર કે વિસ્તાર આસપાસ જ હોય છે. આથી દૂર જવાને લીધે બાળકોના સમયનો પણ વ્યય થાય છે.

આ મામલે ડેપ્યુટી ડિરેક્ટર બી. બી. ચવ્હાણને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે માતા-પિતા અને વિદ્યાર્થીઓએ પોતાને મળેલા માર્ક્સ અને પસંદગીની કૉલેજો વચ્ચે સુમેળ સાધ્યા વિના ગમે તેમ પસંદગીની કૉલેજોનું લિસ્ટ આપ્યું છે. તેમણે ઑનલાઈન ફોર્મ ભરવાના કરેલી ભૂલને લીધે આ સ્થિતિ પેદા થઈ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ૭૫ ટકા વિદ્યાર્થીઓએ એડ્મિશન લઈ લીધા છે. જે બાકી છે તેમની માટે અમે એક રાઉન્ડ વધારે રાખ્યો છે. અમારે પણ દરેક પ્રક્રિયા માટે તૈયારી કરવી પડે છે. અમે પૂરી મહેનત કરી રહ્યા છે કે એખ પણ વિદ્યાર્થીને અન્યાય ન થાય કે તકલીફ ન પડે.

આ સાથે ધ્યાનમાં આવ્યું છે કે શહેરની ૪૫ કૉલેજોમાં એક પણ વિદ્યાર્થીએ એડ્મિશન લીધું નથી.

શિક્ષણ વિભાગના અને કૉલેજોના સૂત્રો દ્વારા એમ પણ જાણવા મળ્યું છે કે કૉલેજોને ઑફલાઈન એડ્મિશન આપવા માટે રાજકીય નેતાઓ અને વિધાનસભ્યો દબાણ કરી રહ્યા છે. કોર્ટના આદેશ અનુસાર આ વર્ષે માત્ર ઑનલાઈન પદ્ધતિથી જ એડ્મિશન આપવામાં આવી રહ્યા છે.


clip
clip


clip




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular