મંગળવાર, 20 સપ્ટેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip


clip

clip


ચૂંટણીને લીધે દસમા બારમા ધોરણનું ટાઈમટેબલ લટકી પડ્યું
સોશિયલ મીડિયા પર આવતા સંદેશાઓનો વિશ્ર્વાસ ન કરવા વિદ્યાર્થીઓને અપીલ
મુંબઈ: આઘાડી સરકાર હતી ત્યારે તત્કાલીન શિક્ષણ પ્રધાન રાજેન્દ્ર દરડાએ પહેલી જૂને જ દસમા અને બારમા બૉર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ બહાર પાડવાની પરંપરા શરૂ કરી હતી. ભાજપ-શિવસેના સરકારને આ પરંપરા આગળ વધારવાનું જરૂરી ન લાગ્યું, પરંતુ સ્વાભાવિક રીતે ઑગસ્ટ સુધીમાં બૉર્ડની પરીક્ષાઓનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવતું. આ વર્ષે લગભગ સપ્ટેમ્બર પૂરો થવા આવ્યો છતાં ટાઈમટેબલ જાહેર ન થતાં વિદ્યાર્થીઓ-વાલીઓ અને સ્કૂલોમાં કુતૂહલતા અને ઈન્તેઝાર હતો, પરંતુ આ મામલે બૉર્ડે સ્પષ્ટતા કરી છે. રાજ્યમાં ડિસેમ્બર ૨૦૧૬થી લઈ ફેબ્રુઆરી, ૨૦૧૭ સુધીમાં પરિષદ અને પાલિકાની ચૂંટણીઓ પ્રસ્તાવિત છે અને આ માટે હજુ ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવી નથી. આથી ટાઈમટેબલ જાહેર કરવામાં વિલંબ થયો છે, તેવી સ્પષ્ટતા તેમણે કરી હતી. ટાઈમટેબલ અંગે સોશિયલ મીડિયા પર ઘણા સંદેશાઓ ફરી રહ્યા છે અને ઘણાએ ટાઈમટેબલ જાહેર પણ કરી દીધું છે. આ મામલે પરીક્ષા વિભાગે સ્પષ્ટતા કરી છે કે તેમના તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી અને આવા સંદેશાઓ પર વિશ્ર્વાસ ન કરવાની અપીલ કરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા વિરોધ છતાં ચૂંટણી દરમિયાન શિક્ષકોને ડ્યૂટી સોપવામાં આવે છે અને સરકારી કર્મચારી અને સંસાધનોનો ઉપયોગ થાય છે. આ ઉપરાતં મતદાન કેન્દ્ર તરીકે સ્કૂલ પરિસરનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે.

પરીક્ષા અને ચૂંટણી બન્ને સાથે હાથ ધરવી શક્ય નથી. આથી જો બન્નેની તારીખ નજીક-નજીક હોય તો પણ સમસ્યા સર્જાઈ શકે છે. આથી પરીક્ષા બૉર્ડે ચૂંટણી 

પંચની તારીખોની રાહ જોવાનું ફરજિયાત બન્યું છે. 




મનસેનો નવો ફતવો: નવરાત્રીના આયોજકો પાસેથી નફાના પચાસ ટકા લો!
મુંબઈ: અત્યાર સુધી મરાઠીવાદને મુદ્દે ચૂંટણી જીતવા પ્રયત્ન કરી રહેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) આગામી સુધરાઈની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાતી વિરુદ્ધ ઝેર ઓકવાનું ચાલુ કર્યું છે અને આને માટે નવરાત્રોત્સવને નિશાન બનાવ્યો છે. નવરાત્રિમાં દાંડિયારાસ માટે સુધરાઈના મેદાન ભાડે લેનારા આયોજક પાસેથી તેમના નફાના ૫૦ ટકા લેવાની માગણી મનસેએ સુધરાઈ સમક્ષ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં મોટા ભાગના આયોજકો ગુજરાતી છે.

સુધરાઈએ તહેવારોની ઉજવણી દરમિયાન તાત્પૂરતા બાંધવામાં આવતા મંડપો માટે વધુ ફી વસૂલ કરવાનો સર્ક્યુલર બહાર પાડયો હતો અને તે મુજબ કોઈ પણ ધર્મના ધાર્મિક તહેવારોની ઊજવણી કરતા સમયે કોઈ ઈવેન્ટ આયોજિત કરવામાં આવી હોય એ મુજબની ફી આયોજકો પાસેથી વસૂલ કરવામાં આવતી હતી ત્યારે આ સર્ક્યુલરમાંથી ધાર્મિક તહેવારની બાદબાકી કરી નાખવાની માગણી કરવામાં આવી હતી જેને સુધરાઈ કમિશનર અજોય મહેતાએ માન્ય રાખીને સર્ક્યુલરમાં ફેરફાર કરવાનો આદેશ આપ્યો છે અને એ મુજબ હવે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમના આયોજકો પાસેથી અગાઉ મુજબ ફી વસૂલ કરવી એવો સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો હતો. જેનો ફાયદો ગણેશોત્સવ દરમિયાન બાંધવામાં આવતા મંડપોને થયો હતો અને તે મુજબ જ હવે નવરાત્રિમાં ઠેર ઠેર માતાજીનું મૂર્તિની સ્થાપના કરનારા અને નવરાત્રિમાં ગરબાનું આયોજન કરનારા મંડળોને આ ફાયદો મળવાનો હતો, પણ મનસેના ગ્રુપ લીડર સંદીપ દેશપાંડેએ તેની સામે વાંધો ઉઠાવતો એક પત્ર સુધરાઈ કમિશનરને સોમવારે એક પત્ર લખ્યો હતો.

સંદીપ દેશપાંડેના કહેવા મુજબ દાંડિયારાસના આયોજક અનેક ઠેકાણે હજારો રૂપિયાની ટિકિટ રાખતા હોય છે. એટલું જ નહીં પણ દાંડિયા આયોજકોને લાખો રૂપિયા પ્રાયોજકો પાસેથી મળતા હોય છે અને લાખો રૂપિયા કમાતા હોય છે એની સામે તેઓ સુધરાઈને નામ માત્ર ભાડું આપતા હોય છે. તેથી નવરાત્રિમાં સુધરાઈના ઓપન સ્પેસ ભાડા પર લેનારા તમામ આયોજકો પાસેથી વ્યવસાયિક દરે અથવા ૫૦ ટકા ભાગીદારીના એટલે કે તેમના નફાનો ૫૦ ટકા હિસ્સો લેવો જોઈએ. સંદીપ દેશપાંડેની આ માગણીને કારણે નવરાત્રિનું આયોજન કરનારા અનેક આયોજકોમાં નારાજગી વ્યાપી ગઈ છે.

----------------------------

સુધરાઈના સર્કયુલરનો ફાયદો થશે?

થોડા દિવસ પહેલા સુધરાઈએ એક સર્ક્યુલર બહાર પાડયો હતો, જેમાં ૫૦૦ ચોરસ ફૂટ મંડપ માટે એક દિવસ માટે ૧૧ હજાર તો સાત દિવસ માટે ૨૩ હજાર રૂપિયા, ૧૦૦૦ ચોરસફૂટ સુધીના મંડપ માટે એક દિવસનું ૧૫,૫૦૦, તો સાત દિવસ માટે ૩૯,૫૦૦ અને ૧૦૦૦ ચોરસફૂટના મંડપને એક દિવસ માટે ૨૭,૦૦૦ તો સાત દિવસ માટે ૫૧ હજાર રૂપિયા વસૂલ કરવામાં આવે છે. આ નવા જાહેર કરેલા દરમાંથી ધામિર્ક તહેવારની ઊજવણી કરનારા મંડળોને રાહત આપવામાં આવી હતી અને તેનો ફાયદો નવરાત્રિના આયોજકોને પણ મળવાનો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular