બુધવાર, 28 સપ્ટેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip

clip
clip

ભાસ્કર િવશેષ 
ચાલુ મુસાફરીએ અન્ય પેસેન્જરની સારવારની ઝંઝટ થાય તે માટે રિઝર્વેશન ફોર્મમાં ડિકલેરેશન કરતા નથી 
ઓમકારસિંહ ઠાકુર | અમદાવાદ
અમદાવાદસહિત રાજ્યની સરકારી તેમજ પ્રાઈવેટ હોસ્પિટલોમાં પ્રેક્ટિસ કરતા તમામ ડોક્ટરો ટ્રેનમાં મુસાફરી દરમિયાન રેલવે દ્વારા ભાડામાં અપાતી 10 ટકા છૂટ લેતા નથી અને સામાન્ય લોકોની જેમ મુસાફરી કરે છે. છૂટ મેળવવા માટે રિઝર્વેશન ફોર્મમાં માત્ર તેઓ ડોક્ટર હોય તો માત્ર હા લખવાનું હોય છે. જો કે તેના બદલામાં મુસાફરી દરમિયાન જો ટ્રેનમાં કોઈ પેસેન્જર માંદો પડે તો તેની સારવાર કરવાની હોય છે.
અમદાવાદ ડિવિઝનના અધિકારીઓના જણાવ્યા મુજબ અમદાવાદ સ્ટેશન પરથી છેલ્લા 6 મહિનામાં એક પણ પેસેન્જરે પોતે ડોક્ટરે જાહેરાત કરી ટિકિટ ભાડામાં 10 ટકા છૂટ મેળવી નથી. વધુમાં આખા વર્ષ દરમિયાન માંડ એક કે બે ડોક્ટરો ટિકિટ ખરીદતી વખતે પોતે ડોક્ટર હોવાની સત્તાવાર જાહેરાત કરે છે અને ભાડામાં છૂટ મેળવે છે.
કોઈ પણ ડોક્ટરે ટ્રેનમાં મુસાફરી વખતે ભાડામાં છૂટ મેળવવાની પ્રક્રિયા ખૂબજ સરળ છે. સ્લીપર સહિત તમામ શ્રેણીના કોચમાં મુસાફરી કરવા માટે ડોક્ટરોએ રિઝર્વેશન ફોર્મમાં ઉપરના ભાગે દર્શાવેલ 'શું તમે ડોક્ટર છો' કોલમમાં હા લખવાનું હોય છે. જો તેઓ હાલ લખે તો તેમને ભાડામાં છૂટ મળી શકે છે. જો કે તેના બદલામાં ડોક્ટરોને મુસાફરી દરમિયાન પોતાની મેડિકલ બેગ સાથે રાખવાની હોય છે અને જરૂરિયાતના સમયે કોઈ પણ પેસેન્જરની સારવાર કરવાની હોય છે. પરંતુ ઝંઝટથી બચવા માટે ડોક્ટરો ટ્રેનમાં મુસાફરી દરમિયાન પોતાની ઓળખ છૂપાવી સામાન્ય પેસેન્જરોની જેમ રિઝર્વેશન ટિકિટ લઈ મુસાફરી કરે છે.
વિશે ચર્ચા કરતા ડો. એસ. વી. ત્રિપાઠીએ જણાવ્યું કે, કોઈ પણ ડોક્ટર દર્દીની સારવાર કરવાથી ડરતો નથી અને અમારી ડ્યૂટી છે. પરંતુ મુસાફરી દરમિયાન તેમની પાસે જરૂરી તબીબી સાધનો કે જીવનરક્ષક દવાઓ હોતી નથી. આવા સંજોગોમાં કોઈ વ્યક્તિની સારવાર કઈ રીતે કરી શકાય છે. વધુમાં જો રેલવે દ્વારા ટ્રેનમાં જરૂરી દવાઓ અને સાધનોની વ્યવસ્થા કરવામાં આવે તો પેસેન્જરની સારવાર કરી શકાય છે. અન્ય એક ડો. આદિત્ય ઉપાધ્યાયે જણાવ્યું કે, તેઓ ટ્રેનમાં મુસાફરી કરે છે પરંતુ ભાડામાં છૂટ લેતા નથી. અમારો સેવાનો વ્યવસાય છે પરંતુ મુસાફરી દરમિયાન પૂરતા સાધનો હોવાથી દર્દીની સારવાર કરી શકાતી નથી. જો કે કેટલીક પ્રાથમિક દવાઓ હું સાથે રાખું છું પરંતુ હજુ સુધી તેની જરૂર પડી નથી.
ડોક્ટરો રિઝર્વેશન ફોર્મમાં પોતે ડોક્ટર છે કે નહીં તે લખતાં નથી.
ટ્રેનમાં ડોક્ટરો કદી મુસાફરી કરતા નથી!

loading...


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય