મંગળવાર, 27 સપ્ટેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip

clip

ભાસ્કર િવશેષ
 
ભાસ્કર િવશેષ 
8 વર્ષના પરીશ્રમથી તૈયાર કરાયેલો ઉપગ્રહ સવારે 9 વાગે અવકાશમાં પ્રક્ષેપણ કરાયું 
ભાસ્કર ન્યૂઝ | મુંબઈ
મુંબઈઆઈઆઈટીના વિદ્યાર્થીઓએ આઠ વર્ષ અથાક પરિશ્રમ કરીને તૈયાર કરેલો લઘુઉપગ્રહ પ્રથમનું સોમવારે સવારના 9 વાગ્યે અવકાશમાં સફળ પ્રક્ષેપણ થયું હતું. શ્રીહરીકોટા ખાતે સતીશ ધવન કેન્દ્રમાંથી અવકાશમાં જનાર પ્રથમ પર વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો સહિત દેશનું ધ્યાન હતું. મહત્ત્વનું એટલે વિદ્યાર્થીઓએ તૈયાર કરેલો પહેલો લઘુઉપગ્રહ હોઈ એનું પ્રક્ષેપણ ભારતીય અવકાશ સંશોધનમાં એક મહત્ત્વનો તબક્કો છે. દરમિયાન આઈઆઈટીના કેમ્પસમાં પ્રક્ષેપણ પછી ઉત્સવી માહોલ છવાયો હતો અને સૌએ એકબીજાને અભિનંદન આપ્યા હતા.
IIT મુંબઈના એરોસ્પેસ એન્જિનિયરીંગ વિભાગમાં શિક્ષણ લેતા સપ્તશ્રી બંડોપાધ્યાય અને શશાંક તમાસકર નામના વિદ્યાર્થીઓને જુલાઈ 2007માં પ્રથમની ...અનુસંધાનપાનાં નં.6
સંકલ્પનાસૂઝી હતી. અનુસાર આઈઆઈટી એરોસ્પેસ એન્જિનિયરીંગ વિભાગે એની તૈયારીઓ શરૂ કરી હતી. ત્સુનામી જેવી ઘટનાની પૂર્વકલ્પના આપવાની ક્ષમતા પ્રથમમાં છે એવો દાવો મુંબઈ આઈઆઈટીએ કર્યો છે. વિશેષ એટલે ફક્ત 10 કિલો વજનના ઉપગ્રહના વખાણ ઈસરોએ પણ કર્યા છે.
ઈંડિયન સ્પેસ રિસર્ચે 2009માં લઘુઉપગ્રહ બાબતે કરાર કર્યા હતા. પણ કેટલાક કારણોસર ઉપગ્રહ છોડવાને ગ્રીન સિગ્નલ મળતું નહોેતું. દરમિયાનના સમયમાં પ્રથમમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા હતા. સોમવારે અવકાશમાં ઉડાણ કર્યા પછી લઘુઉપગ્રહ 4 મહિના સુધી પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરશે. એમાંના 2 મહિના વિદ્યાર્થીઓ પ્રથમની અવકાશમાંની બાહ્ય તપાસ કરશે. એમાંની ત્રુટિઓ નોંધીને નવી યોજનાઓમાં ફેરફાર કરવામાં આવશે. લઘુઉપગ્રહ અવકાશમાં ભારતના વાતાવરણનો અભ્યાસ કરશે અને વાતાવરણમાં ફેરફાર નોંધશે.
પ્રથમનો ઉદેશ
વાતાવરણમાંફેરફારનો અભ્યાસ કરવો, ઈલેકટ્રોનનો અભ્યાસ કરવો, વધુમાં વધુ વિદ્યાર્થીઓમાં અવકાશ વિજ્ઞાન પ્રત્યે રસ નિર્માણ કરવો
આમથાય છે પસંદગી
આઈઆઈટીમુંબઈના એરોસ્પેસ એન્જિનિયરીંગમાં સપ્ટેમ્બરમાં પ્રથમની નવી ટીમની પસંદગી કરવામાં આવે છે. એના માટે પ્રશ્નોત્તર સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત વિદ્યાર્થીઓએ રજૂઆત કરવી પડે છે. એમાંથી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. દર વર્ષે લગભગ 30 વિદ્યાર્થીઓની ટીમ પ્રથમ માટે કામ કરે છે.
યોજનાનો ઉદેશ
આઈઆઈટીસાથે એરોસ્પેસ એન્જિનિયરીંગમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પ્રથમ હકનો મંચ છે. ભવિષ્યમાં દેશની કોલેજો, યુનિવર્સિટીઓ એકસાથે આવે અને પ્રથમનું કામ અખંડપણે ચાલુ રહે એની પાછળનો ુદેશ છે.
મુંબઈ આઈઆઈટીના વિદ્યાર્થીઓએ બનાવેલા લઘુ ઉપગ્રહનું સફળ પ્રક્ષેપણ



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular