મંગળવાર, 28 જૂન, 2016

સમાચાર


clip

clip

clip
clip

loading...

શિક્ષણ વિરોધીનીતિ વિરુદ્ધ 4થીએ સ્કૂલો બંધ
ભાસ્કર ન્યૂઝ | મુંબઈ
સરકારનીશિક્ષણ વિરોધી ધોરણો વિરુદ્ધ રાજ્યની તમામ શિક્ષણ સંસ્થાચાલક, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને સાથે લઈને નિર્ણાયક આંદોલનની શરૂઆત કરશે. આગામી 4 જુલાઈના રાજ્યના તમામ સ્કૂલો એક દિવસ બંધ રાખીને સરકારને ઈશારો આપશે. દિવસે જિલ્લાધિકારીકાર્યાલય પર મોરચો કાઢવામાં આવશે. સરકાર નોંધ નહીં લે તો 15 જુલાઈથી સ્કૂલો બેમુદત બંધ આંદોલન કરશે. નિર્ણય સોમવારે શિક્ષણ સંસ્થાચાલકોની બેઠકમાં લેવામાં આવ્યો હતો.
બાબતે રાજ્ય સ્તરે સ્થાપના કરવામાં આવેલ મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ (વિદ્યાર્થી અને વાલી) બચાવ કૃતી સમિતિ તરફથી બેઠક યોજાઈ હતી. એમાં કોલ્હાપુર વિભાગના અધ્યક્ષ અશોક થોરાત, ભૂતપૂર્વ વિધાનસભ્ય શરદ પાટીલ, સાંગલી શિક્ષણ સંસ્થાના નિતીન ખાડીલકર, અરૂણ દાંડેકર, એડવોકેટ એસ.એસ. પાટીલ સહિત અનેક સંસ્થાચાલક ઉપસ્થિત હતા.
છેલ્લા પાંચદસ વર્ષમાં અનુદાનિત સ્કૂલોને મુશ્કેલીમાં મૂકનાર ધોરણો સરકારે અમલમાં મૂક્યા હતા. એના દુષ્પરિણામ રૂપે સમાજમાં શ્રીમંતો માટે જુદી અને ગરીબ-મધ્યમ વર્ગ માટે જુદી શિક્ષણ વ્યવસ્થા અસ્તિત્ત્વમાં આવી છે. પોતાના ભંડોળથી ચાલતી સ્કૂલોને પરવાનગી આપીને સરકારે પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે. સમયે કેન્દ્ર સરકાર શિક્ષણ હક કાયદો ઘડે છે. 2004થી 2015 સુધી પગાર છોડીને બીજું અનુદાન બંધ કરીને રાજ્ય સરકારે સંસ્થાચાલકો તથા સ્કૂલોને મુશ્કેલીમાં મૂકી હતી.
5 ટકા અનુદાન આપવાનું જણાવ્યા છતાં છેલ્લા બેત્રણ વર્ષથી સાડા ત્રણ ટકા અનુદાન આપે છે. શિક્ષક, લાઈબ્રેરિયન, પ્યુન વગેરે પદોની ભરતી માટે મનાઈ કરીને સ્કૂલોનું કામકાજ ઠપ્પ કરી દીધું છે. પહેલાંની આઘાડી સરકારે કામ કર્યું અને હવે યુતિ સરકાર કરી રહી છે એવી ભૂમિકા બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.




'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular