ગુરુવાર, 2 જૂન, 2016

news



ગુજરાતીઓ લક્ષ્મીનંદન છે કે શિક્ષણપ્રેમી પણ? પરીક્ષાની પળ

મુંબઈ: સ્વાતંત્ર ભારતમાં પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ શિક્ષણ ખાતાના મંત્રી તરીકે મૌલાના અબુલ કલામ આઝાદની વરણી કરી હતી. આ વરણી વિશે વાઈસરોય એટલે કે ગવર્નર જનરલ અર્લ માઉન્ટબેટને એવો પ્રતિભાવ આપ્યો હતો કે આ વરણી ઉચિત નથી કેમ કે સ્વતંત્ર ભારતમાં શિક્ષણ પદ્ધતિ વિશે ગાંધીજીની જે પરિકલ્પના છે એનું અમલીકરણ મૌલાના આઝાદથી થઈ શકે નહીં.

લગભગ સિત્તેર વરસ વીતી ગયાં છે એ વાતને. સિત્તેર વરસ પછી પણ શિક્ષણ પદ્ધતિ અને પાઠ્યપુસ્તકો જોયા પછી એમ લાગે છે કે મૌલાના ઊણા ઊતર્યા હોય કે ન ઊતર્યા હોય તો પણ માઉન્ટબેટન સાચા ઠર્યા છે. આપણું શિક્ષણ ખાતું કદાચ એવા માણસોના હાથમાં છે કે જેમને શિક્ષણમાં ભાગ્યે જ રસ હોય.

વાત મહારાષ્ટ્ર રાજ્યના ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકોની કરવાની છે. ધો-૧થી ૧૦ના પાઠ્યપુસ્તકોમાં જે અસંખ્ય ભૂલો છે અને જેમાં ભાષા શુદ્ધિના કોઈ નિયમો જળવાયા નથી એ વિશે ‘મુંબઈ સમાચાર’માં જ આ અગાઉ વિગતે વાત થઈ ચૂકી છે. કાંદિવલીની એક શૈક્ષણિક સંસ્થા કાંદિવલી એજ્યુકેશન સોસાયટીએ પોતાના ગુજરાતી ભાષા ભવનના ઉપક્રમે આ પ્રકલ્પ હાથ ધર્યો. લગભગ ચારેક મહિના સુધી ધોરણ ૧થી ૧૦ સુધીના પાઠ્યપુસ્તકોનો ઊંડા ઉતરીને અભ્યાસ કર્યો. જેને ગુજરાતી ભાષા જ ન કહેવાય એવી વાક્યરચનાઓ એકઠી કરી અને આ બધું વિગતવાર તા. પ/૪/૨૦૧૬ના રોજ પુણે ખાતે પાઠ્ય પુસ્તક નિર્માણ સમિતિને મોકલી આપ્યું. ત્યાર પછી અધિકારીઓ સાથે ટેલિફોન દ્વારા સંવાદ પણ કર્યો. અધિકારીઓએ આ વિશે લાગતીવળગતી સમિતિઓની બેઠક બોલાવીને ચર્ચા કર્યા પછી વિચારીશું એવું કહ્યું. એટલું જ નહીં, નવા શૈક્ષણિક વર્ષ ર૦૧૬-૨૦૧૭નાં પુસ્તકો છપાઈ ગયાં હોવાથી આ વરસે કશું થઈ શકે નહીં એવું પણ કહ્યું, જોકે આજ સુધી કોઈ સત્તાવાર લેખિત જવાબ મોકલ્યો નથી. આનો અર્થ એવો થયો કે છેલ્લાં કેટલાંય વરસોથી વિદ્યાર્થીઓને જે ખોટું ભણાવાઈ રહ્યું છે એની જાણકારી મળ્યા પછી પણ વધુ એક વરસ હજારો વિદ્યાર્થીઓને ખોટું જ ભણાવાતું રહેશે. આને શાળાએ વિદ્યાર્થી માટે સરસ્વતી મંદિર કહીશું કે સરકારી સ્તરે વિદ્યાની અરથી કહીશું?

પ્રાદેશિક ભાષાના માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય છે એ ખરું. આમ છતાં મુંબઈ અને મહારાષ્ટ્રમાં હજુ આજે પણ હજારો વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમ દ્વારા શિક્ષણ લઈ રહ્યા છે. આ વિદ્યાર્થીઓના વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષણ સંસ્થાના સંચાલકોએ પણ આ દૂષિત પાઠ્ય પુસ્તકોની પૂરતી માહિતી મળ્યા પછી પણ જે મૌન સેવ્યું છે એ ભારે આઘાતજનક અને લજ્જાસ્પદ પણ છે. હજુ મોડું થયું નથી. આવતા મહિને નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલાં મહારાષ્ટ્રની તમામ ગુજરાતી માધ્યમની શાળાના સંચાલકો, પ્રિન્સિપાલો અને શિક્ષકોને અમે ખાસ વિનંતી કરીએ છીએ કે પુણે ખાતેની પાઠ્ય પુસ્તક નિર્માણ સમિતિના સરનામે એમનો આક્રોશ પહોંચાડે. આ વિષયની જે કાંઈ જરૂરી માહિતીઓ મેળવવાની હોય તેઓ મુંબઈ સમાચાર તથા કાંદિવલી એજ્યુકેશન સોસાયટીના ગુજરાતી ભાષા ભવનનો અહીં આપેલ ઇ-મૅલ પર સંપર્ક કરી શકે છે.

ઘાટકોપરના યુવાને સર કર્યો માઉન્ટ એવરેસ્ટ

બિહારમાં બારમાની પરીક્ષામાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194519




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular