શુક્રવાર, 3 જૂન, 2016

news

શૈક્ષણિક સંસ્થાઓની સ્વાયત્તતા પર કથિત તરાપ મારતા હાયર એજ્યુકેશન બિલ સામે રાજ્યપાલે માગી સ્પષ્ટતા
અમદાવાદ: રાજ્યની આનંદીબેન પટેલ સરકારે તાજેતરમાં જ વિધાનસભાગ્ાૃહમાં પસાર કરેલા સ્ટેટ હાયર એજયુકેશન કાઉન્સિલ બિલ-૨૦૧૬નો કૉંગ્રેસ અને કેટલાક સંગઠનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે ત્યારે ખુદ રાજયપાલ ઓ. પી. કોહલીએ પણ કેટલીક જોગવાઇઓ અંગે સરકારની સ્પષ્ટતા માગી છે. રાજયપાલ દ્વારા બજેટ સત્રમાં પસાર કરાયેલા મોટાભાગના વિધેયકને મંજૂરી આપી દેવાઇ છે. જયારે આ બિલને હજુ મંજૂરી આપવામાં આવી નથી જેના કારણે હાલ આ વિધેયકનો અમલ ખોરંભે પડી જવા પામ્યો છે. રાજયપાલે આ મામલે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિત શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવીને તેમને પૃચ્છા કરતા સમગ્ર મામલો હવે ગંભીર થવા પામ્યો છે. માર્ચમાં યોજાયેલી વિધાનસભાની બેઠક દરમિયાન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પર સરકાર દ્વારા નિયમન લાવતું વિધેયક ભાજપ દ્વારા બહુમતીથી પસાર કરીને રાજયપાલને મોકલાયું હતું. જો કે જેવી બિલની જોગવાઇઓ જાહેર થઇ તે સાથે જ રાજકીય પક્ષો, ઉત્તર ગુજરાતના શૈક્ષણિક સંગઠનો, કૉંગ્રેસ, વિદ્યાર્થી સંગઠનો, કેટલાક શિક્ષણવિદોે વિગેરે દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને સરકાર આ કાયદો લાવીને શૈક્ષણિક સંસ્થાનો પર તરાપ મારવા માગતી હોવાનો આરોપ મૂકયો હતો.

સાંસદ પૂનમ મહાજન માટે સ્પેશ્યલ ટ્રેનનો વિવાદ
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194598
આખા શરીરે ચાદર ઓઢેલી સ્ત્રી પવિત્ર ગણાય?
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194458
દિલ મેં કિસી કી યાદ કો મેહમાં બના દિયા, દુશ્વારિયે હયાત કો આસાં બના દિયા
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194086

રાજ કપૂર: પર હમ તુમ્હારે રહેંગે સદા





સુરેન્દ્રનગરમાં 4 વર્ષમાં ગીધની સંખ્યા 4થી વધીને 88 થઈ
પર્યાવરણને ચોખ્ખું રાખતું ગીધ આજે પોતે સાફ થઈ ગયાની વાતો સાંભળાય છે. તાજેતરમાં 27, 28 અને 29 મેના રોજ કરાયેલી ગીધની વસતી ગણતરી મુજબ ગીધની સંખ્યા 1000 અંદર પહોંચી છે, પરંતુ ઝાલાવાડમાં તેમની સંખ્યા વધી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 2012માં માત્ર ચાર ગીધ નોંધાયાં હતાં. 2012માં ગુજરાતમાં ગીધની વસતી ગણતરી યોજાઈ હતી, જેમાં ગીધની કુલ સંખ્યા 1043 નોંધાઈ હતી, જે 2016માં ચારથી વધીને હાલ 88 સુધી પહોંચી છે. }ભાસ્કર
ગીધની ગણતરી


કચરાને ક્રશ કરી ખેતીમાં 90% પાણી બચાવી શકાય
રજત ત્રિવેદી. રાજકોટ
આજનાસમયમાં દિન પ્રતિદિન પાણીની સમસ્યા ગંભીર વળાંક લઈ રહી છે, જળસ્ત્રોતો સુકાઈ રહ્યા છે, ત્યારે આવા કપરા સમયમાં જળસંચયની આવશ્યકતા વધી રહી છે. ત્યારે શહેરના બે ખેડૂતોએ 90 ટકા પાણીનો બચાવ કરીને માત્ર દસ ટકા પાણીથી ઉત્તમ અને ઓર્ગેનિક ખેતી કરવાના એક વિશેષ વિચાર થકી લોકોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન હાથ ધર્યું છે. "સેવવોટર' અને "સેવબર્ડ' ની ઉક્તિ યથાર્થ કરી તદ્દન નજીવા ઉત્પાદન ખર્ચે વધુમાં વધુ ઉપજ મેળવવાની કૃષિ પધ્ધતિનો ઉપયોગ ખેડૂતો અપનાવે તો જમીનમાં રહેલા જળસ્ત્રોત, તેમજ લોકોના આરોગ્ય જોખમાય નહીં તેવા સંદેશા રૂપે અભિયાન હાથ ધર્યું છે.
અંગે વિશેષ સમજ અને રૂબરૂ નિદર્શન થકી રાજકોટના ખેડૂત ઉદ્યોગપતિ ભરતભાઇ પરસાણા અને કૃષિ તજજ્ઞ હિતેષભાઇ ઠુંમરે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, જેમ ઘરનું પાણી ઘરમાં, ખેતરનું પાણી ખેતરમાં રહે અને ખેતીવાડીમાં જળસંચય પણ થાય તે માટે ખેત-બાગાયતના વેસ્ટ સૂકા પાંદડાં, ડાળીઓ વગેરેનો નાશ કરવાને બદલે ખેતર કે બગીચામાં મલ્ચિંગ (ક્રશ) કરીને પાથરી દેવામાં આવે તો જમીનમાં પાણીનો ભેજ સચવાઇ રહે છે. ઉપરાંત વેસ્ટેજના કારણે સુક્ષ્મ જીવાણુઓ અને અળસિયાનું પ્રમાણ વધે જે કુદરતી ખેડ કરી વનસ્પતિ અને છોડવાઓ માટે જૈવિક ખાતરનું કામ કરશે. અળસિયા જમીનમાં અંદર-બહાર 20 ફૂટ સુધી આવન જાવન કરે છે. તેનાથી જમીનમાં થયેલા છીદ્રો વડે વૃક્ષને હવા પાણીનું સરકર્યુલેશન મળી રહે છે. જળસંચયની ક્ષમતા પણ વધી જાય છે. જેનાથી ભવિષ્યમાં જમીનને માત્ર 10 ટકા જેટલા પાણીની જરૂરિયાત રહે છે. જમીનમાં અળસિયાના વધુ પ્રમાણથી દરેક વૃક્ષ પર પક્ષીઓનું આવાગમન પણ વધુ સંખ્યામાં રહે છે. પક્ષીઓનો મુખ્યત્વે ખોરાક સુક્ષ્મ જીવજંતુઓ અને અળસિયા હોય છે. ભેજવાળી જમીનના કારણે દેડકાઓનું પ્રમાણ વધશે જેના કારણે પક્ષીઓનું ચરક અને દેડકાઓનું મૂત્ર ઓર્ગેનિક ખેતીનું કામ કરશે.
ખેતીમાં નવી પદ્ધતિ અપનાવનાર ખેડૂત ભરતભાઇ અને હિતેષભાઇ
ભરતભાઇ પરસાણાએ પોતાના પુષ્પવાટિકા ફાર્મહાઉસમાં પ્રયોગ ત્રણ માસથી શરૂ કર્યો છે. 8 એકરમાં પથરાયેલી વાડીમાં બાગાયતી ખેતી માટે ત્યાં પાણી નથી. અગાઉ પ્રતિદિન 15 ટેન્કર પાણી મગાવીને વૃક્ષો અને છોડવાઓને પાણી પિવડાવતા, જ્યારે આજે માત્ર ત્રણ ટેન્કરની જરૂરિયાત પધ્ધતિ બાદ રહી છે.
લોકોનીતંદુરસ્તી માટે પણ પધ્ધતિ ઉપયોગી
આજેમોટાભાગના લોકોમાં ડાયબિટીસ, કેન્સર, વાળ સફેદ થવા, પેટ-આંતરડાના દર્દો, આંખમાં નંબર આવવા વધુ રાસાયણિક ખાતરોના ઉપયોગના કારણે થાય છે. જો કૃષિ પધ્ધતિ ખેડૂતો અપનાવે તો ફરીથી પહેલાના જમાના જેવી તંદુરસ્તી લોકોમાં કેળવાય તેવું હિતેષભાઇ ઠુંમરનું માનવું છે.
ત્રણ ટેન્કર પાણી જોઇએ છે
લોકોનું આરોગ્ય  જોખમાય અને પાણીનો પણ બચાવ થાય તેવી પદ્ધતિ અપનાવી બે ખેડૂતોએ


16મી સદીમાં તળાવનું પાણી દરેક ઘરોમાં પહોંચતું હતું
16મી સદીમાં તળાવનું પાણી દરેક ઘરોમાં પહોંચતું હતું
કુદરતી વહેણનાં ઉપયોગથી 16મી સદીમાં આવી રીતે પાણી સુરતનાં દરેક ઘરો સુધી પહોંચાડવામાં આવતું
ઇતિહાસકાર મિતુલ ત્રિવેદીનાં રિસર્ચ પરથી બહાર આવ્યું કે સોળમી સદીમાં વોટર સપ્લાય માટે કનેક્ટેડ ભૂગર્ભ નહેર હતી
દરેક ઘરોમાં અંડરગ્રાઉન્ડ ટાંકી હતી
પાણીનાંસંગ્રહ માટે સુરતનાં મોટા ભાગનાં ઘરોમાં અંદાજે 10 થી 12 ફૂટની ભૂગર્ભ ટાંકીઓ બનાવવામાં આવી હતી. પાણીનો ઉપયોગ ઘર વપરાશ તેમજ પીવા માટે પણ કરવામાં આવતો હતો.
નાના કુવામાંથી ઘરોની પાણીની ટાંકી ભરાતી હતી.
સોળમી સદીમાં સુરતમાં કુદરતી રીતે તળાવનું પાણી દરેક ઘરોમાં પહોંચી જતું હતું. જમીનની અંદર કુદરતી રીતે વહેતા પાણીનાં મુખ્ય કેન્દ્ર પર સુરતનાં જાગીરદારો દ્વારા ગોપીપુરા, કતારગામ અને રાણી તળાવ વિસ્તારમાં મુખ્ય તળાવ બનાવવામાં આવ્યા હતાં. જે અેકબીજા સાથે અંડરગ્રાઉન્ડ કનેક્ટેડ હતાં. ત્રણેય તળાવમાં સંગ્રહ થતું પાણી મુખ્ય કુવામાંથી દરેક વિસ્તારનાં કુવામાં આવી શકે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી અને કુુવામાંથી શહેરનાં દરેક ઘરોમાં પાણી પહોંચાડવામાં આવતું હતું. ઇતિહાસકાર મિતુલ ત્રિવેદી છેલ્લા દસ વર્ષથી સુરતનાં અંડરગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન પર રિસર્ચ કરી રહ્યા હતાં. એમનુ રિસર્ચ હાલમાં પુરૂ થયું છે. રિસર્ચનાં અંતે મિતુલ ત્રિવેદી એવા તારણ પર આવ્યા છે કે 16મી સદીમાં શહેરમાં મુખ્ય ત્રણ તળાવ, ત્રણ વાવ, 14 મુખ્ય કુવાઓ અને વિસ્તાર પ્રમાણે કુવા હતાં. તમામ વસ્તુઓ એકબીજા સાથે ભૂગર્ભમાં જોડાયેલી હતી, જેથી 16મી સદીમાં તળાવનું પાણી સુરતનાં ઘરોમાં સહેલાઇથી પહોંચતું હતું.
ગોપીતળાવ ફરી ભરવામાં આવ્યું ત્યારે શાહપોરનાં કુવા ઓવરફ્લો થયા હતાં | મિતુલત્રિવેદીએ એમના રિસર્ચને સમર્થન આપતા માહિતી આપી હતી કે જ્યારે ગોપીતળાવનાં રિનોવેશન બાદ ફરી પાણી ભરવામાં આવ્યું હતું ત્યારે શાહપોર, નાનપુરા વિસ્તારનાં કેટલાય કુવાઓ ઓવરફ્લો થઇ ગયાં હતાં. આજે પણ શહેરનાં નાણાવટ, શાહપોર, નવસારી બજાર જેવા જૂના વિસ્તારોમાં અંડર ગ્રાઉન્ડ ટાંકીઓ છે. 1966માં જેન-દે-થેવેનોટ સુરત આવ્યા હતાં ત્યારે એમણે નોંધ કરી હતી કે સુરતનાં તળાવ સાથે નહેર પણ સંકળાયેલી છે.
ટાંકી
નાના કુવા
મોટા કુવા
વાવ
તળાવ
દરેક વિસ્તારમાં પણ કુવા!
શહેરનાંદરેક વિસ્તારમાં નાના કુવા બનાવવામાં આવ્યા હતાં. તમામ કુવાઓ મુખ્ય કુવા સાથે જોડાયેલા હતાં. હાલમાં નાનપુરા અને શાહપોરમાં આજે પણ પ્રકારનાં કુવા જોવા મળે છે.
મુખ્યકુવામાંથી નાના કુવામાં પાણી પહોંચતું
મુખ્ય 14 કુવા હતાં
કુદરતીવહેણનાં આધારે શહેરનાં મોટા ભાગનાં વિસ્તારને આવરી લેતા 14 મુખ્ય કુવાઓ બનાવવામાં આવ્યાં હતાં. તમામ કુવાઓ ભૂગર્ભથી વાવ સાથે જોડાયેલા હતાં.
વાવમાંથીપાણી મુખ્ય કુવામાં આવતું હતું
તળાવ સાથે વાવ હતી
ગોપીતળાવ, રાણી તળાવ અને કતારગામ તળાવને અડીને વાવ બનાવવામાં આવી હતી. તળાવની ઉંડાઇ તળાવ જેટલી રાખવામાં આવી હતી. જો કે ગોપી તળાવ સિવાય બીજી બે વાવ હાલ નષ્ટ થઇ ગઇ છે.
તળાવનુંપાણી વાવામાં આવતું હતું
કુલ ત્રણ તળાવ હતાં
ભૂગર્ભમાંકુદરતી રીતે વહેતા પાણીનાં આધારે ગોપીતળાવ, રાણી તળાવ અને કતારગામ તળાવ એમ ત્રણ તળાવ બનાવ્યા હતા. તળાવ ભૂગર્ભથી એકબીજા સાથે જોડાયેલા હોવાથી પાણીનું અવર-જવર થઇ શકતું હતું.
તળાવમાંવરસાદી પાણીનો સંગ્રહ થતો હતો.

દુનિયાની સૌથી મોટી ગુફા, સમાઈ શકે છે 40 માળની ઈમારત

http://www.divyabhaskar.co.in/news-ep/INT-PHF-inside-the-worlds-largest-cave-will-take-your-breath-away-5339422-PHO.html



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular