શનિવાર, 4 જૂન, 2016

news





નીતા અંબાણીનું નામ આઈઓસી માટે સૂચવાયું



નવી દિલ્હી: અબજોપતિ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીના નામની ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્યપદ માટે રજૂઆત કરવામાં આવી છે અને તેઓ આઈ.ઓ.સી.ની ૨-૪ ઓગસ્ટ દરમિયાન યોજાનાર સભામાં ચૂંટાઈ આવશે તો સર્વોપરી સ્પોર્ટ્સ સંસ્થામાં સ્થાન મેળવનાર ભારતની પહેલી મહિલા બનશે.

સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલ આઈ.ઓ.સી. ઓલિમ્પિક ચળવળ માટેની વિશ્ર્વની સર્વોપરી સંસ્થા છે અને ઉનાળાના તથા શિયાળાના ઓલિમ્પિક રમતોત્સવ અને શારીરિક રીતે અક્ષમ ઍથ્લેટો માટેના પેરાલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવાની તેની જવાબદારી રહે છે.

અંબાણીના નામની આઈ.ઓ.સી.ના સભ્યપદ માટે ભારતની પહેલી મહિલા તરીકે રજૂઆત કરવામાં આવી હતી. સર દોરાબજી ટાટા આઈ.ઓ.સી.માં સ્થાન પ્રાપ્ત કરનાર ભારતના પહેલા પ્રતિનિધિ હતા અને રાજા રણધિર સિંહ આઈ.ઓ.સી.માં ૨૦૦૦-૨૦૦૪ દરમિયાન સ્થાન ભોગવ્યા પછી હાલ માનદ્ સભ્ય છે. (એજન્સી) ઉ

http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=194710


http://www.divyabhaskar.co.in/news-ep/HNL-HEA-foods-to-eat-at-night-to-help-you-lose-weight-5340229-PHO.html




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular