સોમવાર, 27 જૂન, 2016

ગાગરમાં સાગર

clip

clip

clip

loading...


મુંબઈ |રાજ્યમાં યુવકોને પ્રશાસનના કામકાજનો અનુભવ મળવા સાથે તેમના વિકાસ માટે આવશ્યક રહેલી કૌશલ્ય પ્રાપ્ત થાય તે ઉદ્દેશથી મુખ્યમંત્રી ફેલોશિપ કાર્યક્રમ 2016ની યોજના ચાલુ કરવામાં આવી હોવાની માહિતી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આપી હતી. રાજ્યમાં યુવકોમાં કૌશલ્યનો વિકાસ થાય તે માટે રાજ્ય શાસને કૌશલ્ય વિકાસ વિકાસ યોજના ચાલુ કરી છે. તેની બરોબર યુવકોને પ્રશાસકીય અનુભવ મળે તે માટે મુખ્યમંત્રી ફેલોશિપ કાર્યક્રમ ચાલુ કર્યો છે. પ્રશાસકીય કામનો અનુભવ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ખાનગી તેમ સાર્વજનિક ક્ષેત્રમાં કામ કરતી વખતે ઉપયોગી થઈ પડશે. યુવકોમાં ઉત્સાહ, આશા તેમ તેમની પાસેની નાવીન્યપૂર્ણ સંકલ્પનાનો ઉપયોગ લોકહિત માટે કરવાની દષ્ટિથી મુખ્યમંત્રીએ યોજના ચાલુ કરી છે.
મુખ્ય મંત્રી ફેલોશિપ યોજના લાગુ કરાતાં યુવકોને તક




વૉટ્સઅપ, હાઈક પર પ્રતિબંધની શક્યતા, 29 જૂને સુપ્રીમમાં સુનાવણી
એજન્સી | નવી દિલ્હી
સ્માર્ટફોનયુઝર્સ માટે માઠા સમાચાર છે કારણ કે આવા યુઝર્સની જરૂરિયાત બની ચુકેલી વૉટ્સઅપ અને હાઈક સહિતની એપ્સ પર બંધ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. આવી એપ્સને ચાલુ રાખવી કે તેના પર પ્રતિબંધ લાવવો તે અંગે 29 જુને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી એક જાહેરહિતની અરજીમાં ટાંકવામાં આવ્યું હતું કે વૉટ્સઅપની નવી એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સુવિધાના કારણે તેનાથી મોકલાતા મેસેજ ટ્રેક કરવાનું અસંભવ થઈ ગયું છે. તેના કારણે આતંકવાદી સંગઠનો બેધડક રીતે પારસ્પરિક સંવાદ કરી શકશે અને છેવટે દેશની સુરક્ષા જોખમાઈ શકે છે.
કારણે વૉટ્સઅપ પ્રતિબંધ મુકવો જોઈએ. આરટીઆઈ કાર્યકર્તા સુધીર યાદવે અરજી કરી છે.
ઉલ્લેખનીય છે કે વૉટ્સઅપ દ્વારા એપ્રિલ મહિનામાં એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન સુવિધા લાવવામાં આવી છે. ફીચરના કારણે સુરક્ષા એજન્સીઓ તો શું ખુદ વૉટ્સઅપ પણ કોઈ મેસેજને ડિકોડ નથી કરી શકતી.





'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular