રવિવાર, 5 જૂન, 2016

સમાચાર

એક ધોબી પોતાના ત્રણ ગધેડાઓને લઈને બજારમાં ગયો. રસ્તામાં તેણે એક નદી જોઈ અને નદીમાં નહાવા જવાનું મન થયું, પરંતુ મુશ્કેલી એ હતી કે તેની પાસે માત્ર બે જ દોરડાં હતાં, જેના વડે તે બે ગધેડાઓને ઝાડ સાથે બાંધી શકે... એથી ત્રીજા ગધેડાને કઈ રીતે બાંધવો એ માટે તેણે આજબાજુ નજર દોડાવી.
નદીકિનારે થોડે દૂર ઝાડ નીચે એક સંત આંખ બંધ કરીને ધ્યાનમાં મગ્ન હતા. ધોબી તેમની પાસે ગયો અને તેમની મદદ માગતાં બધી વાત જણાવીને કહ્યું, ‘ત્રીજા ગધેડાને બાંધવા આપની પાસે એક દોરડું હોય તો મને આપોને. થોડી વારમાં ...પાછું આપી દઈશ.’
સંતે કહ્યું, ‘મારી પાસે દોરડું તો નથી, પરંતુ તારી સમસ્યા દૂર કરવાનો એક ઉપાય છે ખરો...’
સંત બોલ્યા, ‘તું જા, તારી પાસે જે બે દોરડાં છે એના વડે બે ગધેડાને ત્રીજો ગધેડો જુએ એમ ઝાડ સાથે બાંધી દે અને પછી ત્રીજા ગધેડાને પણ ઝાડ સાથે બાંધતો હોય એવો અભિનય કરજે.’
ધોબીએ સંતના કહેવા પ્રમાણે કર્યું અને નદીમાં નહાવા ગયો.
નહાઈને આવીને તેણે સંતનો આભાર માન્યો. જોયું કે ત્રણે ગધેડા ઝાડ નીચે જ્યાં બાંધ્યા હતા ત્યાં જ ઊભા હતા. ધોબી ત્યાં ગયો, તેણે બે ગધેડાને દોરડાં વડે બાંધ્યા હતા તેમનાં દોરડાં ખોલ્યાં... પુચકારીને આગળ વધાર્યા. ત્રીજા ગધેડાને ખરેખર બાંધ્યો નહોતો એથી તેને થાબડી, પુચકારી તે ચાલવા લાગ્યો.
થોડે આગળ ગયા પછી તેણે જોયું તો બે જ ગધેડા તેની સાથે ચાલતા હતા. ત્રીજો ગધેડો હજી ઝાડ નીચે જ ઊભો હતો. ધોબીને આશ્ચર્ય થયું. તે ઝાડ નીચે ગયો. ગધેડાને પુચકારી, ખેંચી, ધક્કા મારી, હાકલ કરી આગળ ચલાવવાના ઘણા પ્રયત્ન કર્યા; પરંતુ ગધેડો ત્યાંથી હલતો જ નહોતો.
ધોબી સંત પાસે ગયો અને પરિસ્થિતિ કહી. સંતે કહ્યું, ‘અરે! તેં એને બાંધ્યો છે એ રીતે ખોલ તો ખરો!’
ધોબીને નવાઈ લાગી. તેણે કહ્યું, ‘પરંતુ મેં ક્યાં તેને સાચે બાંધ્યો છે?’
સંતે કહ્યું, ‘એ મને અને તને ખબર છે. ગધેડાને તો એમ જ છે કે તેં એને બાંધ્યો છો?’
ધોબી ઝાડ નીચે ગયો. ગધેડાને છોડવાનો અભિનય કર્યો. ગધેડો તરત ચાલવા લાગ્યો. આપણે બધા પણ ઘણાં કાલ્પનિક દોરડાંઓથી બંધાયેલા છીએ જે હકીકતમાં હોતાં જ નથી. હકીકત એ છે કે જીવનમાં કોઈ સીમા નથી હોતી. મનની ગ્રંથિમાંથી મુક્ત થઈ આપણે જ્યાં સુધી પહોંચવું હોય ત્યાં સુધી આગળ જઈ શકીએ છીએ.








બિહારમાં બારમીની પરીક્ષામાં પ્રથમ આવેલા બે વિદ્યાર્થીના પરિણામ રદ

વૈશાલીની કોલેજની માન્યતા પણ રદ કરાઇ


નવી દિલ્હી: બિહારમાં બારમા ધોરણની વિવિધ શાખાની પરીક્ષામાં પ્રથમ આવેલા બે વિદ્યાર્થીના પરિણામ રદ કરાયાં હતાં.

આ બે વિદ્યાર્થીમાં વિજ્ઞાન શાખામાં પ્રથમ આવેલા સૌરભનો પણ સમાવેશ થાય છે.

વૈશાલીની વિષ્ણુ રાય કોલેજની માન્યતા પણ રદ કરાઇ હતી.

બિહારમાં બારમા ધોરણની વિવિધ શાખાની પરીક્ષામાં પ્રથમ સ્થાને આવેલા ૧૨ વિદ્યાર્થીની રિવ્યૂ ટેસ્ટ લેવાઇ હતી, પરંતુ તેમાં બાકીના બે વિદ્યાર્થી નહોતા આવ્યા.

બિહાર બોર્ડની બારમા ધોરણની આટર્સ શાખાની પરીક્ષામાં પ્રથમ આવેલી રુબી રાયે એક ટીવી ઇન્ટરવ્યૂમાં ‘રાજનીતિ વિજ્ઞાન’ને ‘પાકશાસ્ત્ર’ ગણાવાતા ભારે ઊહાપોહ થયો હતો.

રુબી રાયના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે અમારી આ દીકરી હાલમાં ડિપ્રેશનમાં છે.

રુબી રાયના આ નિવેદનને પગલે બિહાર બોર્ડે બધી શાખામાં પ્રથમ આવેલા વિદ્યાર્થીઓના પેપર ફરી તપાસવાનો નિર્ણય લીધો હતો.

બિહાર બોર્ડમાં અનેક કોલેજ પોતાના વિદ્યાર્થીઓનું સારું પરિણામ લાવવા અને સરકાર તરફથી વધુ શૈક્ષણિક સહાય

મેળવવા મોટા પાયે ગેરરીતિ આચરતા હોવાનું કહેવાય છે. બિહારના બોર્ડે આ કૌભાંડના સંબંધમાં તપાસનો પણ આદેશ આપ્યો છે અને ગુનેગારો સામે કડક પગલાં લેવાની બાંયધરી આપી હતી.









clip



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular