મંગળવાર, 14 જૂન, 2016

news

'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore

ફરી વળ્યાં બુલડોજર!
http://www.bombaysamachar.com/frmStoryShow.aspx?sNo=195484






મનપાની સ્કૂલના વિદ્યાર્થીઓ કહેશે, "EVERYTHING IS POSSIBLEalt39
જયેશ રાઠોડ .રાજકોટ
રોજેરોજનું કમાયને ખાતા હોય એવા ગરીબ પરિવાર માટે તેમના સંતાનોને જમાનાની સાથે કદમ મિલાવવા ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવું એક સ્વપ્ન બની રહે છે. સ્વપ્નને સાકાર કરવા માટે રાજકોટ મહાપાલિકાએ સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરવાનું કદમ માંડ્યું છે. ગત વર્ષે એક શાળા શરૂ કરી શિક્ષા અભિયાનને આગળ ધપાવી વર્ષે નવી બે શાળા શરૂ થઇ છે અને આગામી વર્ષોમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની સંખ્યા વધારવાનું પણ આયોજન છે.
શિક્ષણના વર્તમાન પ્રવાહમાં ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ વધતો જાય છે. બદલતા સમય સાથે જરૂરી પણ બની ગયું છે, પરંતુ જે રીતે શિક્ષણ મોંઘુદાટ બનતું જાય છે એવી સ્થિતિમાં ગરીબ પરિવાર માટે ગુજરાતી માધ્યની સ્કૂલનો ખર્ચો પણ પોસાતો હોય ત્યાં ખાનગી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં એડમિશન લેવું સ્વપ્ન સમાન છે. ગરીબ બાળકો પણ ઇચ્છે છે કે તેઓ અન્ય બાળકોની જેમ અંગ્રેજી માધ્યમની શાળામાં જાય, પરંતુ વાલીની નબળી આર્થિક સ્થિતિને લઇને સ્વપ્ન રોળાય જાય છે. રાજકોટ મહાપાલિકાએ એક ઐતિહાસિક કદમ માંડી ગરીબ બાળકો માટે અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાનું અભિયાન ઉપાડ્યું છે.
ગત પ્રથમ વર્ષે ગાયત્રીનગરમાં માત્ર એક શાળાથી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શાળામાં નર્સરી, એલ.કે.જી. અને એચ.કે.જી.ના કુલ 100 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. બધા બાળકો પ્રથમ સ્ટાન્ડર્ડમાં આવી ગયા છે અને વર્ષે નર્સરીમાં વધુ 25 બાળકોને શાળામાં પ્રવેશ મળ્યો છે.
દરમિયાન વર્ષે નવી બે શાળા એક સાધુ વાસવાણી રોડ પર બાલમુકુંદ સોસાયટીમાં રવીન્દ્રનાથ ટાગોરના નામથી, જ્યારે બીજી દૂધની ડેરી પાસે ડો.હોમી જ્હાંગીરભાભાના નામથી શરૂ થઇ છે. બન્ને શાળામાં 100-100 બાળકોને પ્રવેશ અપાયો છે.
ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગરીબ પરિવારના બાળકો માટે બની આશીર્વાદરૂપ
એલ.કે.જી.થી અપાતું કમ્પ્યૂટર શિક્ષણ
શાળામાંકમ્પ્યૂટર પણ મૂકવામાં આવ્યા છે. એલ.કે.જી.થી કમ્પ્યૂટરનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત પ્રોજેક્ટરથી પણ ભણાવવામાં આવે છે. મધ્યમવર્ગના લોકો પણ જ્યાં તેના બાળકોનું એડમિશન લેવાનું વિચારી પણ શકે એવી એસ.એન.કે. સ્કૂલના શિક્ષકો મનપાની સરકારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણાવી રહ્યા છે.
સાધુ વાસવાણી રોડ પર અને દૂધની ડેરી પાસે જે નવી બે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો પ્રારંભ થયો છે તેનું સત્ર હજુ શરૂ થઇ ચૂક્યું નથી. ગ્રાન્ટ હજુ રિલીઝ થઇ હોવાથી બેન્ચ, કમ્પ્યૂટર, અન્ય સાધનો ખરીદી શકાયા નથી. પરિણામે જે બાળકોને એડમિશન અપાયા છે તે શાળાએ જઇ શકતા નથી.
નવી ઇંગ્લિશ મીડિયમ શાળા ગ્રાન્ટના કારણે હજુ ચાલુ નથી થઇ
ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પ્રવેશ મેળવનાર પ્રત્યેક બાળકો ઉપર પૂરતું ધ્યાન આપી શકાય એવા આશયથી એક ક્લાસમાં 25ની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. હાલના તબક્કે એક શાળામાં ચાર વર્ગ કાર્યરત કરવામાં આવ્યા છે. એક વખત વ્યવસ્થાતંત્ર ગોઠવાઇ જશે પછી વર્ગખંડ ધીમે ધીમે વધારવામાં આવશે.
એક ક્લાસમાં 25ની મર્યાદિત સંખ્યા




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular