શનિવાર, 25 જૂન, 2016

ગાગરમાં સાગર

'You can't cross the sea merely by standing and staring at the water.' - Rabindranath Tagore
વરસાદને નથી મળતું જળાશયનું સરનામું: પાણીકાપ યથાવત્

મુંબઈ: ગુરુવાર રાતથી મુંબઈમાં સારો એવો વરસાદ પડી ગયો છે, પણ મુંબઈને પાણી પૂરું પાડનારાં જળાશયોના કેચમેન્ચ ઍરિયામાં વરસાદનો પત્તો નથી. જળાશયોની સપાટી ધીમે ધીમે નીચે ઊતરી રહી છે અને હવે સુધરાઈ પાણીના રિઝર્વ સ્ટોક પર મદાર રાખીને બેઠી છે. તેને કારણે ચોમાસામાં પણ મુંબઈગરાએ પાણીકાપ સહન કરવો પડવાનો છે.

મોડે મોડે પણ મુંબઈમાં આવેલા વરસાદે જોકે જળાશયોમાં હજી પોતાનું જોર દાખવ્યું નથી. મુંબઈમાં રહેલા વિહાર અને તુલસી તળાવમાં વરસાદ પડવાને કારણે તેની સપાટીમાં થોડો વધારો થયો છે, પણ સાથે જ વરસાદના અભાવે ભાતસા, મોડક સાગર, તાનસા અને મધ્ય વૈતરણા જોકે હજી સુધી કોરા જ રહ્યાં છે. તો અપર વૈતરણામાં પાણીની સપાટી મિનિમમ સપાટી કરતાં પણ નીચે ઊતરી ગઈ છે, તેને કારણે પાણીનું સંકટ હજી વધતું જઈ રહ્યું છે.

ભાતસા, મોડક સાગર અને તાનસાની હાલત પણ એવી જ છે, તેને કારણે ઑગસ્ટ મહિનાથી ચાલી રહેલો ૨૦ ટકા પાણીકાપ હજી થોડો સમય કાયમ રહેવાનો છે એવું ડૅપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુધીર નાઈકે શુક્રવારે જણાવ્યું હતું. હાલ જળાશયોમાં રહેલા પાણીના રિઝર્વ સ્ટોકને કારણે જુલાઈ મહિના સુધી પાણી ચાલી રહેશે. અહીં ઉલ્લેખનીય છે કે આખું વર્ષ પાણીકાપ વગર મુંબઈને પાણીપુરવઠો કરવો હોય તો ઑકટોબર અંતમાં તમામ જળાશયોમાં કુલ ૧૪ લાખ મિલિયન લિટર પાણી હોવું જરૂરી છે.

જળાશયોમાં ગયા વર્ષે આ સમયે તમામ જળાશયોમાં ૨,૬૭,૧૩૫ મિલીલિટર પાણીનો સ્ટોક હતો તેની સામે આ વર્ષે માત્ર ૯૨,૬૪૭ મિલીલિટર પાણીનો સ્ટોક બાકી રહ્યો છે.

જળાશયોની સપાટી મીટરમાં

જળાશય છલકાવાની શુક્રવારની

સપાટી સપાટી

મોડક સાગર ૧૬૩.૧૫ ૧૪૫.૭૮

તાનસા ૧૨૮.૬૩ ૧૨૦.૬૬

વિહાર ૮૦.૧૨ ૭૪.૮૨

તુલસી ૧૩૯.૧૭ ૧૩૪.૨૪

અપર વૈતરણા ૬૦૩.૫૧ ૫૯૪.૬૬

ભાતસા ૧૪૨.૦૭ ૧૦૬.૯૪

મિડલ વૈતરણા ૨૮૫.૦ ૨૪૫.૨૫

પર્વતને માથે પાઘડી વાદળની




ઇટલીના માઉન્ટ એટનાની ટોચ પર પહેલી નજરે ઊડતી રકાબી ભાસતું આ મનોહર દૃશ્ય વાસ્તવમાં વાદળું છે. સીસીલીમાં જોવા મળતું આ વાદળ વાતાવરણનાં એકદમ નીચલા થર પર રચાતાં વિશિષ્ટ કારણોસર
યુએફઓ લાગે છે.






clip

loading...





loading...




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular