શનિવાર, 31 ડિસેમ્બર, 2016

.ગાગરમાં સાગર

નોટબંધીના 50 દિવસ: PM મોદીએ 'ભીમ' એપ લોન્ચ કરી 
હવે ફિંગર પ્રિન્ટથી પેમેન્ટ શરૂ થશે 
ભાસ્કર ન્યૂઝ | નવી દિલ્હી
નોટબંધીના50માં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ડિજિટલ લેવડ-દેવડ માટે મોબાઇલ એપ લોન્ચ કરી હતી. એપનું નામ ભીમ (ભારત ઇન્ટરફેસ ફૉર મની) છે. જે યૂપીઆઈ (યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) તેમજ યૂએસએસડી (અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા)ની નવી આવૃતિ છે.
એપ લોન્ચિંગના સમયે મોદીએ કહ્યું હતું કે ભીમ એપનો ઉપયોગ કરવો ખુબજ સરળ છે. તેને ચલાવવા માટે અંગુઠો પૂરતો છે. મોદીએ કહ્યું હતું કે સરકાર એક નવી સિક્યોરિટી ફિચર લોન્ચ કરવા પર કામ કરી રહી છે. જેનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ વિના લેવડ-દેવડ કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે,'ચાહે સ્માર્ટફોન હોય કે 1,000-1200નો ફીચર પોન, ભીમનો ઉપયોગ કરીને કામ કરી શકાશે. ઇન્ટરનેટ કનેક્શનની પણ કોઇ જરૂર નથી. કોઇએ માત્ર એક અંગૂઠો વાપરવાનો રહેશે. હવે સમય બદલાઇ ગયો છે. તમારો અંગૂઠો તમારી બેન્ક છે. તેમણે નવી એપને ડૉ. આંબેડકરને સમર્પિત ...અનુસંધાનપાના નં. 6

કરતાકહ્યું હતું કે,'ડૉ. આંબેડકરનો મંત્ર ગરીબોને ઉપર ઉઠાવવા માટે કામ કરવાનો છે અને ટેક્નોલોજીની સૌથી મોટી તાકાત છે કે તે ગરીબોને સશક્ત કરી શકે છે.' તેમણે કહ્યું હતું કે, વિરોધીઓ કહેતા હતા કે નોટબંધીના હાલ ખોદ્યો ડુંગર અને નિકળ્યો ઉંદર જેવા છે. મોદીએ કહ્યું કે હું ઉંદર કાઢવા માગતો હતો. કારણ કે અંદર રહીને ઉંદર બધું કોતરી જાય છે.
દેશમાં હજૂ પણ સોનાની ચકલી બનવાની ક્ષમતા:
મોદીએ તે દિવસોને યાદ કર્યા હતા જ્યારે ભારતને સોનાની ચકલી કહેવાતો હતો. પણ દેશમાં આજે પણ સોનાની ચકલી બનવાની ક્ષમતા છે. તેમણે કહ્યું હતું કે તે દિવસ દૂર નથી જ્યારે રોકડ આધારિત લેવડ-દેવડ સંપૂર્ણ પણે ડિજિટલ થઇ જશે.
પહેલા પૈસા જતા હતા તે સમાચાર બનતા, હવે કેટલા આવ્યા તે બને છે:
કોંગ્રેસપર વ્યંગ કરતા તેમણે કહ્યું કે યૂપીએના કાર્યકાળમાં કૌભાંડોમાં પૈસા જવાના સમાચાર આવતા હતા હવે આર્થિક સિસ્ટમમાં પૈસા આવવાની ચર્ચા થઇ રહી છે. ત્રણ વર્ષ પહેલાના સમાચાર કે વીડિયો ક્લિપ જુઓ તો લૂટના પૈસાના સમાચાર મળશે. આજના સમયમાં શું પરત આવ્યુ અને શું લાભ થયો તે સમાચાર મળે છે.

 

બુધવાર, 28 ડિસેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip

મોબાઇલ ચોરાયા બાદ સ્ટુડન્ટે ચોરોની માનસિકતા જાણવા માટે બીજો એક ફોન ચોરી થવા દીધો, ચોરને ટ્રેક કરી ડોક્યુમેન્ટ્રી બનાવી નાખી 
નેધરલેન્ડના ફિલ્મમેકિંગ સ્ટુડન્ટ એન્થની વાન ડેર મીરની 'ફાઇન્ડ માય ફોન' ડોક્યુમેન્ટ્રી 23 લાખ વાર જોવાઇ ચૂકી છે 
ચોરની બે અઠવાડિયાની જિંદગીની દરેક પળ રેકોર્ડ કરી પણ તેને પકડ્યો નહીં
'ફાઇન્ડમાય ફોન'ની 20 મિનિટની ડોક્યુમેન્ટ્રીમાં એન્થનીએ ચોરની 2 અઠવાડિયાની જિંદગી પર સતત નજર રાખી. તેણે ચોરના ફોટા, ઓડિયો-વીડિયો ક્લિપ્સ રેકોર્ડ કરી. 
ભાસ્કર વિશેષ 
એજન્સી | એમ્સ્ટર્ડેમ
આપણામાંથીમોટા ભાગના લોકો પોતાનો મોબાઇલ ફોન ચોરાયા બાદ પાછો મળવાની આશા છોડી દે છે પણ નેધરલેન્ડના ફિલ્મમેકિંગ સ્ટુડન્ટ એન્થની વાન ડેર મીરે પોતાનો ફોન ચોરાઇ ગયા બાદ બીજો ફોન પણ ચોરી થવા દીધો. ચોરને ટ્રેક કરીને આખી ઘટનાની એક ડોક્યુમેન્ટ્રી બનાવી દીધી, જે સોશિયલ સાઇટ્સ પર 23 લાખથી વધુ વખત જોવાઇ ચૂકી છે. વાત એમ છે કે એન્થની એમ્સ્ટર્ડેમની એક હોટલમાં લંચ લઇ રહ્યો હતો. દરમિયાન તેનો આઇફોન કોઇએ ચોરી લીધો. તેણે ફાઇન્ડ માય ફોન પ્રોગ્રામ દ્વારા તેનો ફોન શોધવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ચૂક્યું હતું. ચોરે તેનું સિમ કાર્ડ કાઢીને ફેંકી દીધું હતું. એન્થનીએ પોલીસ ફરિયાદ પણ કરી હતી પરંતુ ફોન મળ્યો. ઘટનાએ તેને એવું વિચારવા મજબૂર કરી દીધો કે કેવા પ્રકારના લોકો ફોન ચોરે છેω ફોનનું આખરે શું થાય છેω.તેનો જવાબ શોધવા માટે એન્થનીએ સંભવિત ચોર માટે એક છટકું ગોઠવ્યું. તેણે એક એન્ડ્રોઇડ ફોનમાં સેરબેરુસ નામની સ્પાયવેર એપ ઇન્સ્ટોલ કરી, જે ફોન બંધ થઇ જાય કે સિમ ...અનુસંધાનપાના નં. 6

કાર્ડબદલવામાં આવે તે પછી પણ ફોનમાં ઓન રહીને ડેટા મોકલતી રહે છે. ચાર દિવસ સુધી તેણે રોટરડેમ શહેરમાં એવા સ્થળો પર મોબાઇલ રાખ્યો કે જ્યાંથી કોઇ પણ તેને આસાનીથી ચોરી શકે. અહીં તેને સફળતા મળતાં તે એમ્સ્ટર્ડેમ ગયો. છેવટે એક મેટ્રો સ્ટેશન પર તેનો ફોન ચોરાઇ ગયો. ચોરે ફોન ઓફલાઇન કરી દીધો. નવું સિમ નાખ્યા બાદ તરત એપ એક્ટિવ થઇ ગઇ. અહીંથી એન્થનીના ઇન્વેસ્ટિગેશનની અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનવાની શરૂઆત થઇ. 


મંગળવાર, 27 ડિસેમ્બર, 2016

ધોરણ ૧ થી ૮ શિક્ષણકાર્યમાં ઉપયોગી MP3 ગીતોનો ખજાનો ડાઉનલોડ કરો


ધોરણ ૧ થી ૮ શિક્ષણકાર્યમાં ઉપયોગી MP3 ગીતોનો ખજાનો ડાઉનલોડ કરો

પ્રાર્થના MP3 કુલ : ૭૮
htmlhttp://omarmik.blogspot.in/p/blog-page_26.html

દેશભક્તિ ગીત MP3 કુલ : ૭૩
http://omarmik.blogspot.in/p/blog-page_10.html

સ્વાગત ગીત MP3 કુલ : ૩૪
http://omarmik.blogspot.in/p/blog-page_20.html

બાળગીત MP3 કુલ : ૬૮
http://omarmik.blogspot.in/p/blog-page_8.html

હાલરડાં MP3 કુલ : ૧૯
http://omarmik.blogspot.in/p/alarada.html

પ્રજ્ઞા ગીત MP3 તમામ
http://omarmik.blogspot.in/p/prah.html

લગ્ન ગીત MP3 કુલ : ૪૧
http://omarmik.blogspot.in/p/blog-page_25.html

વિદાય ગીત MP3 કુલ : ૧૭
http://omarmik.blogspot.in/p/blog-page_62.html

માતૃપ્રેમના ગીત MP3 કુલ : ૧૮
http://omarmik.blogspot.in/p/blog-page_60.html


ધોરણ ૧ થી ૮ ના કાવ્યો MP3 તમામ
http://omarmik.blogspot.in/p/blog-page_64.html


ભગવદ ગીતા MP3 કુલ : ૧૮
http://omarmik.blogspot.in/p/b.html

કન્યા કેળવણી ગીત MP3 કુલ : ૧૦
http://omarmik.blogspot.in/p/blog-page_11.html


પ્રકૃતિ ગીત MP3 કુલ : ૧૫
http://omarmik.blogspot.in/p/blog-page_16.html

શુક્રવાર, 23 ડિસેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip

loading...

clip

બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં સુધારાની ત્રણ રીત 
સી 
દિવાકર ઝુરાણી, 27 વર્ષ 
ફ્લેચરસ્કૂલ આૅફ લૉ ઍન્ડ ડિપ્લોમસી, ટફ્ટ યુનિ., અમેરિકા 
બીએસઈએ તાજેતરમાં 2018થી તમામ વિદ્યાર્થીઓ માટે ધોરણ-10મા બોર્ડની પરીક્ષા ફરજિયાત કરવાની ભલામણ કરી છે. બોર્ડ દ્વારા પરીક્ષા લેવાય સારી વાત છે, પણ આપણે સૌ જાણીએ છીએ કે બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓના કિસ્સામાં વિદ્યાર્થીઓ વધારે માનસિક તાણમાંથી પસાર થાય છે. અહીં બે સિદ્ધાંતો પર ધ્યાન આપવાની જરૂર છે. 
વધારે અને સતત પરીક્ષણ. અત્યારે વર્ષ દરમિયાનના 1800 કલાક સુધી શાળામાં કરેલા અભ્યાસનું મૂલ્યાંકન કુલ 15 કલાકના 5 પેપરના આધારે કરવામાં આવે છે. શું સારી પદ્ધતિ છે? અમુક કલાકોની પરીક્ષાના બદલે લાંબા ગાળાના પ્રદર્શનના આધારે મૂલ્યાંકન કરવું યોગ્ય રહેશે. એકથી વધારે વખત પરીક્ષાઓ યોજવી પડશે અને એક દિવસમાં પોતાની કાબેલિયત દર્શાવવાનું ભારણ ઘટાડવું પડશે. પરીક્ષા ગોખણપટ્ટીના બદલે પ્રયોગાત્મક હોવી જોઈએ. સુધારો ત્રણ રીતે થઈ શકે: અ) મહિને એક આખો દિવસની પરીક્ષા, બ) અનૌપચારિક અને જ્ઞાનના ઉપયોગ પર આધારિત પરીક્ષા, ક)ફીડબૅક મિકેનિઝ્મ, જે માત્ર ગ્રેડ પર હોય, પણ વિદ્યાર્થી માટે સુધારણાની વિસ્તૃત યોજના છે. તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ: એક અભ્યાસમાં દર વર્ષે 40 ભારતીય વિદ્યાર્થીઓ માનસિક તાણના લીધે આપઘાત કરે છે. સચિન તેન્ડુલકરના પરિવારે તેના પર ક્યારેય દબાણ નહોતું કર્યું, તો પરીક્ષા માટે કે તો ક્રિકેટ માટે. 
અંડર- 
કરંટઅફેર્સ પર 30થી ઓછી ઉંમરના યુવાનોનો અભિપ્રાય 
clip
clip

બુધવાર, 21 ડિસેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip

loading...

clip

loading...

clip

clip

100 પ્રભાવશાળી પ્રિન્સિપલમાં મુંબઈનાં ગુજરાતીને પણ સ્થાન 
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
દેશના100 સૌથી પ્રભાવશાળી પ્રિન્સિપલમાં મુંબઈની ગ્રીન એકર્સ એકેડેમીનાં પ્રિન્સિપલ મંજુ મહેતાને સ્થાન મળ્યું છે. વર્લ્ડ એજ્યુકેશન કોંગ્રેસ દ્વારા દેશની વિભિન્ન સ્કૂલોમાં કરાયેલા સર્વેક્ષણ પછી મંજુ મહેતાને સન્માન આપ્યું છે. વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ આપવા માટે તેમને પુરસ્કાર મળ્યો છે.
મહેતાએ 2011માં પ્લે ગ્રુપથી ક્લાસ-5 સુધીના બાળકોને ભણાવવા માટે એકેડેમી સ્થાપી હતી. મહેતા અનુસાર સ્કૂલમાં પ્રી- પ્રાઈમરી સેકશનમાં મુખ્યત્વે પ્લે, લર્ન, ગ્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરાય છે, જેથી ઓછી ઉંમરમાં બાળકોનો આત્મવિશ્વાસ વધારી શકાય. ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ પર પણ જોર આપવામાં આવે છે.
આથી અભ્યાસક્રમમાં રમતગમત, સંગીત, નૃત્ય, નાટક, પુસ્તક વાચન અને રચનાત્મક લેખનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક મહિને શિક્ષકોની બેઠક લેવામાં આવે છે, જેમાં શિક્ષણ પ્રણાલી પર ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લવાય છે. વિદ્યાર્થીઓની મન:સ્થિતિ સમજવા શિક્ષકોને ચાઈલ્ડ સાઈકોલોજી, ડેવલપમેન્ટલ સાઈકોલોજીના વર્કશોપ પણ કરાય છે. હાલ ચેમ્બુર અને મુલુંડમાં એકેડેમીની શાખા છે.
મંજુ મહેતાની સિદ્ધિ
છેલ્લાં30 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે. અગાઉ દક્ષિણ મુંબઈમાં જુનિયર સ્કૂલ ઓફ આદિત્ય બિરલા વર્લ્ડ એકેડેમીનાં તેઓ સ્થાપક પ્રમુખ હતાં. આઈસીએસઈ, સીબીએસઈ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનાં બોર્ડસ જેવા વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યના અભ્યાસક્રમોને સંલગ્નિત ઘણી બધી સ્કૂલોમાં શીખવ્યું અને સંચાલન કર્યું છે. મંજુ મહેતા યુનિવર્સિટી ઓફ લંડનમાંથી જીસઈ લેવલની ડિગ્રી, એમએસસી (કેમિસ્ટ્રી) અને યુનિવર્સિટી ઓફ રાજસ્થાનમાં ગોલ્ડ મેડલિસ્ટ બી.એડ. છે. તેમને આઈડિસ્કવરી દ્વારા ઈન્સ્ટ્રકશનલ લીડરશિપમાં સર્ટિફિકેટ પણ એનાયત કરાયું છે. 
 


clip

clip


શુક્રવાર, 16 ડિસેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip

44 એલએલડબલ્યુ સ્કૂલની અનોખી પહેલ, ખાનગી શાળાની જેમ વિદ્યાર્થીઓ ટાઈ, બેલ્ટ પહેરીને આવે છે
, 3 વર્ષથી 100 ટકા પરિણામ 
પવન તિવાડી | શ્રીગંગાનગર
તાખરાંવાલીપંચાયતનાં ગામ 44 એલએલડબલ્યુની રાજકીય માધ્યમિક વિદ્યાલય. કહેવા માટે તો તે સરકારી શાળા છે પરંતુ અહીંની વ્યવસ્થા ખાનગી સ્કૂલને પણ ટક્કર મારે તેવી છે. ગામનો દરેક વિદ્યાર્થી ટાઈ-બેલ્ટ અને આઈકાર્ડ લઈને આવે છે. વર્ગોમાં સારું ફર્નિચર છે અને તમામની બહાર વોટર કેમ્પર રાખેલા છે.
પરિણામની વાત કરીએ તો ત્રણ વર્ષથી શાળાનું પરિણામ 100 ટકા આવે છે. બધું શાળાની એક પરંપરાને કારણે થયું છે. શાળાની પરંપરા એવી છે કે જ્યારે કોઈ પણ ખુશીનો પ્રસંગ હોય તો સ્કૂલમાં મીઠાઈ વહેંચવામાં નથી આવતી પરંતુ તે પૈસા વિદ્યાર્થી ભંડોળમાં જમા કરવામાં આવે છે. ત્યાર બાદ પૈસા શાળા માટે વસ્તુઓ ખરીદવા અથવા તો જરૂરિયાતમંદો પાછળ ખર્ચવામાં આવે છે.
શાળાના સ્ટાફના સુનિલકુમાર અને નરેશકુમાર જણાવે છે કે બે વર્ષ પહેલાં ગામનાં બાળકો અનેક ખાનગી શાળાઓમાં ભણવા જતાં હતાં. તેઓ જ્યારે ભણવા માટે ગામની બહાર નીકળ્યા તો ખ્યાલ આવ્યો કે લોકો ભણતરની સાથે સ્ટાન્ડર્ડ પણ માગે છે.
લોકો ઇચ્છતા હતા કે તેમનાં બાળકો જ્યારે ભણવા જાય તો આસપાસના લોકોને લાગે કે તેઓ ખરેખર કોઈ સારી શાળામાં ભણી રહ્યા છે. તે વખતે સ્ટાફે નક્કી કર્યું કે આપણી શાળા ભલે સરકારી રહી પરંતુ તેમાં ખાનગી સ્કૂલ જેવી સુવિધાઓ આપીને જંપીશું. પરંતુ તેમાં તકલીફ પડી કે શાળા પાસે પૂરતું બજેટ નહોતું.
તેમાં એવો આઇડિયા આવ્યો કે ગામમાં કોઈ સારો પ્રસંગ કે ખુશીનો અવસર હોય તો લોકો જે મીઠાઈ વહેંચતા હતા તે બંધ કરીને તેમની પાસેથી એટલી રકમ લઈને વિદ્યાર્થી ભંડોળમાં જમા કરવામાં આવતી હતી. પછી રૂપિયાથી સ્કૂલ માટે ટાઈ અને બેલ્ટ ખરીદવામાં આવ્યા. ત્યાર બાદ બીજા વર્ષથી બાળકો માટે ટાઈ અને બેલ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યાં. બુધવારે અને શનિવારે ફ્રી ડ્રેસના દિવસોમાં સફેદ ડ્રેસ ફરજિયાત બનાવ્યો. ભણવાનું પણ મન દઈને શરૂ કરવામાં આવ્યું.
સ્કૂલમાં ફેરફાર થયો તેની અસર પડી કે ત્રણ જીપ ભરીને બાળકો ગામની બહાર ભણવા જતાં હતાં. બધાએ બહાર ભણવા જવાનું બંધ કર્યું. પંચ કાલુરામ જણાવે છે કે ફેરફારને કારણે દસમા સુધી એક પણ બાળક બહાર ભણવા નથી જતો. અધ્યાપક કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે વર્ષે અહીં આવેલાં પ્રિન્સિપાલ સુશીલ બિશ્નોઈએ સ્ટાફની સાથે બાળકોનાં પણ આઈકાર્ડ બનાવી લીધાં. હવે શાળામાં બાળકો બૂટ, ટાઈ, બેલ્ટ અને આઈકાર્ડ લઈને આવે છે. કમ્પ્યૂટરની આધુનિક લેબ છે. વ્હાઇટ બોર્ડ ઉપર માર્કરથી લખીને ભણાવવામાં આવે છે. વર્ગોમાં એકથી દસ માટે ફર્નિચર છે. ગામમાં 90 ઘર છે અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 153ની છે.
પહેલાં બહાર ભણવા જતાં હતાં હવે બહારથી ભણવા આવે છે
એક સરકારી શાળા જ્યાં ખુશીમાં મીઠાઈ નથી વહેંચાતી, વિદ્યાર્થી ભંડોળમાં પૈસા જમા થાય છે, વ્યવસ્થા એવી કે કોઈ ભણવા માટે બહાર નથી જતું 
ફ્રાન્સના રિવડોક્સમાં રિ આઇલેન્ડ બ્રિજ પરથી નીકળતો પૂર્ણ ચંદ્ર. 
પૂર્ણ ચંદ્રની અદ્ભુત આભાને કારણે પુલને જાણે ચાર ચાંદ લાગી ગયા હતા. (એએફપી ફોટો)

કત્લેઆમનો વિરોધ

સિરિયાના અલીપ્પો શહેરમાં એકધારા હવાઇહુમલાને કારણે 
જે રીતે જાતિનિકંદન નીકળી રહ્યું છે એના વિરોધમાં પેરિસમાં 
આઇફિલ ટાવરની બત્તીઓ બંધ કરવામાં આવી હતી. 
અલીપ્પો પર થઇ રહેલા હવાઇ હુમલાના સંબંધમાં તેણે 
પોતાનો વિરોધ અનોખી રીતે બતાવ્યો હતો. (એએફપી ફોટો)

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular