ગુરુવાર, 1 ડિસેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip

clip

clip
loading...

clip



પિતાનો પ્રેમ મળે તો દીકરીઓ ગણિતમાં સારા માર્ક્સ લાવે છે
 
પિતાનો પ્રેમ મળે તો દીકરીઓ ગણિતમાં સારા માર્ક્સ લાવે છે 
યુનિવર્સિટી ઓફ ટેક્સાસના શોધકોનો દાવો, બાળકોના હોમવર્કમાં પિતા મદદ કરે તો કોન્ફિડન્સ વધે છે, દીકરાની લેંગ્વેજ સ્કિલ અને આર્ટ વધારે સારો હોય છે 
એજન્સી | ટેક્સાસ
મોટાભાગના પિતા બાળકોને હોમવર્કમાં હેલ્પ કરતાં ખચકાટ અનુભવે છે. પરંતુ એક રિસર્ચમાં ખુલાસો કરાયો છે કે, જે પિતા પોતાનાં બાળકોનાં હોમવર્ક પર ધ્યાન આપે છે તે બાળકો હોશિયાર બને છે. પિતાના પ્રેમથી દીકરીનું ગણિત અને દીકરાની લેંગ્વેજ સ્કિલ અને આર્ટ વધારે સારો હોય છે. દાવો યુનિવર્સિટી ઓફ ટેક્સાસના શોધકર્તાઓએ કર્યો છે.
અભ્યાસ પ્રમાણે પોઝિટિવ અસર દીકરા અને દીકરી પર અલગ અલગ રીતે થાય છે. વાત ઓછા ભણેલા અને ઓછું અંગ્રેજી જાણતાં પુરુષો પર પણ લાગુ પડે છે જે પોતાનાં બાળકોને હોમવર્કમાં હેલ્પ કરતા નથી. હોમવર્કમાં હેલ્પથી દીકરીમાં આશા વધે છે. સાથે તેનો વિશ્વાસ પણ મજબૂત થાય છે. જેની અસર તેની એકેડેમીક ક્ષમતા પર થાય છે. કોન્ફિડન્સ તેને ગણિતમાં વધારે સારા ગ્રેડ લાવવામાં મદદ કરે છે. જ્યારે પિતાના સહયોગથી બાળકોમાં કોન્ફિડન્સ વધે છે. જેની અસર તેના શૈક્ષણિક દેખાવ પર પડે છે. તેનાથી અંગ્રેજી અને આર્ટમાં તેની પકડ મજબૂત થાય છે. અન્ય વિષયમાં પણ તેમનો દેખાવ વધારે સારો થાય છે.
ટેક્સાસ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને શોધકો મેરી એન્ની સુઇજો કહે છે કે, કાઉન્સિલરો અને શિક્ષણના તજજ્ઞો ઇચ્છે છે કે પિતા પોતાનાં બાળકો સાથે વાતચીત કરે અને તેમને હોમવર્કમાં હેલ્પ કરી તેમને પ્રેરિત કરે કારણ કે ભાવનાત્મક રીતે તેમના હિતમાં છે. તેમનાં બાળકો પર સકારાત્મક અસર થાય છે.
ઓછું ભણેલા પિતાએ પણ પોતાનાં બાળકોના હોમવર્કમાં મદદ કરવી જોઇએ. તેનાથી તેમનો કોન્ફિડન્સ વધે છે. સિવાય બાળક અને પિતાનો સીધો સંબંધ પણ સારો થાય છે. જે પિતા પોતાના બાળકને હોમવર્કમાં મદદ નથી કરતા તેમની લેંગ્વેજ સ્કિલ સારી નથી હોતી. સાથે ઉંમર વધતા પિતા સાથે પોતાની વાત શેર કરી શકતા નથી.
પિતા બાળકોનો વિશ્વાસ વધારે છે. તેની અસર તેમના કેરિયર અને ભવિષ્ય પર પડે છે. રિસર્ચને જનરલ સેક્સ રોલ્સમાં પ્રકાશિત થોય છે. રિસર્ચ ટીમે સિક્સ ગ્રેડનાં બાળકો પર અભ્યાસ કર્યો. તેમાં મોટા ભાગનાં એવાં બાળ‌કો સામેલ છે જે અલ્પસંખ્યક અને ઓછી આવકવાળા પરિવારોમાંથી આવતા હતા.
અને શોધકોએ તેમના પિતા સાથે તેમના અનુભવ, હોમવર્કમાં પિતાની મદદ અને મોટિવેશન વિશે સવાલ કર્યા.
એક અન્ય રિસર્ચ : ઓવરવેટ મહિલાઓને પુરુષો કરતાં ઓછી પ્રાથમિકતા મળે છે
એક અન્ય રિસર્ચમાં બતાવાયું છે કે જે લોકો સ્લિમ હોય છે તેમને નોકરીમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. ખાસ કરીને ઓ‌વરવેટ મહિલાઓને ઇન્ટરવ્યુ દરમિયાન બિલકુલ મહત્વ મળતું નથી. અભ્યાસ બોડી મહીના ઇન્ડેક્સના આધાર પર આપવામાં આવ્યો છે. તેમાં જોવાયું કે ઓવરવેટ મહિલાઓને પુરુષો કરતાં ઓછી નોકરી મળે છે.
ભાસ્કર વિશેષ 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય