બુધવાર, 28 ડિસેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip

મોબાઇલ ચોરાયા બાદ સ્ટુડન્ટે ચોરોની માનસિકતા જાણવા માટે બીજો એક ફોન ચોરી થવા દીધો, ચોરને ટ્રેક કરી ડોક્યુમેન્ટ્રી બનાવી નાખી 
નેધરલેન્ડના ફિલ્મમેકિંગ સ્ટુડન્ટ એન્થની વાન ડેર મીરની 'ફાઇન્ડ માય ફોન' ડોક્યુમેન્ટ્રી 23 લાખ વાર જોવાઇ ચૂકી છે 
ચોરની બે અઠવાડિયાની જિંદગીની દરેક પળ રેકોર્ડ કરી પણ તેને પકડ્યો નહીં
'ફાઇન્ડમાય ફોન'ની 20 મિનિટની ડોક્યુમેન્ટ્રીમાં એન્થનીએ ચોરની 2 અઠવાડિયાની જિંદગી પર સતત નજર રાખી. તેણે ચોરના ફોટા, ઓડિયો-વીડિયો ક્લિપ્સ રેકોર્ડ કરી. 
ભાસ્કર વિશેષ 
એજન્સી | એમ્સ્ટર્ડેમ
આપણામાંથીમોટા ભાગના લોકો પોતાનો મોબાઇલ ફોન ચોરાયા બાદ પાછો મળવાની આશા છોડી દે છે પણ નેધરલેન્ડના ફિલ્મમેકિંગ સ્ટુડન્ટ એન્થની વાન ડેર મીરે પોતાનો ફોન ચોરાઇ ગયા બાદ બીજો ફોન પણ ચોરી થવા દીધો. ચોરને ટ્રેક કરીને આખી ઘટનાની એક ડોક્યુમેન્ટ્રી બનાવી દીધી, જે સોશિયલ સાઇટ્સ પર 23 લાખથી વધુ વખત જોવાઇ ચૂકી છે. વાત એમ છે કે એન્થની એમ્સ્ટર્ડેમની એક હોટલમાં લંચ લઇ રહ્યો હતો. દરમિયાન તેનો આઇફોન કોઇએ ચોરી લીધો. તેણે ફાઇન્ડ માય ફોન પ્રોગ્રામ દ્વારા તેનો ફોન શોધવાનો પ્રયાસ કર્યો પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ચૂક્યું હતું. ચોરે તેનું સિમ કાર્ડ કાઢીને ફેંકી દીધું હતું. એન્થનીએ પોલીસ ફરિયાદ પણ કરી હતી પરંતુ ફોન મળ્યો. ઘટનાએ તેને એવું વિચારવા મજબૂર કરી દીધો કે કેવા પ્રકારના લોકો ફોન ચોરે છેω ફોનનું આખરે શું થાય છેω.તેનો જવાબ શોધવા માટે એન્થનીએ સંભવિત ચોર માટે એક છટકું ગોઠવ્યું. તેણે એક એન્ડ્રોઇડ ફોનમાં સેરબેરુસ નામની સ્પાયવેર એપ ઇન્સ્ટોલ કરી, જે ફોન બંધ થઇ જાય કે સિમ ...અનુસંધાનપાના નં. 6

કાર્ડબદલવામાં આવે તે પછી પણ ફોનમાં ઓન રહીને ડેટા મોકલતી રહે છે. ચાર દિવસ સુધી તેણે રોટરડેમ શહેરમાં એવા સ્થળો પર મોબાઇલ રાખ્યો કે જ્યાંથી કોઇ પણ તેને આસાનીથી ચોરી શકે. અહીં તેને સફળતા મળતાં તે એમ્સ્ટર્ડેમ ગયો. છેવટે એક મેટ્રો સ્ટેશન પર તેનો ફોન ચોરાઇ ગયો. ચોરે ફોન ઓફલાઇન કરી દીધો. નવું સિમ નાખ્યા બાદ તરત એપ એક્ટિવ થઇ ગઇ. અહીંથી એન્થનીના ઇન્વેસ્ટિગેશનની અને ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનવાની શરૂઆત થઇ. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular