શુક્રવાર, 16 ડિસેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip

44 એલએલડબલ્યુ સ્કૂલની અનોખી પહેલ, ખાનગી શાળાની જેમ વિદ્યાર્થીઓ ટાઈ, બેલ્ટ પહેરીને આવે છે
, 3 વર્ષથી 100 ટકા પરિણામ 
પવન તિવાડી | શ્રીગંગાનગર
તાખરાંવાલીપંચાયતનાં ગામ 44 એલએલડબલ્યુની રાજકીય માધ્યમિક વિદ્યાલય. કહેવા માટે તો તે સરકારી શાળા છે પરંતુ અહીંની વ્યવસ્થા ખાનગી સ્કૂલને પણ ટક્કર મારે તેવી છે. ગામનો દરેક વિદ્યાર્થી ટાઈ-બેલ્ટ અને આઈકાર્ડ લઈને આવે છે. વર્ગોમાં સારું ફર્નિચર છે અને તમામની બહાર વોટર કેમ્પર રાખેલા છે.
પરિણામની વાત કરીએ તો ત્રણ વર્ષથી શાળાનું પરિણામ 100 ટકા આવે છે. બધું શાળાની એક પરંપરાને કારણે થયું છે. શાળાની પરંપરા એવી છે કે જ્યારે કોઈ પણ ખુશીનો પ્રસંગ હોય તો સ્કૂલમાં મીઠાઈ વહેંચવામાં નથી આવતી પરંતુ તે પૈસા વિદ્યાર્થી ભંડોળમાં જમા કરવામાં આવે છે. ત્યાર બાદ પૈસા શાળા માટે વસ્તુઓ ખરીદવા અથવા તો જરૂરિયાતમંદો પાછળ ખર્ચવામાં આવે છે.
શાળાના સ્ટાફના સુનિલકુમાર અને નરેશકુમાર જણાવે છે કે બે વર્ષ પહેલાં ગામનાં બાળકો અનેક ખાનગી શાળાઓમાં ભણવા જતાં હતાં. તેઓ જ્યારે ભણવા માટે ગામની બહાર નીકળ્યા તો ખ્યાલ આવ્યો કે લોકો ભણતરની સાથે સ્ટાન્ડર્ડ પણ માગે છે.
લોકો ઇચ્છતા હતા કે તેમનાં બાળકો જ્યારે ભણવા જાય તો આસપાસના લોકોને લાગે કે તેઓ ખરેખર કોઈ સારી શાળામાં ભણી રહ્યા છે. તે વખતે સ્ટાફે નક્કી કર્યું કે આપણી શાળા ભલે સરકારી રહી પરંતુ તેમાં ખાનગી સ્કૂલ જેવી સુવિધાઓ આપીને જંપીશું. પરંતુ તેમાં તકલીફ પડી કે શાળા પાસે પૂરતું બજેટ નહોતું.
તેમાં એવો આઇડિયા આવ્યો કે ગામમાં કોઈ સારો પ્રસંગ કે ખુશીનો અવસર હોય તો લોકો જે મીઠાઈ વહેંચતા હતા તે બંધ કરીને તેમની પાસેથી એટલી રકમ લઈને વિદ્યાર્થી ભંડોળમાં જમા કરવામાં આવતી હતી. પછી રૂપિયાથી સ્કૂલ માટે ટાઈ અને બેલ્ટ ખરીદવામાં આવ્યા. ત્યાર બાદ બીજા વર્ષથી બાળકો માટે ટાઈ અને બેલ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યાં. બુધવારે અને શનિવારે ફ્રી ડ્રેસના દિવસોમાં સફેદ ડ્રેસ ફરજિયાત બનાવ્યો. ભણવાનું પણ મન દઈને શરૂ કરવામાં આવ્યું.
સ્કૂલમાં ફેરફાર થયો તેની અસર પડી કે ત્રણ જીપ ભરીને બાળકો ગામની બહાર ભણવા જતાં હતાં. બધાએ બહાર ભણવા જવાનું બંધ કર્યું. પંચ કાલુરામ જણાવે છે કે ફેરફારને કારણે દસમા સુધી એક પણ બાળક બહાર ભણવા નથી જતો. અધ્યાપક કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે વર્ષે અહીં આવેલાં પ્રિન્સિપાલ સુશીલ બિશ્નોઈએ સ્ટાફની સાથે બાળકોનાં પણ આઈકાર્ડ બનાવી લીધાં. હવે શાળામાં બાળકો બૂટ, ટાઈ, બેલ્ટ અને આઈકાર્ડ લઈને આવે છે. કમ્પ્યૂટરની આધુનિક લેબ છે. વ્હાઇટ બોર્ડ ઉપર માર્કરથી લખીને ભણાવવામાં આવે છે. વર્ગોમાં એકથી દસ માટે ફર્નિચર છે. ગામમાં 90 ઘર છે અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 153ની છે.
પહેલાં બહાર ભણવા જતાં હતાં હવે બહારથી ભણવા આવે છે
એક સરકારી શાળા જ્યાં ખુશીમાં મીઠાઈ નથી વહેંચાતી, વિદ્યાર્થી ભંડોળમાં પૈસા જમા થાય છે, વ્યવસ્થા એવી કે કોઈ ભણવા માટે બહાર નથી જતું 
ફ્રાન્સના રિવડોક્સમાં રિ આઇલેન્ડ બ્રિજ પરથી નીકળતો પૂર્ણ ચંદ્ર. 
પૂર્ણ ચંદ્રની અદ્ભુત આભાને કારણે પુલને જાણે ચાર ચાંદ લાગી ગયા હતા. (એએફપી ફોટો)

કત્લેઆમનો વિરોધ

સિરિયાના અલીપ્પો શહેરમાં એકધારા હવાઇહુમલાને કારણે 
જે રીતે જાતિનિકંદન નીકળી રહ્યું છે એના વિરોધમાં પેરિસમાં 
આઇફિલ ટાવરની બત્તીઓ બંધ કરવામાં આવી હતી. 
અલીપ્પો પર થઇ રહેલા હવાઇ હુમલાના સંબંધમાં તેણે 
પોતાનો વિરોધ અનોખી રીતે બતાવ્યો હતો. (એએફપી ફોટો)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular