સોમવાર, 5 ડિસેમ્બર, 2016

.ગાગરમાં સાગર

clip
clip
clip

સફેદ રણ બ્લડ પ્રેસર અને દુ:ખાવા માટે અક્સિર 
ભુજ |મૂળ આણંદ-ગુજરાતનું વરિષ્ઠ દંપતી ડો.શકુંતલાબેન અને રામભાઇ ઇનામદાર 20 વર્ષથી અમેરિકાના સેન્ડિયાગોમાં સ્થાઇ થયા છે અને છેલ્લા 5 વર્ષથી ધોરડોના રણમાં નેચરલ સોલ્ટથેરાપી માટે આવે છે. તેમણે એવું રિસર્ચ કરેલું છે કે, કુદરતી મીઠાંમાં 10 મિનિટ ઉભા રહેવાથી બ્લડપ્રેસર નોર્મલ થઇ શકે છે અને સાંધાના દુ:ખાવામાં પણ રાહત થાય છે. ભૂકંપ બાદ કચ્છનું સફેદ રણ વિશ્વ વિખ્યાત થયું છે, ત્યારે માત્ર પ્રવાસન માટે જાણીતા સફેદ રણમાં રહેલું કુદરતી મીઠું લોહીના દબાણ અને સાંધાના દુ:ખાવા માટે પણ અક્સિર છે. અમેરિકાથી અહીં આવેલા દંપતીએ જણાવ્યું હતું કે, ધોરડોના રણમાં પ્રવાસીઓ આવે છે, ત્યારે ફરવા માટે તો જગ્યા સારી છે જ, પણ લોકોએ રણમાં રહેલા કુદરતી મીઠાંનો થેરાપીમાં પણ ઉપયોગ કરી બ્લડપ્રેસર અને હાથ-પગમાં થતા દુ:ખાવામાં રાહત મેળવવી જોઇએ.

કારણ કે, રોગો માટે લોકો મોટો ખર્ચ ભોગવતા હોય છે, પણ કુદરતે આપણા માટે દરેક રોગ માટે કુદરતી ઇલાજ આપ્યા છે, ફક્ત સમજવાની જરૂર છે.
બાબતે આયુર્વેદ ચિકિત્સક ડો. નિપુણ બૂચે જણાવ્યું હતું કે, ધોરડોના મીઠાંના રણમાં ઉભા રહેવાથી દર્દમાં રાહત થાય છે, તપાસનો વિષય છે, પણ આપણા બાપ-દાદાના સમયથી કુદરતી મીઠાંનો શેક કરી દુ:ખાવામાં રાહત થાય છે જાણીએ છીએ, ગળાંની તકલીફ માટે મીઠાંના પાણીના કોગળા કરીએ છીએ, એટલે કુદરતી મીઠાંનો રીતે ઉપયોગ કરીએ છીએ.
દેશી ઉપાયમાં કુદરતી મીઠાંનો ઉપયોગ વર્ષોથી થાય છે
નેચરલ સોલ્ટથેરાપી ઇઝરાયેલમાં પણ થાય છે
ભુજમાંકુદરતી ઉપચારમાં વર્ષોથી સેવા આપતા ડો. જયકુમાર સંઘવીએ કહ્યું હતું કે, ખરેખર સાચી વાત છે કે, કચ્છના સફેદ રણમાં રહેલું કુદરતી મીઠું અનેક એવા ગુણો ધરાવે છે, જે લોહીના સર્ક્યુલેશનને નોર્મલ બનાવે છે. વાના રોગ માટે ઇઝરાયેલમાં સોલ્ટથેરાપી લેવા લોકો જાય છે. અાપણી પાસે કુદરતે સંપત્તિ આપી છે, જેનો લાભ મોટા પ્રમાણમાં લોકો લે તેના માટે યોગ્ય રિસર્ચ થાય અને જાગૃતિ આવે તેવા પ્રયાસો થવા જોઇએ.
મીઠું ઘરગથ્થુ ઉપાય છે, પણ એલોપથી અલગ કહે છે
બાબતેભુજના જાણીતા તબીબ ડો. હેમેન શાહ જણાવે છે કે, એલોપથીમાં મીઠાંને ઝેર ગણવામાં આવે છે, અલગ વાત છે કે, કાકડામાં કે મધમાખીના ડંખમાં ઘરગથ્થુ ઉપાય તરીકે મીઠાંનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. એલોપથીમાં પ્રેસર ઓછું થાય ત્યારે કે ઝાડા-ઉલટીના કેસમાં અમે સોલ્ટ આપીએ છીએ. 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular