
બોર્ડની પરીક્ષા પદ્ધતિમાં સુધારાની ત્રણ રીત
| ||
સી
| ||
દિવાકર ઝુરાણી, 27 વર્ષ
ફ્લેચરસ્કૂલ આૅફ લૉ ઍન્ડ ડિપ્લોમસી, ટફ્ટ યુનિ., અમેરિકા | ||
વધારે અને સતત પરીક્ષણ. અત્યારે વર્ષ દરમિયાનના 1800 કલાક સુધી શાળામાં કરેલા અભ્યાસનું મૂલ્યાંકન કુલ 15 કલાકના 5 પેપરના આધારે કરવામાં આવે છે. શું સારી પદ્ધતિ છે? અમુક કલાકોની પરીક્ષાના બદલે લાંબા ગાળાના પ્રદર્શનના આધારે મૂલ્યાંકન કરવું યોગ્ય રહેશે. એકથી વધારે વખત પરીક્ષાઓ યોજવી પડશે અને એક દિવસમાં પોતાની કાબેલિયત દર્શાવવાનું ભારણ ઘટાડવું પડશે. પરીક્ષા ગોખણપટ્ટીના બદલે પ્રયોગાત્મક હોવી જોઈએ. સુધારો ત્રણ રીતે થઈ શકે: અ) મહિને એક આખો દિવસની પરીક્ષા, બ) અનૌપચારિક અને જ્ઞાનના ઉપયોગ પર આધારિત પરીક્ષા, ક)ફીડબૅક મિકેનિઝ્મ, જે માત્ર ગ્રેડ પર હોય, પણ વિદ્યાર્થી માટે સુધારણાની વિસ્તૃત યોજના છે. તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ: એક અભ્યાસમાં દર વર્ષે 40 ભારતીય વિદ્યાર્થીઓ માનસિક તાણના લીધે આપઘાત કરે છે. સચિન તેન્ડુલકરના પરિવારે તેના પર ક્યારેય દબાણ નહોતું કર્યું, તો પરીક્ષા માટે કે તો ક્રિકેટ માટે. અંડર- કરંટઅફેર્સ પર 30થી ઓછી ઉંમરના યુવાનોનો અભિપ્રાય |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો