શનિવાર, 31 ડિસેમ્બર, 2016

.ગાગરમાં સાગર

નોટબંધીના 50 દિવસ: PM મોદીએ 'ભીમ' એપ લોન્ચ કરી 
હવે ફિંગર પ્રિન્ટથી પેમેન્ટ શરૂ થશે 
ભાસ્કર ન્યૂઝ | નવી દિલ્હી
નોટબંધીના50માં દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ડિજિટલ લેવડ-દેવડ માટે મોબાઇલ એપ લોન્ચ કરી હતી. એપનું નામ ભીમ (ભારત ઇન્ટરફેસ ફૉર મની) છે. જે યૂપીઆઈ (યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ) તેમજ યૂએસએસડી (અનસ્ટ્રક્ચર્ડ સપ્લિમેન્ટરી સર્વિસ ડેટા)ની નવી આવૃતિ છે.
એપ લોન્ચિંગના સમયે મોદીએ કહ્યું હતું કે ભીમ એપનો ઉપયોગ કરવો ખુબજ સરળ છે. તેને ચલાવવા માટે અંગુઠો પૂરતો છે. મોદીએ કહ્યું હતું કે સરકાર એક નવી સિક્યોરિટી ફિચર લોન્ચ કરવા પર કામ કરી રહી છે. જેનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ વિના લેવડ-દેવડ કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે,'ચાહે સ્માર્ટફોન હોય કે 1,000-1200નો ફીચર પોન, ભીમનો ઉપયોગ કરીને કામ કરી શકાશે. ઇન્ટરનેટ કનેક્શનની પણ કોઇ જરૂર નથી. કોઇએ માત્ર એક અંગૂઠો વાપરવાનો રહેશે. હવે સમય બદલાઇ ગયો છે. તમારો અંગૂઠો તમારી બેન્ક છે. તેમણે નવી એપને ડૉ. આંબેડકરને સમર્પિત ...અનુસંધાનપાના નં. 6

કરતાકહ્યું હતું કે,'ડૉ. આંબેડકરનો મંત્ર ગરીબોને ઉપર ઉઠાવવા માટે કામ કરવાનો છે અને ટેક્નોલોજીની સૌથી મોટી તાકાત છે કે તે ગરીબોને સશક્ત કરી શકે છે.' તેમણે કહ્યું હતું કે, વિરોધીઓ કહેતા હતા કે નોટબંધીના હાલ ખોદ્યો ડુંગર અને નિકળ્યો ઉંદર જેવા છે. મોદીએ કહ્યું કે હું ઉંદર કાઢવા માગતો હતો. કારણ કે અંદર રહીને ઉંદર બધું કોતરી જાય છે.
દેશમાં હજૂ પણ સોનાની ચકલી બનવાની ક્ષમતા:
મોદીએ તે દિવસોને યાદ કર્યા હતા જ્યારે ભારતને સોનાની ચકલી કહેવાતો હતો. પણ દેશમાં આજે પણ સોનાની ચકલી બનવાની ક્ષમતા છે. તેમણે કહ્યું હતું કે તે દિવસ દૂર નથી જ્યારે રોકડ આધારિત લેવડ-દેવડ સંપૂર્ણ પણે ડિજિટલ થઇ જશે.
પહેલા પૈસા જતા હતા તે સમાચાર બનતા, હવે કેટલા આવ્યા તે બને છે:
કોંગ્રેસપર વ્યંગ કરતા તેમણે કહ્યું કે યૂપીએના કાર્યકાળમાં કૌભાંડોમાં પૈસા જવાના સમાચાર આવતા હતા હવે આર્થિક સિસ્ટમમાં પૈસા આવવાની ચર્ચા થઇ રહી છે. ત્રણ વર્ષ પહેલાના સમાચાર કે વીડિયો ક્લિપ જુઓ તો લૂટના પૈસાના સમાચાર મળશે. આજના સમયમાં શું પરત આવ્યુ અને શું લાભ થયો તે સમાચાર મળે છે.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

શાસન નિર્ણય

શાસન નિર્ણય

Most Popular