

100 પ્રભાવશાળી પ્રિન્સિપલમાં મુંબઈનાં ગુજરાતીને પણ સ્થાન
| ||
ભાસ્કર ન્યૂઝ. મુંબઈ
| ||
મહેતાએ 2011માં પ્લે ગ્રુપથી ક્લાસ-5 સુધીના બાળકોને ભણાવવા માટે એકેડેમી સ્થાપી હતી. મહેતા અનુસાર સ્કૂલમાં પ્રી- પ્રાઈમરી સેકશનમાં મુખ્યત્વે પ્લે, લર્ન, ગ્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને વિદ્યાર્થીઓને પ્રશિક્ષિત કરાય છે, જેથી ઓછી ઉંમરમાં બાળકોનો આત્મવિશ્વાસ વધારી શકાય. ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ પર પણ જોર આપવામાં આવે છે. આથી અભ્યાસક્રમમાં રમતગમત, સંગીત, નૃત્ય, નાટક, પુસ્તક વાચન અને રચનાત્મક લેખનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક મહિને શિક્ષકોની બેઠક લેવામાં આવે છે, જેમાં શિક્ષણ પ્રણાલી પર ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ લવાય છે. વિદ્યાર્થીઓની મન:સ્થિતિ સમજવા શિક્ષકોને ચાઈલ્ડ સાઈકોલોજી, ડેવલપમેન્ટલ સાઈકોલોજીના વર્કશોપ પણ કરાય છે. હાલ ચેમ્બુર અને મુલુંડમાં એકેડેમીની શાખા છે. મંજુ મહેતાની સિદ્ધિ છેલ્લાં30 વર્ષથી શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે. અગાઉ દક્ષિણ મુંબઈમાં જુનિયર સ્કૂલ ઓફ આદિત્ય બિરલા વર્લ્ડ એકેડેમીનાં તેઓ સ્થાપક પ્રમુખ હતાં. આઈસીએસઈ, સીબીએસઈ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનાં બોર્ડસ જેવા વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યના અભ્યાસક્રમોને સંલગ્નિત ઘણી બધી સ્કૂલોમાં શીખવ્યું અને સંચાલન કર્યું છે. મંજુ મહેતા યુનિવર્સિટી ઓફ લંડનમાંથી જીસઈ લેવલની ડિગ્રી, એમએસસી (કેમિસ્ટ્રી) અને યુનિવર્સિટી ઓફ રાજસ્થાનમાં ગોલ્ડ મેડલિસ્ટ બી.એડ. છે. તેમને આઈડિસ્કવરી દ્વારા ઈન્સ્ટ્રકશનલ લીડરશિપમાં સર્ટિફિકેટ પણ એનાયત કરાયું છે. |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો